- દર્શન રાવલે તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા
- સિંગરના ગુપ્ત રીતે ઇન્ટીમેટ વેડિંગ હતા
- કપલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક સંયુક્ત પોસ્ટ શેયર કરીને લગ્નના ફોટા શેર કર્યા
પોપ્યુલર સિંગર દર્શન રાવલે તાજેતરમાં જ તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા છે. સિંગરના ગુપ્ત રીતે ઇન્ટીમેટ વેડિંગ હતા, જેમાં કેટલાક નજીકના સંબંધીઓ અને મિત્રોએ હાજરી આપી હતી. સિંગરે લગ્નની પોસ્ટ દ્વારા લગ્નની જાહેરાત કરી છે.
બોલીવુડનો ફેમસ સિંગર છે દર્શન રાવલ
દર્શન રાવલનો જન્મ 18 ઓક્ટોબર, 1994ના રોજ ગુજરાતના અમદાવાદમાં થયો હતો. દર્શન રાવલે સ્ટાર પ્લસના રિયાલિટી શો ઈન્ડિયાઝ રો સ્ટારમાં ભાગ લીધો હતો. દર્શન રાવલે ‘મેરી પહેલી મોહબ્બત’, ‘ગુલાબી આંખેં’, ‘બેખુદી’, ‘તુમસે હી’, ‘જીના જીના’ જેવા ગીતો ગાયા છે. દર્શન રાવલે ‘રાની ઔર રોકી કી પ્રેમ કહાની’ અને ‘ધ ગ્રેટ ઇન્ડિયન ફેમિલી’ જેવી ફિલ્મો માટે ગીતો ગાયા છે.
દર્શન રાવલ બોલીવુડના સૌથી પોપ્યુલર સિંગર્સમાંથી એક છે, જેણે ઘણી ફિલ્મોમાં પોતાનો અવાજ આપ્યો છે. તેના કેટલાક ફેમસ ગીતોમાં ‘પ્રેમ રતન ધન પાયો’ નું ‘જબ તુમ ચાહો’, ‘તેરા સુરૂર’ નું ‘મૈં વો ચાંદ’, ‘સનમ તેરી કસમ’ નું ‘ખીચ મેરી ફોટો’, ‘લવયાત્રી’ નું ‘છોગડા’, ‘દિલ વીવર’નો સમાવેશ થાય છે.
દર્શન રાવલ-ધરલ સુરેલિયાનો લગ્ન લુક
View this post on Instagram
ધરલ સુરેલીયાએ લાલ રંગનો લહેંગા પહેર્યો હતો, જેમાં ભરતકામ કરવામાં આવ્યું હતું. તેણે બ્રાઇડલ જ્વેલરી, હળવો મેકઅપ અને બાંધેલા વાળથી પોતાનો લુક તૈયાર કર્યો. તેણે બે દુપટ્ટા પહેર્યા હતા, જેમાંથી એક તેના માથા પર અને બીજો તેના ખભા પર હતો. જ્યારે દર્શન આઇવરી-ટોન્ડ ચિકનકારી શેરવાનીમાં ખૂબ જ સુંદર દેખાતો હતો, જેને તેણે મેચિંગ પેન્ટ અને દોશાલા સાથે પહેર્યો હતો.
દર્શન રાવલની પત્ની કોણ છે
ધરલ સુરેલિયા એક આર્કિટેક્ટ અને ડિઝાઇનર છે. તેમણે બેબસન કોલેજમાંથી ગ્રેજ્યુએશન ડિગ્રી પૂર્ણ કરી અને એન્ટરપ્રેન્યોરશિપમાં એમ.એસસી.ની ડિગ્રી પણ મેળવી. દર્શન રાવલની પત્નીના લિંક્ડઇન મુજબ, તે બટર કોન્સેપ્ટ્સના સ્થાપક છે જે એક ડિઝાઇન ફર્મ છે.
સોશિયલ મીડિયા રીએક્શન
દર્શનના લગ્નના ફોટા પર સેલેબ્સ અને ચાહકો તેને અભિનંદન આપી રહ્યા છે અને કેટલીક મહિલા ચાહકો ચોંકી ગઈ છે. કોઈ ટીમ છન્ના મેરેયા કે ટીમ સજના કહી રહ્યું છે. કોઈએ લખ્યું તમારા લગ્ન માટે અભિનંદન, પણ મારા આંસુ રોકાતા નથી. એકે લખ્યું કે, આજે મારું દિલ તૂટી ગયું છે.