- રહેવાસીઓ દ્વારા મોબાઈલ ટાવર લગાવવાની કામગીરીનો વિરોધ
- અરજી કર્યા છતાં કાર્યવાહી ન થઈ હોવાના સ્થાનિકોના આક્ષેપો
- રહેણાંક વિસ્તારમાં ટાવરની કામગીરીને લઈ સ્થાનિકોમાં રોષ
નવસારીના વિજલપુર વિસ્તારમાં આવેલી આકારપાર્ક સોસાયટીના રહેવાસીઓ દ્વારા મોબાઈલ ટાવર લગાવવાની કામગીરીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. મકાનના છત પર નગરપાલિકા કે સોસાયટીની મંજૂરી વિના ગેરકાયદેસર રીતે મોબાઇલ ટાવર ઊભું કરાઇ રહ્યું હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. જે અંગે કલેક્ટર સહિત જરૂરી અધિકારીઓ સુધી લેખિત અરજી કરવા છતાં કોઈ કાર્યવાહી ન થઈ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. મકાનમાલિક દ્વારા ટાવર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવતા સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતા. તેમજ સમગ્ર મામલે લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
નવસારીના વિજલપુર વિસ્તારમાં આવેલી આકારપાર્ક સોસાયટીના રહેવાસીઓ દ્વારા મોબાઈલ ટાવર લગાવવાની કામગીરીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કલેક્ટર સહિત જરૂરી અધિકારીઓ સુધી લેખિત અરજી કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ ન હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. મકાનમાલિક દ્વારા ટાવર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવતા સ્થાનિકો વિરોધ કરવા ગયા હતા. પરંતુ મકાનમાલિક ટસનો મસ ન થતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
નવસારીના વિજલપુર વિસ્તારમાં આકારપાર્ક સોસાયટી આવેલી છે. જે સોસાયટીના પ્લોટ નંબર 50, સર્વે નંબર 169, બ્લોક સર્વે નંબર 83/19 જેના માલિક ભૈયાભાઈ પાટીલ માલિકી ધરાવે છે. આ મકાન રહેના હેતુ માટે બનાવ્યું હતું. પરંતુ તેઓ દ્વારા મકાનના છત પર નગરપાલિકા કે સોસાયટીની મંજૂરી વિના ગેરકાયદેસર રીતે મોબાઇલ ટાવર ઊભું કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જેના વિરોધમાં સોસાયટીઓના રહીશ દ્વારા કલેક્ટર અને તત્કાલીન ચીફ ઓફિસર અને જિલ્લા પોલીસ વડાને લેખિત અરજી કરવામાં આવી હતી. પરંતુ તેમ છતાં કોઈ પગલા લેવામાં આવ્યા ન હતા. આ મકાન માલિક દ્વારા મકાનની છત પર ટાવર લગાવવાની કામગીરી રાત્રીના સમયે હાથ ધરવામાં આવી હતી. જેને લઇને આકારપાર્ક સોસાયટીના રહેશો દ્વારા આ કામગીરીનો વિરોધ કરવા માટે પહોંચ્યા હતા. પરંતુ મકાન માલિક ટસના મસ ન થતા સોસાયટીના રહીશોમાં રોષ જોવા મળ્યો હતો.
અહેવાલ : રામ સોનગઢવાલા