Abtak Media Google News

શહેરના તમામ સીસીટીવી કેમેરા બંધ કેમ: જનતાનો સવાલ

સરકાર સુરક્ષાને લઈને રાજ્યભરમાં અને ખાસ કરીને તાલુકા મથકો એવા શહેરમાં તીસરી આંખ એટલકે સીસી કેમેરા કાર્યરત કર્યા છે. તીસરી આંખથી ગુનાઓનું પ્રમાણ ઘટ્યું છે. એક તબ્બકે મહદંશે મેજર ગુનાઓ બનતા અટક્યા છે. પણ જામનગરના ધ્રોલ શહેરમાં મુકાયેલા તમામ સીસી કેમેરા (તીસરી આંખ) બંધ થઇ ગઈ હોવાથી તસ્કરોએ તેઓની આંખો ખોલી ચોરીચપાટી શરુ કરી છે.

લોકોના મુખે ચર્ચા સરકારી કચેરીમાં પણ સી.સી. ટીવી ના ઠેકાણા નથી. રાત્રિને લોકોને અધકચરું સૂવું પડતું હોવાની ફરિયાદો ઉઠી છે. ધ્રોલમાં તમામ સીસી કેમેરા બંધ થઇ જતા તસ્કરો અને અસામાજિક તત્વોને મોકળું મેદાન મળતું હોવાના આક્ષેપો થયા છે. સીસીટીવી કેમેરા હોય તો પોલીસને પણ ઘણી બધી કામગીરીના રાહત મળે અને સીસીટીવી કેમેરાના આધારે ગુનેગારોને પણ દબોચી શકે પ્રજાની ફરિયાદોનો હલ ક્યારે થશે કે પછી આમને આમ સમય પસાર થશે.

ધ્રોલમાં બંધ પડેલા તીસરી આંખ જેવા તમામ કેમેરા કેમ બંધ થઇ ગયા ? આ વાત પાછળ કોઈ જવાબદાર છે કે કેમ ? તે બાબતે તપાસ કરાવીને બંધ સીસી  કેમેરા ચાલુ કરાવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.