Abtak Media Google News

ગુજરાત માટે જે થઇ રહ્યું છે તે કેરળ માટે પણ થવું જરૂરી ગણાવી લોકસભામાં ખરડાનો કોંગ્રેસ સહિતના વિપક્ષે કર્યો વિરોધ

ગુજરાતને આર્યુવેદીક હબ બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા રાજયસભામાં ખરડો લાવતા કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષ દ્વારા વિરોધ કરી ગુજરાત માટે જે થઇ રહ્યું છે કેરળ માટે જરૂરી હોવાનું ગણાવ્યું છે. આ બીલ પર આજે વધુ ચર્ચા થવાની છે ત્યારે વિરોધ પર દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

રાજયસભામાં તબીબી પ્રણાલીઓ માટે સરકારના દબાણને આગળ ધપાવતા આર્યુવેદ અંગે ઉચ્ચ શિક્ષણ અને સંશોધન માટે ગુજરાતમાં રાષ્ટ્રીય સ્તરની મહત્વની સંસ્થા બનાવવા અંગેનું કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષ વર્ધન દ્વારા બીલ લાવવામાં આવ્યું હતું.

આર્યુવેદમાં અનુસ્નાસ્તક અધ્યાપન અને સંશોધન માટેની જામનગરની ગુલાબકુવરબા આયુવેદ મહાવિદ્યાલય અને ભારતીય આર્યુવેદ ફાર્માસ્યુટિકલ સાયન્સિસ મર્જ કરવાની ભલામણ કરતુ બીલ લાવવામાં આવ્યું હતું.

આ તકે કોંગ્રેસના સાંસદ હનમાનથૈયાએ સંસ્થાના વિલીનીકરણની જરૂરીયાત પર સવાલ ઉઠાવ્યા હતા અને આર્યુવેદમાં અનુસ્નાતક શિક્ષકો અને સંશોધનકારોના અભાવ સંશોધનના ધોરણની ગુણવતા તરફ ધ્યાન દોર્યુ હતું. આવી સંસ્થા કેરળના તિરૂવનંતપુરમમાં કેમ નહી તેવો પણ સવાલ કર્યો હતો. આર્યુવેદના પ્રણેતા કેરળમાં નહી અને ગુજરાતમાં કેમ જરૂરી છે. તેમ કહી આવી સંસ્થા કેરળને ફાળવી હોત તો ઘણો આનંદ થઇ શકે તેમ કહી કેન્દ્ર સરકારને ગુજરાતની વધુ ચિંતા છે તેમ જણાવી વિરોધ કર્યો હતો.

જામનગરમાં રહેલી ગુલાબકુવરબા આર્યુવેદ મહાવિદ્યાલયને રાષ્ટ્રીય મહત્વની સંસ્થાનો દરજ્જો આપવાની થયેલી માગ અંગે અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રાષ્ટ્રીય મહત્વની સંસ્થાનો દરજજોમાં ઉન્નત કરવાથી યુનિર્વસિટીને આર્યુવેદ શિક્ષણના ધોરણાં સુધારો કરવામાં રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય માગ મુજબ આર્યુવેદના વિવિધ અભ્યાસક્રમોની રચના કરવામાં આવશે તેમજ લોકોને આર્યુવેદીક દવા સરળતાથી મળી રહેશે તેમજ આર્યુવેદીક દવાના વેચાણને પણ પ્રોત્સાહન મળશે તેમ જણાવ્યું છે.

આ બીલના વિરોધમાં કેરળના સાંસદ એન.કે.પ્રેમાતચંદ્ર સહિતના સભ્યોએ કાયદામાં સુધારાની માગ કરી હોવા છતાં લોકસભામાં ખરડો પસાર કરનવામ્આવ્યો હતો ચર્ચા દરમિયાન કોંગ્રેસના સાંસદ શશી થરૂરે સુચિત કાયદાને આવકારી નિરાશા વ્યક્ત કરી હતી. ગુજરાત માટે જ કરવામાં આવી રહ્યુ તે કેરળ માટે પમ કરવા માટે મત વ્યક્ત કર્યો ત્યારે તેમાં ડીએમકે અને ટીએમસીએ પણ કાયદાના વિરોધમાં જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.