મોરબીના ગાયત્રીનગરમાં રસ્તાનું કામ શરૂ થતા લોકોમાં આનંદ.

morbi
morbi

૨૦ વર્ષથી બિસ્માર પડેલા રસ્તાનું કામ અંતે શ‚ થયું એક માસમાં પૂર્ણ થતા પ્રજાજનોને મળશે સુવિધા

મોરબીનાં વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રીનગરમાં ૨૦ વર્ષથી બિસ્માર પડેલા મેઈન રોડનું સી.સી. રોડ કામ શ‚ થતા લોકોમાં આનંદનો માહોલ છવાયો છે.

મોરબીનાં વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રીનગરને ૨૦૦૮ પહેલા સમસ્યા નગરે કે ધૂળીયા નગરની ઉપમાં આપવામાં આવી ૧૯૯૬ થી પીવાના પાણીની સમસ્યા હતી જેના કારણે ઘણા લોકો અહીથી હીજરત કરીને અન્યત્ર જતા રહ્યા હતા જયારે જીયુડીસી દ્વારા નવી ટાંકી અને પાઈપલાઈન નાખવામાં આવી ત્યારે ૨૦૦૮માં પીવાનું પાણી મળતુ થયું જેની લડત આ વિસ્તારની એક મહિલાએ ચલાવી હતી જેને લોકો તે સમે પાણી વારી મહિલા તરીકે ઓળખાત પાણીની સમસ્યા હલ થયા પછી ભૂગર્ભ ગટર અને રોડની સુવિધા મેળવવા રજુઆતો થઈ રોડ થો પણ થોડા સમયમાંજ ભૂગર્ભ ગટર અને ગેસની લાઈન નાખવામાં આવતા રોડ તોડી નાખવામાં આવ્યો જેને રીપેર કરવામા જ ન આવ્યો.

લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્તેવા સમયે જ ગુજરાતમાં રાજય સતા પરીવર્તન થયું મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ ‚પાણી આ‚ઢ થયા તેમણે લોક સુવિધાના કામોને અગ્રતા આપી બિસ્માર પડેલા રોડની લતાવાસીઓએ રજુઆત કરીને મુખ્યમંત્રીના કાર્યાલયથી રોડ બનાવવાનો આદેશ છૂટયો ને ગાયત્રીનગર મેઈનરોડનું ખાસ ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું.

જેના ટેન્ડર ગત તા.૧૪.૩ના રોજ ખૂલ્યા અને ડીપોઝીટ અને વર્ક ઓર્ડરની પ્રક્રિયા પૂર્ણ કરી ગઈકાલથી આ ગાયત્રીનગર મેઈનરોડનું કામ શ‚ થયું છે.એક મહિનામાં કામ પૂર્ણ થઈ જશે તેવું આ કામ કરનાર એજન્સીના સંચાલકોકહે છે.