Abtak Media Google News

ઇંડિયન બેંક દ્વારા તા.08/07/200ર થી તા. 07/08/ર0રર સુધી ભારતભરમાં સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગના વિકાસ હેતુ એક વિશેષ લોન અભિયાન ચલાવેલ છે.

Whatsapp Image 2022 07 29 At 4.25.39 Pm

આ અભિયાન અંતર્ગત તા.ર9/07/ર0રર એ મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોમાં એમ.એસ.એમ.ઇ. ઉદ્યોગ હેત એક વિશેષ કાર્યક્રમ “એમએસએમઇ ઉદ્યોગ વિકાસ” આયોજન કર્યું છે. જેની અધ્યક્ષતા બેંકના ઇ.ડી. અશ્વિનીકુમારએ વર્ચ્યુલ રૂપથી કરી અને એફ.જી.એમ. મુંબઇ  એસ.એસ. રાય અને અમદાવાદ ઝેડ.એમ. આર.કે. દાસ હાજર હતા. આ કાર્યક્રમમાં એફ.જી.એમ. મુંબઇ નીચે આવતાં મુંબઇ(દક્ષિણ), મુંબઇ(પશ્ચિમ), પૂના, નાગપુર, રાજકોટ તથા સુરતના ઝેડ.એમ.ઓ તથા મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્ય સ્થિત બેંકોના પ્રતિષ્ઠિત એમ.એસ.એમ.ઇ. ગ્રાહકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમ અંતર્ગત અંદાજે રૂા.1000 કરોડની એમ.એસ.એમ.ઇ. લોન એકત્રિકરણ કરવામાં આવી, જેમાં રૂા. 450 કરોડની લોનની મંજુરી કરવામાં આવી. કાર્યક્રમ અંતર્ગત એફ.જી.એમ, મુંબઇના ડી.જી.એમ. રાજેશ મુંદ્રાજી એ.ઇડી. અશ્વિનીકુમાર એફ.જી.એમ. એસ.એસ.પી. રાય અને બેંકનાં ગ્રાહકોનો આભાર વ્યકત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.