Abtak Media Google News

ડો. વલ્લભભાઈ કથીરિયાના માર્ગદર્શન નીચે ગૌમાતાનું દૂધ અમૃત સમાન વિષય પર વેબીનાર યોજાયુંં

ગ્લોબલ ક્ધટેડરેશન ઓફ કાઉ બેઝડ ઈન્ડસ્ટ્રીઝ (ૠઈઈ), ઈંઈઅછ – ઈઈંછઈ અને ગઉછા અને ગઉઉઇના સંયુક્ત ઉપક્રમે વલ્ર્ડ મિલ્ક ડે” નિમિત્તે તારીખ 01 જૂન ર0રરના રોજ ગૌમાતાનું દૂધ અમૃત સમાન” વિષય પર ઓનલાઇન વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારત સરકારના પશુ-પાલન મંત્રીશ્રી પુરુષોતમ રૂપાલાજી મુખ્ય અતિથિ તરીકે, રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ ચેરમેન, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ૠઈઈઈંના ફાઉન્ડર ડો.વલ્લભભાઈ કથીરિયા અને ગૌસેવા ગતિવિધિના અખીલ ભારતીય સંયોજક  અજીત મહાપાત્ર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ વેબીનારમાં વિશ્વભરના વૈજ્ઞાનિકો, પશુચિકિત્સકો, ઉદ્યોગપતિઓ, ખેડૂતો, ગાય પ્રેમીઓએ ખૂબ જ ઉત્સાહ ભેર હાજરી આપી હતી.

ૠઈઈઈંના સ્થાપક ડો. વલ્લભભાઈ કથીરિયાએ ભારત સરકારશ્રીના પશુ-પાલન મંત્રી પુરુષોતમ રૂપાલાજીનું સ્વાગત કર્યું અને તમામ અતિથિ વિશેષ વક્તાઓનાં યોગદાન વિશે રજૂઆત કરી. તેમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પશુપાલન ક્ષેત્રે પરિવર્તન આવ્યું છે. દેશી ગાયનું દૂધ અમૃત છે, જે આપણને જીવનભર સ્વસ્થ અને જીવનશક્તિથી ભરપૂર રાખે છે.  ૠઈઈઈં એ ગાયો સાથેના વિવિધ પરિમાણ સાથે સંલગ્ન કામ કરતા 33 વિભાગો બનાવ્યા છે. જેને વિશ્વ સમક્ષ રજૂ કરવા માટે સર્વગ્રાહી અભિગમની જરૂર છે, ડો. કથીરિયા એ આધુનિક અભિગમ અને ટેકનોલોજી સાથે ભારતીય ગાય અને તેના દૂધ પર સંશોધન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આપણા પ્રાચીન પુસ્તકોમાં જે છે તે દરેક વસ્તુને વિજ્ઞાન દ્વારા બધા માટે સ્થાપિત કરવા માટે ફરીથી તેને જોવાની અને અવનવા સંશોધનો કરવાની જરૂર છે. ડો. કથીરિયાએ ભારત સરકાર ના પશુ-પાલન મંત્રી પુરુષોતમ રૂપાલાજીને ૠભભશ ના પેટ્રોન બનવા બદલ આભાર માન્યો હતો.

આ વેબીનારમાં ભારત સરકારના પશુ-પાલન મંત્રી પુરુષોતમ રૂપાલાજી એ વિશ્વ દૂધ દિવસ પર ૠઈઈઈં અને તેના મિશનની પ્રશંસા કરી હતી, ૠઈઈઈં વેબિનારને સંબોધતા, તેમણે કહ્યું કે અમે પ્લાસ્ટિક ઉદ્યોગ, કાંસ્ય ઉદ્યોગના લોકોના સંગઠનો,

સંઘોને મળતા રહીએ છીએ, પણ ૠઈઈઈં એ પ્રથમ વખત સાબિત કર્યું છે કે ગાય આધારિત ઉત્પાદનો પર સંગઠિત ઉદ્યોગ પણ શક્ય છે.

ઈંઈઅછ – ઈઈંછઈના ડાયરેક્ટર ડો. અભિજિત મિત્રા એ ઉચ્ચ નફાકારકતા માટે પશુઓના સુધારણા માટે ઈઈંછઈના કાર્યો, સિદ્ધિઓ અને સંશોધનના તારણો વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે આપણે વિશ્વમાં દૂધ ઉત્પાદનમાં નંબર 01 છીએ. તેમણે કહ્યું કે તે માત્ર પશુઓની સંખ્યાને કારણે જ નહીં પરંતુ ટેકનોલોજી સંચાલિત પણ છે. દેશી ગાયોની દૂધ આપવાની ક્ષમતા વધી રહી છે, વિશ્વના કુલ દૂધ ઉત્પાદનમાં ભારતનો ફાળો ર1% છે. તેમણે નાની સંખ્યામાં ગાયો રાખનારા પશુપાલકોની સાથે મોટી સંખ્યામાં નાના અને સીમાંત ખેડૂતો માટે નીતિઓની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.

ગઉઉઇના ખ.ઉ. ડો.આર.એસ.સોઢીએ ડેરી સેકટર દ્વારા આત્મનિર્ભરતા વિષે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે ભારતના ડેરી સેક્ટરમાં સપ્લાય ચેઇનની કાર્યક્ષમતા વિશ્વમાં શ્રેષ્ઠ છે.

ઈંઈછઅ. ગઇઅૠછના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ વૈજ્ઞાનિક ડોડી.કે. સદાનાએ અર મિલ્ક પરના તેમના સંશોધન અને તારણો અને તે કેવી રીતે શ્રેષ્ઠ છે તેના વિષે માહિતી આપી હતી.

ગુજરાત આયુર્વેદિક સંસ્થાના પૂર્વ આચાર્ય હિતેશ જાનીએ દેશી ગાયના ઔષધીય મૂલ્યો વિશે વાત કરી હતી.

આ વેબિનારનું સંચાલન અમિતભાઈ ભટ્ટનાગર દ્વારા કરવામાં આવ્યું હતુ. આ વેબીનારમાં પુરીશકુમાર દ્વારા સુરભિ મંત્ર અને દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરી. ડો. ગીતાંજલીએ કાર્યક્રમની સફળતામાટે સૌ વકતાઓનો આભાર માન્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.