Abtak Media Google News

સમદ્રષ્ટિ, ક્ષમતા વિકાસ અને અનુસંધાન મંડળ (સક્ષમ) ‘જીના ઈસી કા નામ હૈ’ દિવ્યાંગોના સર્વાંગી વિકાસ હેતુ સમર્પિત રાષ્ટ્રીય સંગઠન ‘સક્ષમ’ છે. સ્વામી વિવેકાનંદજીએ પણ કહ્યું છે કે, ‘તમે ઈશ્ર્વરને ધન્યવાદ આપો કે તમને કંઈક કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. અર્થાત સેવા કરવા માટેનો ધન્યવાદ નહી પરંતુ સેવા કરવા માટેના અવસર પુરા પાડવા માટેનો ધન્યવાદ આપો. શારીરિક અને માનસિક વિકલાંગો આપણા જેવા જ છે. તેમનામાં પણ ઈશ્ર્વરનો અંશ છે. જેમ હનુમાનજી અંદર છુપાયેલી શકિતઓને યાદ અપાવવાનું કાર્ય જાંબવનજીએ કરેલ જેના આધારે હનુમાનજી ભગવાન રામચંદ્રજીના કાર્યને સિદ્ધ કરી શકયા તેવી રીતે વિકલાંગ બંધુઓની અંદર છુપાયેલ પ્રતિભાઓ દ્વારા સ્વાભિમાન, જાળવણી અને તેને રોજગારીના સાધનો ઉપલબ્ધ કરાવવા અને તેમની ક્ષમતાનો વિકાસ કરી તેમનામાં સ્વાભિમાનનો ભાવ જગાડી તેમને પણ સમાજ માટે યોગ્ય બનાવવા વિકલાંગોને કોઈની પાસે અપેક્ષા રાખ્યા કરતા સહયોગ આપવા લાયક બનાવવા, દુર્બળથી સબળ તેમજ અસમર્થથી સમર્થ બનાવવા. સક્ષમ પુરા ભારત દેશમાં વિવિધ ૩૩ પ્રાંતોમાં કાર્ય ચાલુ છે. વિકલાંગો પરીવારએ સમાજ માટે બોજા‚પ નથી તેઓની યોગ્યતા અને ક્ષમતા ઓળખીને વિકાસ કરવામાં આવે તો તેઓ સ્વાવલંબન બને અને રાષ્ટ્રના નિર્માણમાં પુરતું યોગદાન આપી શકે તેમ છે. બધા જ પ્રકારના વિકલાંગોની સમસ્યા, સમાધાન અને વિકાસ માટે સક્ષમની સ્થાપના નાગપુર ખાતે ૨૦મી જુન, ૨૦૦૮ના રોજ કરવામાં આવેલ છે. તેઓની રચનાત્મક પ્રવૃતિ, શિક્ષણ, આરોગ્ય, સ્વાવલંબન, સામાજીક વિકાસ ઉપર પુરતુ ધ્યાન કેન્દ્રિ કર્યું છે.

આમ, સક્ષમ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છ દિવ્યાંગો (વિકલાંગો) માટે કામ કરતી સંસ્થાઓને સંગઠિત કરી દિવ્યાંગોના યોગ્ય પ્રશ્ર્નોને વાચા આપવાનું સંગઠન કરી ‘સંગઠન મેં શકિત હૈ’ અને સંગઠનની તાકાતથી વ્યકિત અને સમાજનો વિકાસ શકય બની રહ્યો છે. ‘સક્ષમ’ દ્વારા દિવ્યાંગોનું સૌરાષ્ટ્ર વિભાગનું પ્રથમ અધિવેશન તા.૨૩/૪/૨૦૧૭ને રવિવારના રોજ સવારે ૮ થી બપોરના ૫ કલાક સુધી, સરસ્વતી શિશુ મંદિર, ૨-મા‚તિનગર, રેસકોર્ષ રીંગ રોડ પાસે, રાજકોટ ખાતે રાખેલ છે. આ અધિવેશનમાં ડો.નરેન્દ્રભાઈ દવે (ગુજરાત પ્રાંત સંરક્ષક), પ્રફુલ્લભાઈ પટેલ (ગુજરાત પ્રાંત પ્રમુખ), નિતીનભાઈ જાની (ગુજરાત પ્રાંત મંત્રી, ભાવેશભાઈ ગંગાજળીયા (ગુજરાત પ્રાંત સહમંત્રી), મનસુખભાઈ ગજેરા (ગુજરાત કારોબારી સદસ્ય), ડો.પ્રકાશભાઈ કાગડા (જીલ્લા સંયોજક) વગેરે ઉપસ્થિત રહેવાના છે. આ અધિવેશનને સફળ બનાવવા માટે ચુનીભાઈ પાલડીયા (પ્રમુખ) ૯૩૭૪૮ ૨૦૨૫૮, જયેશભાઈ વારીયા (મંત્રી) ૯૯૯૮૮ ૧૫૬૦૨, કિશોરભાઈ પરમાર, દિનેશભાઈ ગાંગાણી, વિમલભાઈ જાની, હરેશભાઈ મુંગરા, ઈલાબેન દોશી, અશોકભાઈ વૈષ્ણવ, શરદભાઈ રાવલ, દિલીપભાઈ રાઠોડ, દિપકભાઈ કવા તેમજ તેજસભાઈ રાઠોડ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.