Abtak Media Google News

દબાણ સામે બે મહિના આંખ આડા કાન કરનાર કોર્પોરેશનના નિર્દયી અધિકારીઓ સવારે ઠંડી અને વરસાદી વાતાવરણ વચ્ચે બુલડોઝર લઈ ત્રાટક્યા: ૩૩ કાચા-પાકા મકાન અને ઝુંપડાનો સફાયો

વોર્ડ નં.૧૦માં યુનિવર્સિટી રોડ પર બે ટીપી સ્કીમના ત્રણ અનામત પ્લોટ પર બે મહિના પહેલા ડિમોલીશન કરાયાના બીજા જ દિવસથી ફરી દબાણો ખડકાઈ ગયા

સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટ શહેરમાં તંત્રની બેદરકારીના પાપે જમીન માફીયાઓ બેફામ બની ગયા છે તો બીજી તરફ તંત્ર પણ નિર્દય બની ગયું હોય તેવો માહોલ આજે જોવા મળ્યો હતો. શહેરના વોર્ડ નં.૧૦માં યુનિવર્સિટી રોડ પર આજથી બે માસ પૂર્વે અલગ અલગ બે ટીપી સ્કીમના ત્રણ અનામત પ્લોટ પર બે મહિના પહેલા કોર્પોરેશન દ્વારા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું.

Dsc 1807

ઝુંપડા તોડી પડાયાના બીજા જ દિવસથી ફરી આ જગ્યા પર દબાણો ખડકાવા લાગ્યા હતા. બે મહિના સુધી દબાણો સામે આંખ આડા કાન કરનાર મહાપાલિકાનું તંત્ર આજે નિર્દય બની શિયાળાની ઠંડી અને વરસાદી વાતાવરણ વચ્ચે વહેલી સવારે બુલડોઝર લઈ ત્રાટક્યું હતું. ૩૩ કાચા-પાકા મકાનો અને ઝુંપડાઓ જમીન દોસ્ત કરી રૂા.૫૯.૬૨ કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.

Dsc 1797

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરના વોર્ડ નં.૧૦માં ટીપી સ્કીમ નં.૧૬ રૈયા અને ટીપી સ્કીમ નં.૫ નાના મવાના અલગ અલગ હેતુના પ્લોટ પર ખડકાયેલા દબાણો દૂર કરવા માટે દિવાળી પૂર્વે ગત ૧૭ ઓકટોબરના રોજ ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું.

Dsc 1802

જેમાં આ જમીન પરથી અંદાજે ૭૦ જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ડિમોલીશન હાથ ધરાયાના બીજા દિવસથી ફરી આ પ્લોટ પર દબાણો ખડકાવા લાગ્યા હતા. બે મહિના સુધી દબાણો સામે આંખ આડા કાન કરનાર કોર્પોરેશનની ટાઉન પ્લાનીંગ શાખાને આજે શિયાળાની કાતીલ ઠંડી અને વરસાદી વાતાવરણ વચ્ચે સુરાતનની ગરમી ચડી ગઈ હતી અને સવાર સવારમાં ડિમોલીશન હાથ ધર્યું હતું. જેમાં ટીપી સ્કીમ નં.૧૬ રૈયાના ફાઈનલ પ્લોટ નં.૮૬/એ માં વાણિજ્ય વેંચાણ હેતુના પ્લોટ અને ૨૦ મીટર ટીપી રોડની અંદાજે ૪૭૭૬ ચો.મી. જમીન પર ખડકાયેલા ૧૫ ઝુંપડાઓ ફાઈનલ પ્લોટ નં.૩૧/એ એસઈડબલ્યુએસએચ હેતુના ૨૨૨૧ ચો.મી. જમીન પર ખડકાયેલા બે ઝુંપડા અને ટીપી સ્કીમ નં.૫ નાના મવાના ફાઈનલ પ્લોટ નં.૨૧૧ના ખુલ્લી જમીન રાખવાના હેતુના ૪૫૬ ચો.મી. જમીન પર ખ ડકાયેલા ત્રણ ઝુંપડા તોડી પાડવામાં આવ્યા હતા અને અંદાજે ૫૯.૬૨ કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી હતી. બે મહિના સુધી દબાણ સામે આંખ આડા કાન કરનાર તંત્ર આજે ઠંડી અને વરસાદી વાતાવરણ વચ્ચે ઝુંપડા ધારકને એક દિવસની અવધી આપવાની જરૂર હતી જેની સામે તંત્ર નિર્દય બની ત્રાટક્યું હતું.

Dsc 1799

આ ઉપરાંત ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા શહેરના વોર્ડ નં.૧માં ૨૪ મીટરના ડીપી રોડ પર રૈયા ધાર શાંતિનગરના ગેઈટથી આગળ ખડકાયેલા ૧૩ કાચા પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. કોર્પોરેશનની માલીકીના અનામત પ્લોટ પર દબાણ થઈ જાય ત્યાં સુધી તંત્ર રાહ જોતુ હોય છે અને દબાણો ખડકાયા બાદ ડિમોલીશનની કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે. ટીપીની ટીમ રોજ ચેકિંગ માટે આંટાફેરા કરતી હોય છે પરંતુ તેની નજરે જાણે દબાણો ચડતા ન હોય તેવું લાગી રહ્યું છે જેના કારણે દબાણકર્તાઓ બેફામ બની ગયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.