Abtak Media Google News

ખીયાણી ગેંગના ૧૧ શખ્સો પૈકી છ શખ્સોની રિમાન્ડ પૂર્ણ થતા અલગ અલગ જેલમાં ધકેલાયા

રાજકોટ શહેરની ભીસ્તીવાડની ખીયાણી  ગેંગના ૧૧ શખ્સો  સામે ગુજસી ટોકનું હથિયાર ઉગામી છ શખ્સોની ધરપકડ કરી રિમાન્ડ પૂર્ણ થતાં તપાસનીશ દ્વારા વધુ રિમાન્ડની માંગ અને છ શખ્સોને અલગ અલગ જેલમાં મોકલવાની કરેલી અરજીમાં રિમાન્ડ અરજી નામંજુર કરી હતી. જયારે અલગ અલગ જેલમાં ધકેલવાની અરજી સામે સરતાજ ઉર્ફે રાજનને બિમારી હોવાથી સારવાર માટેની કરેલી અરજીમાં જયારે જરુર પડે ત્યારે હોસ્પિટલને લઇ જવા હુકમ કરી સરતાજને જામનગર અને માજીદ ઉર્ફે પપ્પુને ભુજની જેલમાં ધકેલવા હુકમ કર્યો છે.

વધુમાં રાજકોટના પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોધાયેલા ગુજસી ટોકના ગુનામાં બાકી રહેતા છ આરોપીઓને અટક કરી, એ.સી.પી. પી.કે. દીયોરાએ દિવસ-૧પ ના રીમાન્ડ માંગેલ કોર્ટ ૧૦ દિવસના રીમાન્ડ મંજુર કરેલા કર્યા  તે રીમાન્ડ પુરા થતા સ્પે. જજ ગુજસી ટોક સેસન્સ કોર્ટમાં ૬ આરોપીને રજુ કર્યા હતા.

મદદનીશ કમિશ્નરે તેના રીપોર્ટમાં વધારે રીમાન્ડની માંગણી કરતા જણાવેલ કે, આરોપીઓ જુદા જુદા પ્રકારના અનેક ગુનાઓ આચરતી ટોળી છે. અને સંગાઠીત ગુના આચરે છે. આરોપીઓ સામે વ્યથા, મહાવ્યથા, ખુત, ખુનની કોશીશ, રાયોટીંગ, જીવલેણ હુમલો, અપહરણ, બળાત્કાર લુંટ-ધાડ જુગાર, આર્મ્સ એકટ, એટ્રોસીટી સહીતના ગુનાઓ આ છ આરોપીઓ અકબર ઉર્ફે હકુભા ખીયાણી, સતારજ ઉર્ફે રાજન હમીદભાઇ, માજીદ ઉર્ફે પપ્પુ સુલેમાન, ઇમરાન જાનમહમદ, માજીદ રફીકભાઇએ મુસ્તા અકબર વિગેરે પ્રવૃતિમાં જોડાયેલા છે.

આ આરોપીઓ સંગઠીત ગુનાઓ કરતા હોય અને ગંભીર પ્રકાર ગુનાઓ સાથે જોડાયેલ હોય, આરોપીઓને એકી સાથે જેલમાં રાખવામાં આવે તો આરોપીઓ એકબીજાના સંપર્કમાં રહી ટોળીના ભોગ બનેલા ઈસમોને ડરાવી, ધમકાવી ભય પેદા કરે તેમ હોય, બધાને અલગ અલગ જેલમાં રાખવા હુકમ કરવા રીપોર્ટમાં જણાવેલ હતું.

મદદનીશ કમીશ્નર પી.કે.દીયોરાએ આ છ આરોપીઓને ગુજસીટોક સ્પે. જજમાં રજૂ કરતા આરોપીઓને જેલ હવાલે કરેલા છે. જે પૈકીના સરતાજ ઉર્ફે રાજન હમીદભાઈને કીડની અને પથરીની બીમારી હોવાથી સારવાર કરાવવા માટેની અરજી આપેલી હતી જે અરજીમાં કોર્ટે જ‚ર પડે ત્યારે હોસ્પિટલે લઈ જવો તેવો હુકમ કરેલો હતો (જામનગર) જેલમાં મોકલવા માટેનો હુકમ કરેલા હતો ત્યારે માજીદ ઉર્ફે પપ્પુ સુલેમાનભાઈ જુણાચને પાલારા (ભુજ) ખાસ જેલમાં મોકલવા માટેનો હુકમ કરેલો હતો.

ઉપરોકત બંને આરોપીઓ તરફે અભય ભારદ્વાજ એન્ડ એસોસીએશના એડવોકેટ અંશ ભારદ્વાજ, દિલીપ પટેલ, ધીરજ પીપળીયા, અમૃતા ભારદ્વાજ, વિજય પટેલ, કલ્પેશ નસીત, કમલેશ ઉધરેજા, જીજ્ઞેશ વિરાણી, જીજ્ઞેશ લાખાણી, ચેતન પુરોહિત રોકાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.