Abtak Media Google News
સ્વીપ અંતર્ગત “બા”નું ઘર મહિલા વૃદ્ધાશ્રમમાં રહેતાં વડીલો મતદાનના મહત્વ અંગે થયા જાગૃત : દરેક નાગરિકોને મતદાન કરવા કરી અપીલ

લોકશાહીના પર્વમાં સૌ કોઈ ઉલ્લાસભેર જોડાય તે માટે રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વીપ પ્રવૃત્તિ હેઠળ અનેકવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે. મતદાન થકી લોકશાહીના પાયાને વધુ મજબૂત કરવા માટે દરેક નાગરિકના મતનું મહત્વ સવિશેષ છે. ત્યારે રાજકોટ સ્થિત “બા” નું ઘર મહિલા વૃદ્ધાશ્રમમાં સ્વીપ મતદાન જાગૃતિ અભિયાન હેઠળ કાર્યક્રમ યોજાયો હતો.

રાજકોટ સ્વીપ પ્રવૃત્તિમાં આઇકોન તરીકે નિયુક્ત થયેલાં આર.જે.ધારા અને સ્વીપ મતદાન જાગૃતિની કામગીરી કરતાં પ્રીતિબેન વ્યાસે “બા”નું ઘર મહિલા વૃદ્ધાશ્રમમાં રહેતા મહિલા વડીલોને મતદાનના મહત્વ અંગે જાગૃત કર્યા હતા. તેમજ અચૂક મતદાન કરવાનો સંકલ્પ લઈને મહિલા વડીલોએ દરેક નાગરિકજનોને મતદાન કરવા અપીલ કરી હતી.

આ તકે અન્ય માટે પ્રેરણાદાયી બનતાં અને “બા” નું ઘર મહિલા વૃદ્ધાશ્રમમાં રહેતા હાજરાબેન ચૌહાણે જણાવ્યું હતું કે, મતદાન કરવું એ આપણી નૌતિક ફરજ છે અને આ ફરજના ભાગરૂપે હું કોઈપણ સ્થળે હોવ પરંતુ મારા મતદાન ક્ષેત્રમાં મત આપવા અચૂક જાવ છું. હું મારી સાથે રહેતા અને મારા અન્ય નાગરિકોને પણ અચૂક મતદાન કરવા અપીલ કરું છું. મતદાન કરીએ લોકશાહીને મજબુત બનાવીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.