રાજુલા બેઠક પર કોંગ્રેસના અડિખમ યોધ્ધા અંબરીશ ડેરને પ્રચારમાં જબ્બર સમર્થન મળતા હરિફો બેબાકળા

amreli | rajula
amreli | rajula

અંબરીશ ડેરના સમર્થનમાં તમામ સમાજ એક: ભાજપની છાવણીમાં સોપો પડી ગયો

રાજુલા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અંબરીશ ડેર દ્વારા ગામેગામ પ્રચાર યુધ્ધ શ‚ કરી દેવામાં આવેલ છે. રાજુલા તાલુકાના ભેરાઈ ગામેથી પ્રચાર શ‚ કરવામાં આવ્યો જેમાં દરેક જ્ઞાતિઓનાં લોકો દ્વારા અંબરીશભાઈ ડેરને સંપૂર્ણ સમર્થન આપેલ છે.

તેમજ ગત વિધાનસભા ચૂંટણીના ઉમેદવાર અને આહિર સમાજના અગ્રણી એવા બાબુભાઈ રામે પણ અંબરીશભાઈ ડેરને જીતાડવા સજજ બનેલ છે. ત્યારબાદ કોવાયા, લોઠપુર, જૂની નવી બારપટોળી, ખેરાળી, ખાંભલીયા, દેવકા, હડમતીયા, ગાંજાવદર, રીંગણીયાળા, રાજપરડા, કુંભારીયા વિગેરે ગામોમાં વિવિધ સમાજના આગેવાનોને અને યુવાનોને તેમજ ગામના સરપંચોને ‚બ‚ મળીને કોંગ્રેસને પ્રચંડ બહુમતીથી વિજયી બનાવવા સૌને અનુરોધ કરેલ હતો. જેમાં લોકો દ્વારા એકી અવાજે પોતાના હાથ ઉંચા કરીને અંબરશભાઈ ડેરને સમર્થન આપેલ છે.

આ પ્રચારમાં અહિર સમાજના અગ્રણી બાબુભાઈ જાલંધરા, બાધાભાઈ નાકરાભાઈ, નાથાભાઈ ગુજજર, મીઠાભાઈ લાખણોત્રા, જીકારભાઈ વાઘ, તેમજ કનુભાઈ ધાંખડા, નારણભાઈ વાળા તેમજ દરેક સમાજના આગેવાનો સાથે મળીને પ્રચાર યુધ્ધ શ‚ કરી દેવામાં આવેલ છે. અને લોકો દ્વારા જબ્બર પ્રતિસાદ મળી રહ્યો છે.