Abtak Media Google News

Oppo એ F સિરીઝનો પોતાનો નવો સ્માર્ટફોન F3 ને ભારતમાં લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોને ટોલીવુડ ફિલ્મ બાહુબલી સાથે ભાગીદારી કરીને લોન્ચ કર્યો છે. કંપનીએ તેને સેલ્ફી માટે ખાસ બનાવ્યો છે. પરંતુ આ સ્માર્ટફોનનાં પ્રમોશનલ પિક્ચર્સ અને ફીચર્સ લીક થઇ ગયા છે. લીક થયેલ સ્માર્ટફોનનાં બેક અને રીયર બંને સાઈડ જોઈ શકાય છે.

Oppo F3 With Dual Selfie Camera To Launch In India Today 2આ ફોટોસને AndroidPure દ્વારા લીક કરવામાં આવ્યા છે. હાલમાં આ સ્માર્ટફોનની કિંમત વિશે કોઈ ખુલાસો સામે સામે આવ્યો નથી. મીડિયા રિપોર્ટ્સમાં જે જાણકારીઓ લીક થઇ છે, તેના મુજબ આ સ્માર્ટફોનમાં Corning Glass 5 પ્રોટેક્શન સાથે ૫.૫ ઇંચ ફૂલ એચડી ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનું રીઝોલ્યુશન ૧૯૨૦ x ૧૦૮૦ પિક્સેલ છે.

ઓપ્પો F3 માં પણ ૧૬ મેગાપિક્સેલ અને ૮ મેગાપિક્સેલ ડ્યુઅલ સેલ્ફી કેમરા હોવાની સંભાવના છે. તે સિવાય રિયર કેમરો ૧૩ મેગાપિક્સેલ હોઈ શકે છે. જાહેર છે કે, આ હાઈ એન્ડ સ્માર્ટફોન છે. તો તેમાં 4GB રેમ સાથે 64GB ઇન્ટરનલ મેમરી આપવામાં આવી શકે છે. જેની બેટરી ૩,૨૦૦mAh હોવાની ખબર છે.

તે સિવાય આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ ૬.૦ માર્શમેલો પર ચાલશે. તે સિવાય તેમાં Mali T860 સાથે ઓક્ટકોર Mediatek MT6750T પ્રોસેસર આપવામાં આવ્યું છે. કનેક્ટિવિટીની વાત કરીએ તો આ ડિવાઈસ 4G VoLTE, Wi-Fi 802.11 a/b/g/n/ac, Bluetooth 4.1, GPS અને હાઈબ્રિડ ડ્યુઅલ સિમ (Nano + Nano) હોવાની ખબર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.