Abtak Media Google News

30 હજાર ટન કાગળનો ઉપયોગ 8.5 કરોડ પુસ્તકો માટે કરવા

અભ્યાસક્રમ બદલાતા જુના પુસ્તકોનો ઉપયોગ થતો ન હોવાથી બિનજરૂરી પડ્યા રહેતા હોઈ નિકાલ કરાશે

રાજ્યમાં ધો. 9 થી 12ના અભ્યાસક્રમ બદલયા બાદ પડી રહેલા જુના પુસ્તકોનું પસ્તીમાં વેંચાણ કરવા નક્કી કરાયું છે. આગામી દિવસોમાં રાજ્યમાં ધો. 1થી 12ના કુલ 8મ5 કરોડ પુસ્તકો બનવવા માટે કુલ 30 હજાર ટન કાગળની જરૂર પડશે જેને લઈ અત્યારથી જ તમામ શાળાઓને રદી પુસ્તકો ઝડપથી વેંચાણ કરવા માટેનો આદેશ આપી દેવામાં આવ્યો છે. ધો. 9 થી 12માં અભ્યાસક્રમ બદલાયા બાદ મફત યોજના હેઠળના જુના પુસ્તકો પડી રહ્યા હોય તેનો નિકાલ કરવા માટે પુસ્તક મંડળને રજૂઆતો મળી હતી. જેથી આવા પુસ્તકો પસ્તીમાં નિકાલ કરવા માટે કમિશનર ઓફ સ્કૂલ કચેરી દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના હેઠળ રાજ્યની સરકારી અને બિનસરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા ધો. 9 થી 12ના તમામ વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા મફત પાઠય પુસ્તકો આપવામાં આવે છે. જો કે હવે અભ્યાસક્રમ બદલાતા જુના પુસ્તકોનો કોઈ ઉપયોગ થતો ન હોય અને બિનજરૂરી રીતે પડ્યા રહે છે. અને નવા પુસ્તકો છાપવા 30 હજાર ટન કાગળની જરૂર પડવાની છે જેથી જુના પુસ્તકોનો નિકાલ કરવા માટે તાકીદે આદેશ આપવામાં આવ્યો છે.

આવા બિનજરૂરી પુસ્તકોનો દુરઉપયોગ ન થાય તે હેતુથી પાઠય પુસ્તકોના પાને પાના ફાડીને જ ટુકડા કરીને વેંચાણ કરવા અને તે જોવાની કાળજી લેવા પણ જણાવવામાં આવ્યું છે. પસ્તી વેંચાણમાં અભ્યાસક્રમ ચાલુ હોય તેવા પુસ્તકોનું વેચાણ ન થાય તે માટે તકેદારી રાખવા જિલ્લા શિક્ષણાધિકારીને જણાવવામાં આવ્યું છે.

જો કોઈ એસવીએસમાં એક કરતાં વધારે શાળામાં આવા બિન ઉપયોગી પુસ્તકો હોય તો સૌથી વધુ જથ્થો જે શાળામાં હોય તે શાળા ખાતે અન્ય જગ્યાના બિન ઉપયોગી પુસ્તકો ભેગા કરીને તેની નિકાલની કામગીરી હાથ ધરવાની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.