રાજયના સાંસ્કૃતિક વિભાગ દ્વારા સોમનાથ જિલ્લામાં સંગીતની વિવિધ સ્પર્ધાઓનું આયોજન

ગુજરાતના યુવાધનને યોગ  શારીરિક સશકત બનાવવાના હેતુથી વર્તમાન મોબાઇલ ટેકનોલોજીના વપરાશ સાથેના અભિગમથી  મોબાઇલ ટુ સ્પોર્ટ્સ ના અભિયાનની નવતર પહેલ કરી છે. હાલના કોરોના (કોવીડ-૧૯)ની મહામારીના વિષય સંજોગોમાં ફેસબુક, વ્હોટસ એપ, ઇન્સટાગ્રામ તથા વિડીયો ગેઇમ્સ જેવી પ્રવૃતિઓમાં અત્યંત કિમતી સમય વેડફતા યુવાધનની હકારાત્મક રીતે ક્રિયાશીલ કરવા રમત ગમતની પ્રવૃતિઓ તરફ આકર્ષિત કરવા એ સમયની તાતી જરૂરીયાત છે. યુવાધનનો શારીરિક અને માનસિક વિકાસ ઉત્તમ રીતે થાય તે હેતુથી સરકારશ્રીએ વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન મોબાઇલ ટુ સ્પોર્ટ્સ ની નવી યોજના મંજુર કરેલ છે. આ યોજનાને  મોબાઇલ ટુ સ્પોર્ટ્સ ફેસબુક પેજ, યુ-ટ્યુબ ચેનલ, રેડિયો ક્વીઝ, ચિત્રસ્પર્ધા, ટેલીવિઝન તેમજ સોશિયલ મીડીયા સબંધિત માધ્યમો દ્વારા ખ્યાતનામ ખેલાડીઓની વિગતો ઓડીયો/ વિડીયો કલીપ રજુ કરી યુવાનોને રમત ગમતની પ્રવૃતિઓ માટે પ્રેરણાસહ આકર્ષિત કરવામાં આવશે.

આ હેતુને સુચારૂ પાર પાડવા રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકની કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ની  કચેરી  ગાંધીનગર તથા જિલ્લા રમતગમતની કચેરી ગીર સોમનાથના સંયુકત ઉપક્રમે (ગાયન(સુગમ સંગીત, લગ્નગીત,શાસ્ત્રીય કંઠ્ય સંગીત(હિન્દુસ્તાની),લોકગીત/ભજન સ્પર્ધા નું આયોજન કરેલ છે. જેમાં જુદા જુદા વયજૂથ પ્રમાણે કલાકારો ભાગ લઇ શકશે. જેમાં ૬ વર્ષ થી ૧૪ વર્ષ સુધીના, ૧૫ વર્ષ થી ૨૦ વર્ષ સુધીના, ૨૧ વર્ષ થી ૫૯ વર્ષ સુધીના તેમજ ૬૦ વર્ષ થી ઉપરના ઓપન વયજૂથમાં ભાગ લઇ શકશે. આ તૈયાર કરેલ  વિડીયો ક્લીપમાં સ્પર્ધકે પોતાનુ નામ, સરનામુ, મોબાઇલ નંબર, શાળાનું નામ વગેરે જેવી બાબતોનો ઉલ્લેખ કરવાનો રહેશે. આ વિડીયો ક્લીપની સાથે સ્પર્ધકે ઉમરના પુરાવા તરીકે આધાર કાર્ડ / જન્મ તારીખનો દાખલો અને બેંક ખાતાના પ્રથમ પાનાની ઝેરોક્ષ અચુક જોડવાની રહેશે.

જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ વિજેતા કલાકારને રૂ.૧૦૦૦/-,દ્વિતીય વિજેતાને રૂ.૭૫૦/- તેમજ તૃતીય વિજેતાને રૂ.૫૦૦/- ઇનામ આપવામાં આવશે.

રાજયકક્ષાની ગાયન સ્પર્ધામાંથી ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે. તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂ. ૨૫૦૦૦/- દ્વિતીય વિજેતા ને રૂ.૧૫૦૦૦/-, તૃતીય વિજેતાને રૂ. ૧૦૦૦૦/- એમ ત્રણ ઇનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓને રૂ. પ૦૦૦/-  (પ્રત્યેકને) મુજબ આશ્વાસન ઇનામો આપવામાં આવશે. જિલ્લાકક્ષાની સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકે વિડીયો કલીપ તૈયાર કરી તા. ૧૮/૧૨/૨૦૨૦ બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી, જિલ્લા રમત ગમત કચેરી, જિલ્લા સેવા સદન, રૂમ નં- ૩૧૩/૩૧૪, બીજો માળ મુ.ઇણાજ તા.વેરાવળ ખાતે પહોચતી કરવાની રહેશે. સ્પર્ધા અંગેના તમામ નિયમો કચેરીના બ્લોગ એડ્રેસ youthofficergirs omnath.blogspot.com પરથી અને કચેરી પરથી તેમજ  મોબાઈલ ટૂ સ્પોર્ટ્સ યોજના   અંતર્ગત ફેસબુક પેજ https://www.facebook.com/mobile2sports  તેમજ યુ ટ્યુબ ચેનલની લીંક http://www.youtube. co m/channel/UCzsjROvtHp N4rKensUaz-g પરથી મળી શકશે.