હોસ્પિટલ, સરકાર અને સપ્લાયર્સનું સંકલન જ પ્રાણવાયુમાં “પ્રાણ” પૂરી શકશે !!

0
22

દેશભરમાં “પ્રાણવાયુ” અછત પુરવા વહેંચણીની પ્રક્રિયા સુદ્રઢ હોવી ખૂબ જરૂરી 

વકરતા કોરોનાની પરિસ્થિતિએ ભારત સહિત વિશ્ર્વભરના હાહાકાર મચાવી દીધો છે. એમાં પણ હાલ બીજી લહેરમાં સપડાતા ભારતમાં ભયંકર આપદા આવી પડી છે ઝડપભેર કેસ વધતા દર્દીઓની સારવાર સામે અનેક પડકારો ઉભા થયા છે. આ સંકટના સમયમાં કોરોના સામે મહત્વના અસ્ત્ર અને રામબાણ ઈલાજ સમાન ગણાતા રેમડેસિવિર ઈન્જેપકશન તેમજ કૃત્રિમક પ્રાણવાયુની અછત ઉભી થઈ છે. હોસ્પિટલોમાં બેડ ખૂટી પડયા છે તો દર્દીઓ ‘પ્રાણવાયુ’ માટે આમતેમ ભટકી રહ્યા છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, દિલ્હી અને ગુજરાત સહિત વધુ પ્રભાવિત રાજયોમાં ‘પ્રાણવાયુ’ની અછતે જાણે મોતનું તાંડવ સર્જયું હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે. વકરતી આ પરિસ્થિતિને નિયંત્રીત કરવા કેન્દ્ર સહિત તમામ રાજયોની સરકારો એકશન મોડમાં આવી ગઈ છે. ‘પ્રાણવાયુ’ની ઘટ પૂરવા વિદેશો પાસેથી મદદ મંગાવાઈ રહી છે. દેશમાં અગાઉ કરતા હાલ ઘણા નવા ઓકિસજન ઉત્પાદિત પ્લાન્ટ શરૂ થયા છે. પરંતુ આ પ્રક્રિયા રાતોરાત પણ થઈ શકે એમ નથી. અછતની આ સ્થિતિને જો ટાળી પ્રાણવાયુમાં ‘પ્રાણ’ પૂરવા હોય, તો આ માટે સુચારૂ આયોજન અને સંકલન જ એકમાત્ર ઉપાય છે. પ્રાણવાયુંનું ઉત્પાદન કરતી ફેકટરીઓથી હોસ્પિટલો સુધી પૂરવઠો પહોચતા સમય લાગી જાય છે. રીફલીંગ કરતા કર્મચારીઓની પણ ઘટ છે. પ્રશ્ર્નો ઘણા બધા છે. અને એ રહેવાના જ છે. પરંતુ જો આ પ્રશ્ર્નો, જે જે ખામી છે. એને વાગોળવાની જગ્યાએ તેને પૂરવાના પ્રયાસમાં બધા લાગી જઈશું તો ‘પ્રાણવાયુ’ની કમી પૂરી કરી શકીશું.

‘પ્રાણવાયુ’ જેટલો ઉત્પાદિત થાય છે. એને ઝડપી અને જરૂરિયાત મુજબ પ્રાથમિકતા વાળી હોસ્પિટલોને મળે એ પણ ખૂબજ જરૂરી છે. આ મુદે દિલ્હી હાઈકોર્ટમાં દરરોજ સુનાવણી કરવામાં આવી રહી છે. જેમાં ગઈકાલે દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર તેમજ રાજય સરકારોને નિર્દેશ આપતા કહ્યું છે કે, પ્રાણવાયુમાં ‘પ્રાણ’ પૂરવા હોસ્પિટલ, સરકાર અને સપ્લાયર્સ વચ્ચે સંકલન હોવું જરૂરી છે. આ ત્રણેય પાર્ટીઓએ સમયાંતરે બેઠક પણ યોજી સ્થિતિની સમીક્ષા કરવી જોઈએ.

દિલ્હીને પહોંચાડાતા “પ્રાણવાયુ” જથ્થા પર કાપ મૂકવાનો આદેશ કેન્દ્ર સરકારે કર્યો:
ઓક્સિજન સપ્લાયર્સ ઈનોક્સ

સુનાવણી દરમિયાન ઓક્સિજન સપ્લાયર આઇ.ઓ.ઓનએક્સએ દિલ્હી હાઈકોર્ટને જણાવ્યું  કે તે “દેશભરની 800 હોસ્પિટલોમાં ઓક્સિજન સપ્લાય કરે છે એક પણ હોસ્પિટલ ફરિયાદ કરતી નથી અને ફક્ત દિલ્હીની હોસ્પિટલો જ ફરિયાદ કરી રહી છે. આઈએનઓએક્સે કહ્યું કે, કેન્દ્ર દ્વારા દિલ્હી માટે તેનો પુરવઠો કાપવામાં આવ્યો છે અને તેનું મોટાભાગનું ઉત્પાદન ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનને ફાળવવામાં આવ્યું છે. આ પ્રકારના નિર્ણયથી અમારા સપ્લાયની ચેઈન તૂટે છે.  આઈએનઓક્સે કહ્યું કે 105 મેટ્રિક ટનમાંથી, દિલ્હીને તેની ફાળવણી ઘટાડીને 80 મેટ્રિક ટન કરવામાં આવી છે.

પ્રાણવાયુ પહોંચાડનારાઓની હાલત દુધ વેચનારા ફેરિયાઓ જેવી થઈ ગઈ છે: દિલ્હી હાઈકોર્ટમાં ઈનોક્સ

ઉપરાંત, અમને એર લિક્વિડ, પાણીપતથી 10 મેટ્રિક ટન પરિવહન કરવાનું કહેવામાં આવ્યું છે. નિર્માતાથી લઈને હવે ટ્રાન્સપોર્ટર તૃતીય પક્ષની પરિવહનની સંભાળ પણ લેવી જોઈએ. પ્રાણવાયુના સપ્લાયર્સની માંગણી તેમની દિલીલો સાંભળી હાઈકોર્ટે કહ્યું કે આ બધા પ્રશ્નોની વચ્ચે પણ હાલ આપણે દર્દીના જીવ બચાવવાના છે અને સમયસર પ્રાણવાયુ પહોંચાડવાનો છે. પરંતુ આ માટે સૌપ્રથમ હોસ્પિટલો, સરકાર અને સપ્લાયર્સનું સંકલન હોવું ખૂબ જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here