Abtak Media Google News

દેશવ્યાપી દરોડામાં આઇટીનું મેગા સર્ચ ઓપરેશન, અન્ય મોબાઈલના ડિલરોમાં પણ ફફડાટ: સર્ચ ઓપરેશન હજુ એક કે બે દિવસ ચાલે તેવી પ્રબળ શક્યતા, મોટી માત્રામાં બેનામી વ્યવહારો બહાર આવી શકે છે

આવકવેરા વિભાગ અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ દ્વારા વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલી સંસ્થાઓ પાર્ક સર્ચ અને સર્વે ઓપરેશન ની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે ત્યારે ફરી આવકવેરા વિભાગ ઓપો મોબાઈલના ડીલરો પર ટાટા કયુ હતુ અને સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવેલું છે. એટલું જ નહીં દેશ વ્યાપી સર્ચ ઓપરેશન હોવાના કારણે તપાસનો દોર ગુજરાતમાં રાજકોટ સહિતના અન્ય મહાનગરોમાં પણ જોવા મળ્યું હતું જ્યાં વહેલી સવારથી જ આવકવેરા વિભાગની ટીમ ડીલરો ના ઓફિસ અને તેમના નિવાસ્થાને પહોંચી હતી. અટકળો સામે આવી રહી છે કે આ સર્ચ ઓપરેશન થાકી અને બેનામી વ્યવહારો સામે આવશે સામે એ વાતની પણ સ્પષ્ટતા થઇ રહી છે કે આ સર્ચ ઓપરેશનમાં અનેક રાજકારણીઓના નામ પણ ખુલી શકે છે.

ઓપો મોબાઇલ પર દેશવ્યાપી દરોડા હાથ ધરાયા છે. દિલ્હી સહિત અનેક રાજ્યોમાં દરોડાની કામગીરી હાથ ધરાઇ હોવાની માહિતી સામે આવી છે. ત્યારે ગુજરાતના ડીલર પર પણ કાર્યવાહી હાથ ધરાઇ હોવાનું ખુલ્યું છે. આવક વેરા વિભાગ ટેલિકોમ ક્ષેત્રના ઓપો ના ડિલરો પર લટકતા ની સાથે જ અન્ય મોબાઇલ ફોનના ડીલરો માં પણ ફફડાટ મચી જવા પામ્યો છે અત્યાર સુધીમાં આ પ્રથમ વખત આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા ટેલિકોમ ક્ષેત્ર સાથે સંકળાયેલી મોબાઈલ કંપની ના ડિલરો પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

સર્ચ ઓપરેશનમાં રાજકોટના પ્રચલિત મોબાઈલ ડિલરને ત્યાં પણ આવકવેરાની ટીમ આવી પહોંચી હતી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ માત્ર રાજકોટ જ નહીં પરંતુ ઓપો ના કેટલા મોબાઇલ ડીલરો છે તેમને ત્યાં પણ તવાઈ બોલાવવામાં આવી છે સામે એ વાતની પણ સ્પષ્ટતા થઇ રહી છે કે ટેલિકોમ ક્ષેત્ર માં જે મોબાઇલ કંપની ના ડિલરો છે તે ઘણા ખરા અંશે ગેરરીતિ કરતાં હોઈ શકે પરિણામે સરકારને જે ઘરની આવક ઉજવી થવી જોઈએ તે ન થતાં ઘણા પ્રશ્નો ઉદભવી થતા છે થઈ રહ્યા છે અને સરકારને ઘણી નુકસાનનો પણ સામનો કરવો પડ્યો છે.

સીબીડીટી અને આવકવેરા વિભાગ ના દેશી આપી હડતાલ માં અનેક કેન્દ્રોના અધિકારીઓ જોડાયા હતા અને વહેલી સવારથી જ સર્ચ અને સર્વેની કામગીરી હાથ ધરી હતી એટલું જ નહીં ઓપો મોબાઇલ ફોનના ડીલરો ઉપર આવકવેરા વિભાગ દ્વારા હવાઇ બોલાવાતા અમદાવાદ વડોદરા સુરત રાજકોટ સહિતના અન્ય મુખ્ય શહેરોની સાથે દેશના પ્રચલિત શહેરોમાં પણ આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા ઘોષ બોલાવવામાં આવી છે અને આ સર્ચ ઓપરેશન હજુ બેથી ત્રણ દિવસ ચાલે એવી શક્યતા સેવાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.