Abtak Media Google News

જુદા-જુદા કેસમાં ઝડપાયેલી 37,528 બોટલ દારૂના જથ્થાનો કર્યો નાસ

 

અબતક, સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર

મૂળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ કેસમાં વિદેશી દારૂ તેમજ બિયર સહિતનો 1.33 કરોડનો મુદામાલ ઝડપાયો હતો. આ દારૂ શુક્રવારે ખાટડીની સીમમા અધિકારીઓની હાજરીમાં નાશ કરાયો હતો. જેથી વિસ્તારમાં દારની રેલમછેલ થવા પામી હતી.

મૂળી તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી દેશી તેમજ વિદેશી દારૂનું પ્રમાણ ખુબજ વધી રહ્યુ છે. મૂળી પોલીસ મથકમાં ભારે માત્રામાં વિદેશીદારૂ ખડકાઇ જતા અન્ય મુદામાલ મુકવો ખુબજ મુશ્કેલી ભર્યુ હતુ અને પોલીસ સ્ટેશનમાં મુદામાલ મુકવાની જગ્યા ન હતી. આથી દારૂનો નિકાલ થાય તે માટે પોલીસ મથક દ્વારા વિવિધ વિભાગોની મંજુરી મેળવ્યા બાદ છેલ્લા કેટલાક સમયમાં કેસોમાં ઝડપાયે અલગ અલગ બ્રાન્ડ નો વિદેશી દારૂ તેમજ બિયર સહિત 37,528 બોટલ એમ કુલ રૂ.1.33 કરોડનો દારૂ વાહનોમાં ભરી ડીવાયએસપી એચ.પી.દોશી પ્રાંતઅધિકારી અલ્પેશ ચૌધરીભાઇ, પી.એસ.આઇ એસ.એસ.વરૂ સહિતના સ્ટાફ સાથે રાખી દારૂ પર બુલડોઝર ફેરવી દેવાયુ હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.