Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી , સીસીડીસી મારફત રાજ્ય સરકાર અને ભારત સરકારમાં સરકારી નોકરીઓ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની પરિણામલક્ષી તાલીમ રેગ્યુલર સ્વરૂપે વિષય નિષ્ણાંતો મારફત આપાવામાં આવે છે અને તેમાં તાલીમ મેળવી અનેક તેજસ્વી છાત્રોએ સરકારી નોકરી પ્રાપ્ત કરેલ છે . ગુજરાત રાજ્યની યુનિવર્સિટીઓમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું સીસીડીસી સેન્ટર સરકારી નોકરીઓ મેળવવા માંગતા છાત્રો માટે આશીર્વાદરૂપ વિધાર્થીલક્ષી સેન્ટર તરીકે નામાંકિત છે. તાજેતરમાં જી.પી.એસ.સી.ના કેલેન્ડર મુજબ જી.પી.એસ.સી. કલાસ 1 અને 2 ની પરીક્ષા યોજાનાર છે અને કલાસ  1 અને 2 ના વર્ગની પરીક્ષાઓમાં સફ્ળતા મેળવવા આગોતરુ આયોજન અને સ્માર્ટ હાર્ડ વર્ક જરૂરી હોય સીસીડીસી મારફત આગોતરો આયોજન માટે તાલીમવર્ગ તા . 11-07-2022 થી શરૂ કરવામાં આવનાર છે.

આ તાલીમ વર્ગમાં જી.પી.એસ.સી. વર્ગ 1-2 ની વિવિધ જગ્યાઓ માટેના અભ્યાસક્રમ જનરલ સ્ટડીઝના પ્રિલીમ્સનાં સિલેક્ટેડ વિષયો જેવા કે , ભારતનું બંધારણ , ભારતનો ઈતિહાસ અને ભૂગોળ , અર્થશાસ્ત્ર , મેથ્સ અને રીઝનીંગ , સાંસ્કૃતિક વારસો વગેરેની સઘન તાલીમ આપવામાં આવનાર છે . ઉપરોક્ત તાલીમ વર્ગમાં જોડવા ઈચ્છતા ઉમેદવારો તા.8-7 સુધીમાં ગ્રાઉન્ડ ફ્લોર , સી.સી.ડી.સી. બિલ્ડીંગ , સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પાછળ , સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે તેમનું રજિસ્ટ્રેશન ફોર્મ ટોકન શુલ્ક સાથે બે પાસપોર્ટ સાઈઝના ફોટા , ગ્રેજ્યુએશન માર્કશીટ , આઈ.ડી. પ્રૂફ અને લીવીંગ સર્ટીફિકેટ સાથે લાવવાનું રહેશે . રજિસ્ટ્રેશન ફોર્મ ભરી કેમ્પસ પરની બેંકના વર્કીંગ દિવસોમાં જ રજિસ્ટ્રેશન ફી ભરી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.