Abtak Media Google News

તમારી પાસે રીઝર્વ પડેલા ક્રૂડને વાપરો: ભારતના તેલ ઉત્પાદન નિયંત્રણની પ્રસ્તાવને ફગાવતું ઓપેક

એક તરફ જયાં પેટ્રોલ-ડિઝલના ભાવ આસમાને છે, ત્યારે ભારતે તેલ ઉત્પાદન પર નિયંંત્રણ કરવા ઓપકને અપીલ કરી હતી. જોકે, ઓપેક અને તેના સાથી દેશોએ ઉત્પાદન નિયંત્રણ સરળ બનાવવા માટેની ભારતની અરજીને અવગણના કર્યા પછી આઉદી અરેબિયાએ ભારતને અગાઉ ખરીદેલા તેલનો ઉપયોગ કરવા કહ્યું હતું.

શુક્રવારના રોજ, સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતા બેન્ચમાર્ક, બે્રન્ટ ફૂટ લગભગ 1% વધીને 67.44 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયા છે. ઓપેક અને તેના સહયોગી દેશો જેમને બેઠકમાં એ વાત પર સહમતી બતાવી છે કે એપ્રિલમાં ફૂડના ઉત્પાદનમાં વધારો કરવો ન જોઇએ. તેમનું માનવું છે કે માંગ અને મજબૂત સુધાર લાવવા માટે થોડીક રાહ જોવી જોઇએ.

પેટ્રોલિયમ મંત્રી બર્મેદ્ર પ્રધાને ગુરૂવારે ઓપેકની બેઠકમાં ઉત્પાદકોના જૂથને તેલના સ્થિર કિંમતોના રચનને પૂર્ણ કરવા માટે ઉત્પાદન ઘટાડાને સરળ બનાવવા તાકીદ કરી હતી. સાઉદીના ઉર્જા મંત્રી પ્રિન્સ અબ્દુલાઝિઝે એક પત્રકાર પરિષમાં કહ્યું હતુ કે ‘ભારતની બાબતમાં ખૂબ સરળ હું મારા મિત્રને પુછું છુ કે તેઓ એપ્રિલ, મે અને જૂનમાં ખરીદેલા કેટલા સસ્તા તેલને પાછુ ખેંચી લે તેને પાછું ખેંચી લેવાની એક તક કિમત છે.

ભારતે એપ્રિલ-મે 2020ના ફૂડના 16.17 મિલિયન બેરલની ખરીદી કરી હતી અને કર્ણાટકના આંધ્રપ્રદેશના વિશાખા પટ્ટનમ્ અને મેંગલોર અને પાદુરમાં બનાવેલ ત્રણેય સ્ટ્રટજિક પેટ્રોલિયમ અનામત ભર્યા હતા. સરેરાશ કિંમત સપ્ટેમ્બર, 2020ના રોજ રાજય સભામાં પ્રધાનના લેખિત જવાબ મુજબ ફૂડની ખરીદી પ્રતિ બેરલ દીઠ 19 હતી.

ઓઇલ કંપનીઓએ પસાર કરવાનું નકકી કર્યુ હોય તો રિટેલ પેટ્રોલ ડીઝલની કિંમતો જે પહેલેથી વધી ગયેલી છે, તે હજુ વધી શકે છે.

પેટ્રોલ-ડિઝલના ભાવ છેલ્લાં પાંચ વર્ષથી યથાવત્ છે અને તેલ કંપનીઓએ ઉતપ્રદેશ અને ગુજરાત રાજયોની ચૂંટણી પૂર્વ 2017 અને 2018ની નિર્ણાયક વિધાન સભાની ચુંટણીમાં અગાઉના ભાવોમાં સુધારો કર્યો નથી. આ અઠવાડિએ પ્રધાને કહ્યુ હતુ કે ભારતને વ્યાજબી અને જવાબદાર તેલ ભાવ જોઇએ છે. ભારતએ વિશ્ર્વના ત્રીજા ક્રમના સૌથી મોટા તેલ આયાતકાર અને ઉપભોકતા છે. કોવિડ-19ના ફેલાવાને કારણે ઓઇટ માંગ તૂટીને જોતા ગયા વર્ષે તેલ ઉત્પાદકોની કોર્ટેલ ઓપેક અને તેના ઉત્પાદનમાં ઘટાડો કરવાના નિર્ણયને ટેકો આપ્યો હતો.

પ્રધાનના અનુસાર તે સમયે ઉત્પાદકો ખાસ કરીને ઓપેક વૈશ્ર્વિક બજારને ખાતરી આપી હતી કે 2021ની શરૂઆત સુધીમાં માંગ પાછી આવશે અને ઉત્પાદન હંમેશાની જેમ બનશે. પરંતુ ઉત્પાદન હજુ સામાન્ય થયું બનશે. પરંતુ ઉત્પાદન હજુ આસાન્ય થયું નથી. તેમણે જણાવ્યું કે મે માંગ અને પુરવઠામાં કૃત્રિમ રીતે ઉત્પાદનમાં તફાવત હોય તો ત્યાં ભાવ વધારો હોય છે. ભારતની આયાતનો સરેરાશ ભાવ એપ્રિલ અને ડિસેમ્બર 2020ની વચ્ચે બેરલ દીઠ 50 ડોલર કરતા ઓછો હતો અને તેની સરખામણીએ 2019-20એ 60.42ની સરેરાશ દરે છે.

પરુંત પેટ્રોલ અને ડીઝલની કિંમતો હવે ઇતિહાસિક સપાટીએ છે. કારણ કે સરકારે લગભગ એક વર્ષ અગાઉ કિંમતોમાં ઘટાડો કર્યો ત્યારે સરકારે જે ટેકસ વસૂલ કર્યો હતો તે પાછો ખેંચ્યો નથી.

પેટ્રોલ અને ડીઝલ પર માર્ચ 2020 અને મે 2020ની વચ્ચે એકસાઇઝ ડયુટીમાં 13 રૂપિયા અને લિટર દીઢ વધારો કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.