Abtak Media Google News

જૂનાગઢ જિલ્લાનાં મેંદરડા તાલુકાના દાત્રાણા ગામના ખેડુતને  પ્રકૃતિનો સાથ મળતા,  પોતાની મહેનત ઉજાગર કરી છે. ખેડુત અનાનસ જેવો સ્વાદ ધરાવતા પીળા તરબુચનું ઉત્પાદન કરી અનોખી સિધ્ધિ હાંસલ કરી છે. આશરે 60 જેટલી પીળા તરબુચની ઓર્ગેનિક ખેતી દ્વારા  ઉત્પાદન કરી લોકોમાં  કુતુહલ સર્જાયું છે. આમ ‘ઈસ કર્મભૂમિમે કર્મ સબકો  કરના પડતા હૈ, રબ સિર્ફ લકીરે દેતા હૈ રંગ હમકો ભરના પડતા હૈ…’ આ ઉકિતને  ખેડુતે ખરા અર્થમાં સાર્થક કરી છે. મેંદરડાના તાલુકાના દાત્રાણા ગામના એક ખેડૂતે તરબુચ અને ટેટીની ઓર્ગેનિક ખેતી કરી હતી. જેમાં ખેડૂતે 5 વિઘામાં નવતર પ્રયોગ કરી અનાનસ જેવા સ્વાદ વાળા પીળા તરબુચનું ઉત્પાદન કરી અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. આ તરબૂચ હાલમાં મેંદરડા સહિત સમગ્ર સોરઠ પંથકમાં આશ્ચર્ય ફેલાવ્યું છે, અને તેનો સ્વાદ માણવા લોકો આતુર બન્યા છે.

દાત્રાણા ગામના ખેડૂત મહેશભાઈ વઘાસીયાએ પોતાની ખેતી અંગેની વારસાગત આવડત અને બુદ્ધિ ચાતુર્યથી 5 વિઘામાં તરબૂચનું વાવેતર કર્યું છે. જેમાં મહેશભાઈએ ટપક પદ્ધતિ અપનાવી, ઓછા પાણીએ આશરે 60 ટન જેટલો  તરબુચનો પાક મેળવ્યો હતો.

પણ મહત્વની અને લોકોને તરબૂચ માટે ઘેલા લગાડનાર આ તરબૂચના ઊત્પાદનમાં કરાયેલ નવતર પ્રયોગ ખેતી વૈજ્ઞાનિકોને પણ વિચારતા કરી દીધા છે, ત્યારે આ અંગે મહેશભાઈ વઘાસીયા તેમજ પ્રકાશભાઈએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે તરબૂચનો કલર અંદરથી લાલ હોય છે. પરંતુ તેઓએ ઓર્ગેનિક પદ્ધતિથી અને ઓછા પાણીએ પીળા કલરના અનાનસના સ્વાદ વાળા તરબૂચનું આશરે 60 ટન જેટલું ઉત્પાદન કર્યું છે. આ તરબૂચ જોતા લોકો આશ્ચર્ય ચકિત થઈ રહ્યા છે, પરંતુ તેની પાછળ અમારી કોઠાસૂઝ, અને સખત મહેનત રંગ લાવી છે.

હાલમાં અનાનસ ના સ્વાદ વાળા અંદરથી લાલને બદલે પીળા એવા આ તરબૂચનો સ્વાદ માણવા લોકો અધીરા બની કઈક નવતર તરબૂચનો સ્વાદ માણી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.