Abtak Media Google News

મધ્યપ્રદેશના ખેડુતોને વર્ચ્યુઅલ સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષને આડેહાથ લેતા જણાવ્યું કે એક સમયે સતા પર હતા ત્યારે જ ખેડુતોનાં ઉત્કર્ષ માટે ગલા ન લઈ શકેલા હવે મોદી ખેડુતોના કલ્યાણ માટે પગલા ભરી રહ્યા છે. ત્યારે વિરોધ કરી રહ્યા છે. અને ખેડુતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડુતોને સંબોધતા જણાવ્યું હતુ કે દેશમાં અમલી બનેલા નવા કૃષિ કાયદા રાજયોની સાથે ચર્ચા કરીને જ બનાવાયા છે.વિપક્ષ ખેડુતોને ગેરમાર્ગે દોરે છે.

એક સમયે જયારે સતા પર હતા ત્યારે ખેડુતોના ઉત્કર્ષ માટે કંઈ ન કરી શકયા અને હવે અમે ખેડુતોના ઉત્કર્ષ માટે પગલાલીધા કાયદા બનાવ્યા એટલે વિપક્ષ પોતાના રાજકીય રોટલા શેકવા ખેડુતોને ગેરમાર્ગે દોરે છે.

દેશનો ખેડુત વર્ષોથી પોતાના માટે સરકારકંઈક કરે એની રાહ જોતો હતો હવે અમે એ કર્યું એટલે અમારો વિરોધ થઈ રહ્યો છે.વિપક્ષ ખેડુતોના ખંભે બંદૂક રાખી અમારાતરફ તાકે છે. વિપક્ષ શાસનમાં હતા ત્યારે સ્વામીનાથન સમિતિનો રિપોર્ટ વર્ષો સુધી દબાવી રાખ્યો અને અમે એ રિપોર્ટની ધૂળ ખંખેરી ભલામણો સ્વીકારી અમલ કર્યો એટલે વિરોધ કરવા ખેડુતોને ભરમાવે છે.

સમય કાષઈની રાહ જોતો નથી. સમય સાથે ચાલ્યા ખેતી અને ખેડુતોમાં સુધારા થવા જોઈએ પ્રગતિ થવી જોઈએ અમે એજ કરી રહ્યા છીએ.

રાજસ્થાન, મધ્યપ્રદેશના ખેડુતોની વાત કરી વડાપ્રધાને જણાવ્યું કે બંને રાજયોમાં ચૂંટણી વખતે ખેડુતોને વ્યાજ માફી દેવા માફીના વચનો આપ્યા પણ સત્તામાં બેસી ગયા પછી કંઈ કયું નહી બેનરોથી જ ખેડુતો આજે પણ એ ઘોટાલા પત્રોની જાહેરાતોના અમલની રાહ જોઈ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.