‘કેન્સર એટલે કેન્સલ નહી’ વિષય પર યોજાયો સેમિનાર

cancer | health
cancer | health

રાષ્ટ્રીય આરોગ્ય સેવાના ભેખધારી ડો. હર્ષદ પંડિતે આપ્યું માર્ગદર્શન

cancer | health
cancer | health

મૂકત થવા કેન્સર એટલે કેન્સલ નહી વિષય લક્ષી કાર્યક્રમ અરવિંદભાઈ મણીઆર હોલ ખાતે યોજાયો હતો.કાર્યક્રમના મુખ્ય વકતા રાષ્ટ્રીય આરોગ્યના ભેખધારી ડો હર્ષદ પંડિતે ‘કેન્સર’ રોગ વિશે સચોટ માર્ગદર્શન આપ્યું હતુતેમજ કાર્યક્રમમાં આવેલા લોકોના યુરીનની પીએચ વેલ્યુની માત્રા નિ:શુલ્ક તપાસી આપવામાં આવી હતી.

આ તકે નિલેશભાઈ શાહે જણાવ્યું હતુ આજના યુગમાં લોકોને જયારે ખબર પડે છે કે તેમને કેન્સર છે. ત્યારે ૫૦ ટકતે માત્ર કેન્સરનું નામ સાંળી દર્દીઓ ભાંગી પડે છે. ત્યારે પરિવારનો આર્થિક રીતે કેવી રીતે પહોચી વળશું? તેની ચિંતામાં પડી જતા હોય છે. ત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતનાં લોકો ‘કેન્સર’ રોગ વિશે મહિતગાર થાય તેવા હેતુથી ડો. હર્ષદ પંડયાના વ્યાખ્યાનનું આયોજન કરાયું હતુ વધુમાં તેમણે ‘અબતક’ મિડિયા હાઉસનો વિશેષ આભાર વ્યકત કરતા જણાવ્યું હતુ કે જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા આમતો દર મહિને આવી વ્યાખ્યાન માળાનું આયોજન કરે છે. આ વખતે ના વિશેષ આયોજનમાં રાજકોટના લોકોને બહોળો પ્રતિસાદ મળ્યો હતો.

કાર્યક્રમને સફળ બનાવવા જયંતભાઈ ધોળકીયાના માર્ગદર્શન હેઠળ નિલેષભાઈ શાહ, હસુભાઈ ગણાત્રા, જહનવીબેન લાખાણી, પ્રતાપભાઈ ડાંગર, ગીરીરાજસિંહ જાડેજા, લક્ષ્મણભાઈ મકવાણા, વલ્લભભાઈ કથીરીયા, જયોતિન્દ્રભાઈ મહેતા, કલ્પકભાઈ મણીઆર તથા મહેન્દ્રભાઈ શેઠે જહેમત ઉઠાવી હતી.