સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં શનિવાર સુધી ઓરેન્જ એલર્ટ

વેધર વોચ ગ્રુપની બેઠકમાં રાહત કમિશ્નરે બેઠક દરમિયાન આગામી સપ્તાહમાં થનાર વરસાદની આગાહીને ધ્યાને લઇ હાજર રહેલ તમામ વિભાગના અધિકારીઓને તથા સમગ્ર તંત્રને એલર્ટ રહેવા સુચન કરાયું
સૌરાષ્ટ સહીત રાજ્યભરમાં આગામી શનિવાર સુધી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જેને લઇને આજરોજ ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક મળી હતી. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 219 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે જયારે આજે સ્વારથી પણ ગીર-સોમનાથમાં ચાર ઈંચ સુધીનો વરસાદ આવી ગયો છે.

બેઠક દરમિયાન રાહત કમિશનરે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને ડિપ્લોય કરવા માટે રાજ્યમાં આગામી વરસાદની આગાહીને ધ્યાને લઈ કચ્છ જિલ્લામાં એક એનડીઆરએફની  ટીમ ડિપ્લોય કરવા સૂચના આપી હતી. આ અગાઉ ગીર સોમનાથ, નવસારી, બનાસકાંઠા, વલસાડ, સુરત અને ભાવનગરમાં એક તથા રાજકોટમાં બે એમ કચ્છ સહિત કુલ 09 એનડીઆરએફની ટીમો તથા પોરબંદર જિલ્લા ખાતે એસડીઆરએફની એક ટીમ ડિપ્લોય કરવામાં આવી છે.

રાહત કમિશનરે  બેઠક દરમિયાન આગામી સપ્તાહમાં થનાર વરસાદની આગાહીને ધ્યાને લઈ હાજર રહેલ તમામ વિભાગના અધિકારીઓને તથા સમગ્ર તંત્રને એલર્ટ રહેવા સૂચન કરવામાં આવ્યું હતું. બેઠકમાં ઉર્જા, માર્ગ અને મકાન, જીએસઆરટીસી, સી.ડબલ્યુ.સી, ઇસરો, કોસ્ટ ગાર્ડ, પંચાયત વિભાગ, ફિશરીઝ, પશુપાલન, ફોરેસ્ટ, જીએમડબ્લ્યુ, સહિતના અઘિકારીઓ હાજર રહ્યા હતા.

કૃષિ વિભાગના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે 4 જુલાઈ સુધીમાં અંદાજિત 3020616 હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે તથા ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન 4053982 હેક્ટર વાવેતર થયું હતું. સિંચાઇ વિભાગના જણાવ્યા અનુંસાર સરદાર સરોવર જળાશયમાં 144070 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશકિતના 43.12% છે. રાજ્યનાં 206 જળાશયોમાં 187629 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશકિતના 33.61% છે. હાલમાં રાજ્યમાં એક જળાશય હાઇ એલર્ટ પર તેમજ એક જળાશય વોર્નિંગ પર છે.

મુંબઈમાં પણ ભારે વરસાદ

પાછલા બે દિવસથી મહારાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. મહારાષ્ટ્રના અન્ય ભાગોની સાથે મુંબઈ સહિત કોંકણ અને કોલ્હાપુર સિહતના વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો હોવાથી અનેક નદીનાળામાં નવા નીરની આવક થઈ છે. કોલ્હાપુરમાં પંચગંગા નદી તેના બે કાંઠે વહી રહી છે. ત્યારે સોમવારે મધ્યરાત્રી પછી મુંબઈમાં વરસાદે જમાવટ કરતા આજે સવારે શહેરના અનેક વિસ્તારમાં મુંબઈગરા ઉઠ્યા તો જોયું કે ઘરની બહાર રસ્તાઓ પર પાણી જ પાણી ભરાયેલા હતા. મૂશળધાર વરસાદના પગલે મુંબઈના સાયન વિસ્તાર અને અંધેરી સબ વેમાં ગોંઠણ સમા પાણી ભરાયા હતા. તેમજ મુંબઈના અનેક પરાઓમાં પણ પાણીના ભરાવાના કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે.

  • 5 દિવસ ભારેથી અતિભારે વરસાદ

6 જુલાઈ

વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર,નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, તાપી, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, દીવ, બનાસકાંઠા, અમદાવાદ,પંચમહાલ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ, કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ.

7 જુલાઈ

નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે, ભરૂચ, સુરત, જુનાગઢ, ગીર સોમનાથ અને કચ્છમાં ભારેથી ભારે વરસાદ.

8 જુલાઈ

સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, દેવભૂમિ દ્વારકા, પોરબંદરમાં ભારેથી અતિભારે, નર્મદા, ભરૂચ, રાજકોટ, જામનગર, જુનાગઢ, મોરબી અને કચ્છમાં ભારે વરસાદ.

9 જુલાઈ

સુરત, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી, નવસારી, નર્મદા, ભરૂચ, ગીર સોમનાથ, દીવમાં ભારેથી અતિભારે, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ.

10 જુલાઈ

દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરત, ડાંગ, નવસારી, તાપી, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ.