Abtak Media Google News

સમાજના જરૂરીયાતમંદ લોકોની સહાય અને એકતા વધારવાનો ઉદેશ

શ્રીમાળી સોની સમાજ સારાંશ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરના રેસકોર્સ મેદાન ખાતે બાય બાય નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના પરીવારજનોની એકતા જળવાઈ સાથે સમાજના જરૂરીયાતમંદ લોકોને સહાય મળે તેવા હેતુથી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

શ્રીમાળી સોની સમાજ સારાંશ દ્વારા સમાજના જરૂરીયાતમંદ લોકોને છેલ્લા સાત વર્ષથી સહાય પુરી પાડવામાં આવે છે. બાય-બાય નવરાત્રી રાસોત્સવના આયોજન દરમિયાન જે કાંઈ રકમ એકઠી કરવામાં આવશે તેનો પણ ઉપયોગ સેવાઓમાં જ કરવાનો હેતુ વ્યકત કર્યો હતો. રાસોત્સવમાં સમાજના પરીવારજનો, બાળકો અને યુવાનોએ ટ્રેડિશનલ પહેરવેશ સાથે ગરબાના તાલે ધુમ મચાવી હતી અને વિજેતાઓને સમાજના સભ્યો દ્વારા ઈનામ વિતરણ પણ કરવામાં આવ્યા હતા.

અબતક સાથેની વાતચીત દરમિયાન શ્રીમાળી સોની સમાજ ટ્રસ્ટના મંત્રી દિલીપભાઈ આડેસરાએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી અમે બાય-બાય નવરાત્રીનું આયોજન કરીએ છીએ. જેમાં પરીવારના જરૂરીયાતમંદ લોકોને અમે દર મહિને અનાજની સહાય કરીએ છીએ. આયોજનમાં જે કાઈ કમાણી છે તે જરૂરીયાતમંદ લોકો માટે ખર્ચવામાં આવે છે સાથે સમાજની એકતા માટે પણ રાસોત્સવનું આયોજન કરવામાં આવે છે સાથે સમાજના વિધવા બહેનો માટે પણ રોકડ સહાય કરવામાં આવે છે.

અબતક સાથેની વાતચીતમાં પ્રમુખ વિનુભાઈએ જણાવ્યું હતું કે, બાય બાય નવરાત્રીનું ટ્રસ્ટ દ્વારા આ બીજુ વર્ષ ઉજવવામાં આવે છે. જેમાં ખેલૈયાઓનો ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાસોત્સવના કાર્યક્રમ સાથે ખેલૈયાઓ માટે નાસ્તો નિ:શુલ્ક છે સાથે ૧૫૦ જેટલા ઈનામો રાખવામાં આવ્યા છે. ખેલૈયાઓ મન મુકીને ગરબાના તાલે ઝુમી રહ્યા છે અને સતત ટ્રસ્ટ દ્વારા આવું આયોજન થતું રહે તેવી પણ સમાજના પરીવારજનોની માંગણી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.