- ખાવ એનું ખોદો નહિ!!!
- અમેરિકામાં વસતા હજારો વિધાર્થીઓને અમેરિકાની ટીકા ટિપ્પણી કરવા બદલ સ્વદેશ પરત ફરવા ઇમેઇલ મળ્યો: ભારતીય વિધાર્થીઓને પણ ઈમેલ મળ્યાની ચર્ચા
- અગાઉ હમાસનું સમર્થન કરનારા 300 વિધાર્થીઓંને ડિટેઈન કરી અમેરિકાના વિઝા રિવોક કર્યા
આપણા વડવાઓની એક કહેવત છે કે, જેનું ખાવો એનું ખોદો નહિ.આવું જ હાલ અમેરિકામાં વસતા વિધાર્થીઓ માટે લાગુ પડે છે. એવા વિધાર્થીઓ કે જે અમેરિકાની ટીકા કરતી પોસ્ટ મૂકી હોય તેમને દેશવટાનો આદેશ આપતો ઇમેઇલ મોકલવામાં આવ્યો છે અને જે વિધાર્થીઓ હવે અમેરિકામાં અભ્યાસ કરવા ઇરછતા હોય તેમના પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ ચેક કરાશે અને તેમાં જો અમેરીકા વીશે કઈ ખોટી ટિપ્પણી કે ટીકા કરી હશે તો તેમને પ્રવેશ આપવામાં આવશે નહિ.
ઉલ્લેખનીય છે કે, કેટલાક ભારતીય વિદ્યાર્થીઓ પણ દેશ નિકાલ માટેના ઈમેલ મળ્યા હોવાની માહિતી છે.
આ કાર્યવાહીમાં નવા વિદ્યાર્થીઓની અરજીઓ, પછી ભલે તે શૈક્ષણિક અભ્યાસ વિઝા કે વ્યાવસાયિક અભ્યાસ વિઝા અથવા એક્સચેન્જ વિઝા માટે હોય, તેઓની પણ સોશિયલ મીડિયા ચકાસણી થશે અને અરજદારોને યુ.એસ.માં અભ્યાસ કરવાની તક આપવામાં આવશે નહીં.
અનિશ્ચિતતાની પરિસ્થિતિ હોવા છતાં અમેરિકામાં જેટલા પણ ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ છે તેમાંથી 25 ટકા સ્ટુડન્ટ્સ ઈન્ડિયન છે. હાલમાં 3,30,000 ઈન્ડિયન સ્ટુડન્ટ્સ અમેરિકામાં અભ્યાસ કરી રહ્યા છે. એક્સપર્ટનું કહેવું છે કે અમેરિકાએ રિસર્ચ ફંડિગ પર કાપ મૂક્યો છે. તેનાથી અન્ડરગ્રેજ્યુએટ્સને વધારે અસર નહીં થાય. તેનાથી પોસ્ટગ્રેજ્યુએટ અને રિસર્ચ સ્કોલર્સને વધુ અસર થશે. હજી પણ ઈન્ડિયન સ્ટુડન્ટ્સ માટે અમેરિકન યુનિવર્સિટીઓ ટોચની પસંદગી રહી છે, કેમ કે ત્યાં વર્લ્ડ ક્લાસ ફેકલ્ટી, એડવાન્સ્ડ ફેસિલિટીઝ અને ડાયનેમિક કેમ્પસ અનુભવ મળે છે. આ ઉપરાંત ઈન્ડિયન સ્ટુડન્ટ્સ અમેરિકન ડિગ્રીને વધારે મૂલ્યવાન માને છે.
ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને પણ ટાર્ગેટ બનાવી રહ્યું છે અને તેમાં પણ ખાસ કરીને ઈઝરાયલ વિરોધી અને પેલેસ્ટાઈન તથા હમાસનું સમર્થન કરનારા સ્ટુડન્ટ્સને ડિટેઈન કરીને તેમના વિઝા રિવોક એટલે કે કેન્સલ કરી રહ્યું છે. સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોએ ગુરૂવારે જણાવ્યું હતું કે, સ્ટેટ ડિપાર્ટમેન્ટ અત્યાર સુધીમાં 300 જેટલા સ્ટુડન્ટ્સના વિઝા રિવોક કરી ચૂક્યું છે. આ સાથે તેમણે એવી પણ ચેતવણી આપી હતી કે એડમિનિસ્ટ્રેશન હજી આવા સ્ટુડન્ટ્સને શોધી રહ્યા છે, અને આવા જેટલા પણ સ્ટુડન્ટ્સ મળશે તેમના વિઝા કેન્સલ કરી દેવામાં આવશે.
ઇમિગ્રેશન વકીલોના મતે, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને સ્વ–દેશનિકાલ ઇમેઇલ્સનો પ્રવાહ 25 માર્ચે રૂબિયો દ્વારા મોકલવામાં આવેલા આંતરિક નિર્દેશથી ઉદ્ભવ્યો છે, જેમાં યુ.એસ.માં પહેલાથી જ રહેલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને નવા અરજદારોની સોશિયલ મીડિયા સમીક્ષાઓનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
જો સોશિયલ મીડિયા સમીક્ષામાં સંભવિત અપમાનજનક માહિતી બહાર આવે છે જે દર્શાવે છે કે અરજદાર વિઝા માટે લાયક નથી, જેથી અરજદાર દ્વારા માહિતીમાં કોઈપણ અનુગામી ફેરફારો સામે રેકોર્ડ સુરક્ષિત રહે.” “જો સમીક્ષામાં કોઈ અપમાનજનક માહિતી જાહેર ન થાય, તો કોન્સ્યુલર અધિકારીઓએ સોશિયલ મીડિયાના તારણો અપલોડ કરવાની જરૂર નથી પરંતુ કોન્સ્યુલર અધિકારીઓએ એક કેસ નોંધ દાખલ કરવી પડશે જેમાં જણાવવામાં આવશે કે તેમણે સોશિયલ મીડિયા સમીક્ષા કરી હતી જેમાં કોઈ અપમાનજનક માહિતી જાહેર થઈ નથી,તેમ સૂચનાઓમાં જણાવાયું છે.
ગયા વર્ષે 41 ટકા વિધાર્થીઓની અરજીઓ રીજેકટ કરવામાં આવી હતી
ઈન્ડિયન સ્ટુડન્ટ્સ અમેરિકા જવા માટે ઓછો રસ દાખવી રહ્યા છે ત્યાં બીજી તરફ અમેરિકામાં સ્ટુડન્ટ વિઝા રિજેક્શનનો રેટ તેના 10 વર્ષની ટોચ પર પહોંચ્યો છે. હાલમાં જ મીડિયામાં આવેલા રિપોર્ટ પ્રમાણે ઓક્ટોબર 2023થી સપ્ટેમ્બર 2024 દરમિયાન 41 ટકા એફ–1 સ્ટુડન્ટ વિઝા અરજીઓ રિજેક્ટ કરી દેવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન 6.79 લાખ અરજીઓ મળી હતી જેમાંથી 2.79 લાખ અરજીઓ ફગાવી દીધી હતી. જ્યારે તેના અગાઉના નાણાકીય વર્ષમાં અમેરિકાને 6,99,000 અરજીઓ મળી હતી અને તેમાંથી 2,53,000 અરજીઓ એટલે કે 36 ટકા અરજીઓ રિજેક્ટ કરી દેવામાં આવી હતી.