Abtak Media Google News

ભાગ લેવા ઈચ્છતા સ્પર્ધકો માટે  9 સપ્ટેમ્બર  સુધી અરજી કરવાની રહેશે

સરકારના રમત – ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓનો વિભાગ તથા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીના નેજા હેઠળ રાજકોટ ખાતે શહેરી કક્ષાના યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આશરે 33 જેટલી વિવિધ સ્પર્ધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યુવા ઉત્સવમાં યોજાનારી સ્પર્ધાઓ કુલ 3 વિભાગમાં યોજાશે. જેમાં 15 થી 29 વર્ષના સ્પર્ધકો ભાગ લઈ શકશે.

આ યુવા ઉત્સવમાં  અ વિભાગ -15 થી 20 વર્ષ સુધીના બાળકો,   બ વિભાગ  – 20 થી 29 વર્ષ સુધીના યુવકો   ખુલ્લો વિભાગ – 15 થી 29 વર્ષ સુધીની ઉંમર તા.31-12-2022ની સ્થતિને ધ્યાનમાં લઈને પાત્ર ધરાવતા રાજકોટ શહેરના યુવાઓ ભાગ લઇ શકશે.

આ ઉત્સવમાં ઓફલાઈન સ્પર્ધાઓ જેવી કે    વકૃત્વ , નિબંધ , પાદપૂર્તિ ,ગઝલ, શાયરી, લેખન , કાવ્ય લેખન , દોહા, છંદ, ચોપઈ , લોકવાર્તા , સર્જનાત્મક કામગીરી, ચિત્રકલા , લગ્નગીત  , હળવુ કંઠ્ય સંગીત , લોકવાદ્ય સંગીત, ભજન , સમૂહગીત , એક પાત્રીય અભિનયની કૃતિઓ રજૂ કરવાની રહેશે. જયારે   લોકનૃત્ય , લોકગીત , એકાંકી ( હિન્દી/અંગ્રજી ) ,શાસ્ત્રીય કંઠ્ય સંગીત , કર્ણાટકી સંગીત,.સિતાર , વાંસળી, તબલા , વીણા , મૃદંગમ , હાર્મોનીયમ (હળવું) , ગીટાર , શાસ્ત્રીય નૃત્ય ભરત નાટયમ, મણીપુરી, ઓડીસી, કથ્થક, કુચીપુડી , શીઘ્ર વકૃતત્વ ( હિન્દી/ અંગ્રેજી ) જેવી કૃતિઓની  વીડિયો ક્લીપ સી.ડી અથવા ડી.વી.ડી તૈયાર કરી ઓનલાઈન મોકલવાની રહેશે.

સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા રાજકોટ શહેરના યુવા સ્પર્ધકોએ નિયત નમૂનાનું અરજી ફોર્મ મેળવી આધારકાર્ડની નકલ સાથે જિલ્લા રમત- ગમત અધિકારીશ્રીની કચેરી, 7/2 બહુમાળી ભવન, રેસર્કોષ રોડ, રાજકોટ ખાતે તા. 9 સપ્ટેમ્બર, બપોરે 12.00 કલાક સુધીમાં જમા કરાવી આપવાનું રહેશે. વધુ વિગતો માટે 0281-2442362 નંબર પર સંપર્ક કરવાનો રહેશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી એચ.વી દિહોરાની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.