Abtak Media Google News

પરીક્ષા આપવા દુર જવુ પડતુ હોવાથી મુશ્કેલી: કુલપતિ અને પરીક્ષા વિભાગના નિયામકને આવેદન

સમગ્ર સૌરાષ્ટ્રમાં હાલમાં લેવાનારી લો પરીક્ષાનો ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો જે અંતર્ગત સમગ્ર સૌરાષ્ટ્રમાંથી મોરબી, લાઠી,દેરડી કુંભાજી, જસદણ, પડધરી, કાલાવડ, જેતપુર, બાબરા, અમરેલી અને ગોંડલ સહિતના વિદ્યાર્થીઓને આગામી લેવાનારી પરીક્ષામાં હોય તેના ભાગ‚પે પરીક્ષા તંત્ર અને પરીક્ષા વિભાગ જાગૃત થાય અને યોગ્ય નિર્ણય લે તેવી માંગણી વિદ્યાર્થીઓએ કરી હતી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણને યુનિવર્સિટીના પરીક્ષા નિયામકને આવેદન આપી તાત્કાલીક ઉકેલ લાવવા માંગણી કરી છે. વિભાગીય નિયામકની ઓફિસમાં રામધુન બોલાવી હતી.

સૌરાષ્ટ્રમાંથી ઉમટેલા વિઘાર્થીઓ વતી આવેદન પત્ર દ્વારા સમગ્ર લો-ફેકલ્ટીના વિઘાર્થીઓ માનસીક, શારીરિક અને આર્થિક ઘણી જ વેદના ઉ૫સ્થિત થવાની હોય જે જીલ્લા કક્ષાએ પરીક્ષા લેવાનો નિર્ણય લીધો છે તે અન્યાયી મનસ્વી નિર્ણયને કારણે સમગ્ર સૌરાષ્ટ્રના લો-ફેકલ્ટીમાં અભ્યાસ કરતા વિઘાર્થી ભાઇ-બહેનોમાં ખુબજ રોષની લાગણી ફેલાયેલ છે. પરીક્ષા આપના માટે માત્ર લેવાનું કાર્ય છે. પરંતુ આપના યુનિ. ના વિઘાર્થીઓ માટે હાલાકીનું કેન્દ્ર બનવાની શકયતા છે. જીલ્લા મથક આવવા-જવાની વ્યવસ્થા ઉભી કરવી, જીલ્લા કક્ષાએ રહેવા-જમવાની વ્યવસ્થા ઉભી કરવી, બહેનોને આ સમયમાં જીલ્લા કક્ષાએ પરીક્ષા આપવા માટે ખુબજ આયોજન કરવું પડે અને તેની સાથે તેના કુટુંરને પણ વ્યાપક હેરાનગતિ થાય. પરીક્ષા સ્થળે પહોંચવામાઁ કોઇ દુધર્ટના બને તો વિઘાર્થીનું કિંમતી વર્ષ બગડે, તમામ વિઘાર્થીઓની વધારાની આર્થીક વ્યવસ્થા ઉભી કરવી પડે જે હાલના કપરા સમયમાં વિઘાર્થીઓ માંડ માંડ ફી ભરી શકતા હોય તેમાં વધારાનું ભારણ કદાપી

Vlcsnap 2017 07 25 13H57M27S132

ઉપાડી શકે નથી. ભુતકાળમાં કનુભાઇ માવાણી સાહેબે નિર્ણય લીધો હતો. અને તેમાં વ્યાપક અવ્યવસ્થા ઉભી થઇ હતી. તાત્કાલીક બીજા વર્ષે નિર્ણય બદલવો પડેલ હતો. જેના પગલે તાત્કાલીક નિર્ણય લેવા માઁગણી કરેલ છે. વિસ્તૃત રજુઆતોને ઘ્યાનલ લઇ લોની પરીક્ષા જીલ્લા કક્ષાએ લેવાવી જોઇએ તેવા આપના પરીક્ષા વિભાગનો અન્યાયી પરીપત્ર તાત્કાલીક રદ કરવા તાત્કાલીક અસરથી આદેશ આપશો તેવી સૌરાષ્ટ્રના વિઘાથી જગતની માંગણી છે. જેમાં હરપાલસિંહ જાડેજા, પરેશભાઇ વેકરીયા, સાવન દિનેશભાઇ ઢોલરીયા, ધીરેનભાઇ સીતાપરા, યોગેશભાઇ માખેલા, વિશાળ

 

કણઝારીયા, હાર્દીક ગોહેલ, ચેતન ચૌહાણ, મીતેશ દલસાણીયા, નિરજ પટેલ, યોગેન્દ્રસિંહ જાડેજા, અર્જુન હેરમા સહીતના અગ્રણીઓ એ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલરને અને પરીક્ષા વિભાગીય નિયામકને આવેદન પાઠવ્યું છે.પરીક્ષા વિભાગીય નિયામકે પ્રત્યુતર આપતાં જણાવ્યું હતું કે આગામી ૧૦ દિવસની અંદર માંગણી વિશે યોગ્ય ચકા

 

સણી કરી ઉકેલ કરવામાં આવશે. અને જો ૧૦ દિવસમાં માંગણી નહી સંતોષાય તો ગાંધી ચિંઘ્યા માર્ગે ઉગ્ર આદોલન કરવાની ચીમકી વિઘાર્થીઓએ આપી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.