Abtak Media Google News

વોર્ડ નં. 18માં સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઈન, ટી.પી. રોડ પર મેટલીંગ વર્ક અને વોર્ડ નં.15માં ઇન્ટરસેપ્ટર ડ્રેનેજ લાઈનની ચાલુ કામગીરીની  સમીક્ષા કરતા મ્યુનિ. કમિશનર અમતિ અરોરા

આગામી સમયમાં ચોમાસાને ધ્યાનમાં રાખીને શહેરમાં ચાલતી કામગીરી ઝડપી પૂર્ણ કરી શકાય તેવા આશય સાથે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દિવસરાત કામગીરી કરવા અને જરૂર પડ્યે મેનપાવર, મશીનરી વધારી કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા એજન્સીને તાકીદ કરવામાં આવી રહી છે.

Img 20220510 Wa0015 1

મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ વોર્ડ નં. 18માં સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઈન, ટી.પી. રોડ પર મેટલીંગ વર્ક અને વોર્ડ નં. 15માં ઇન્ટરસેપ્ટર ડ્રેનેજ લાઈનની કામગીરીની સ્થળ પર જ સમીક્ષા કરી હતી. વરસાદી પાણીના નિકાલ માટેની સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી ચોમાસા પહેલા તાત્કાલિક અસરથી પૂર્ણ કરવા એજન્સીને સુચના આપી હતી.

વોર્ડ નં. 18માં સાંઈબાબા સર્કલથી માલધારી ફાટક સુધીમાં વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી હાલ ચાલી રહી છે. જે મનોરંજન કરગ્રાંટમાંથી અંદાજે રૂ. 58 લાખના ખર્ચે બનાવવામાં આવી રહી છે. જેમાં મ્યુનિ. કમિશનરએ એજન્સીને ચોમાસા પહેલા તાત્કાલિક અસરથી કામગીરી પૂર્ણ કરવા સુચના આપી હતી. વધુમાં મ્યુનિ. કમિશનરએ એજન્સીને કહ્યું હતું કે, મશીનરી, મેનપાવર વધારી દિવસરાત કામગીરી ચાલુ રાખી ઝડપી કામગીરી પૂર્ણ કરવી.

વોર્ડ નં. 18માં ટી.પી. રોડ સ્વાતી પાર્ક હેડ વર્કસ થી નેશનલ હાઇ-વે સુધીના રોડ પર મેટલીંગ કરવાનું કામ પણ હાલ ચાલુ છે. તેમાં પણ મ્યુનિ. કમિશનરશ્રીએ એજન્સીને ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ કરવા તાકીદ કરી હતી જેથી ચોમાસાના વરસાદ દરમ્યાન આસપાસની સોસાયટીના રહેવાસીઓ ઉપયોગમાં લઇ શકે. આ રોડની કામગીરી પૂર્ણ થયે કોઠારીયા રોડ પરનો ટ્રાફિક ડાયવર્ટ કરી શકાશે.

વોર્ડ નં. 15માં ઇન્ટર સેપ્ટર ડ્રેનેજ લાઈનની 400 મીટરની કામગીરી પૂર્ણ થયેલ છે અને આગળની કામગીરી શરૂ કરવા સંબંધિત અધિકારીશ્રીને સુચના આપી હતી. આ પાઈપલાઈન નાખવાથી આજી રિવરફ્રન્ટમાં આવતું ગંદુ પાણી અટકાવી શકાશે તેમ મ્યુનિ. કમિશનરશ્રીએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.