Abtak Media Google News

છેલ્લા ચાર દિવસ સતત નવા કેસ દોઢ લાખને પાર: 24 કલાકમાં રેકોર્ડબ્રેક નવા 1.84 લાખ દર્દીઓ કોરોનાગ્રસ્ત 

કોરોના વાયરસના કારણે વિશ્વભરમાં છવાયેલી મહામારીએ હાહામાર મચાવી દીધો છે. મોટી મોટી હસ્તીઓથી માંડી નાનામાં નાના માણસના મુખે કોરોનાકેસ, દર્દીઓ, કોરોનાના ડર અંગે જ ચર્ચા સાંભળવા મળી રહી છે. કોરોનાના અજગરી ભરડાએ વિશ્વઆખાને હતપ્રત કરી દીધું છે. જેમાં ભારત ફરી બીજા નંબરે આવી જતા સરકારની ચિંતા અનેકગણી વધારી દીધી છે. તો લોકોના જીવને પણ મોટુ જોખમ ઉભુ થયું છે. દેશમાં કોરોનાની બીજી લહેર અતિઘાતકી સાબિત થઈ રહી છે. માત્ર દસ દિવસમાં કેસ બે ગણા થઈ ફરી બે લાખને નજીક પહોચ્યા છે. છેલ્લા ચાર દિવસમાં સતત દરરોજ દોઢ લાખ કેસ નોંધાયા છે. અને ગત 24 કલાકમા રેકોર્ડબ્રેક 1.84 લાખ નવા કેસ નોંધાયા છે જે ખતરાની ઘંટડી સમાન છે. કોરોના વધતો જઈ રહ્યો છે. કેસમાં ઉછાળો થઈ રહ્યો છે. પરંતુ આનાથી ગભરાવવાની જરૂર નથી. જરૂર છે. તો માત્ર કાળજી લેવાની, નિયમોનું પાલન કરવાની વાયરસના અજગરી ભરડાથી બચવું હોય, તો કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ હાલની સ્થિતિ પ્રમાણે ‘આપણુ ધ્યાન આપણે જ રાખવું પડશે’ક આપણી સુરક્ષા આપણા કુંટુંબ માટે આવશ્યક છે. આથી ગાઈડલાઈનનો અમલ કરી સૌ કોઈએ ભેગા મળી મહામારીને મારવાનો પ્રયાસ કરવો જોઈએ.

ભારતમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે. જયાં કોરોના એક પછી એક રેકોર્ડ તોડી રોજ નવી ઉંચાઈએ પહોચી રહ્યો છે. જોકે, ગત બે દિવસમાં આંશિક ઘટાડો નોંધાયો છે. મંગળવારે 60212 નવા કેસ નોંધાયા હતા જયારે ગઈકાલે છેલ્લા 24 કલાકમાં 58952 કેસ નોંધાયા છે. છેલ્લા ઘણા સમય પછી આ નનજીવો એવો ઘટાડો નોંધાયો છે.આંકડો નાનો છે પણ ઘટાડો થયો એ મહત્વની વાત છે. મહારાષ્ટ્ર પછી દેશમાં વધતા જતા કેસમાં બીજા નંબરે ઉતરપ્રદેશ છે. ત્યારબાદ કર્ણાટક, મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પશ્ર્ચિમ બંગાળ અને બિહાર છે.

 

કોરોનાના અજગરી ભરડામાં ટોચના પાંચ દેશો
અમેરિકા 32,070,784
ભારત 13,837,825
બ્રાઝિલ 13,601,566
ફ્રાંસ 5,106,329
રશિયા 4,657,883

છેલ્લા 10 દિવસમાં દેશમાં કેસ સતત એક લાખથી વધુ નોંધાઈ રહ્યા છે. જેના પરિણામ સ્વરૂપ હાલ નવા એકપણ કેસ બે લાખને નજીક પહોચી ચૂકયા છે. વિશ્વમાં અમેરિકા એક જ એવો દેશ છે કે જયાં એક દિવસમાં બે લાખથી વધુ કેસ નોંધાયા હોય અને આ સ્થાન લેવા જાણે ભારત અગ્રેસર થઈરહ્યું હોય તેમ ભયાવહ સ્થિતિ ઉભી થઈ છે. ગત વર્ષે 30 ઓકટોબરના રોજ અમેરિકામાં 1 લાખ અને 20 નવેમ્બરના રોજ 2 લાખ નવા કેસ સામે આવ્યા હતા અને ગત 8મી જાન્યુઆરીના રોજ વિશ્ર્વમાં એક દિવસમાં સૌથી વધુ 3,09,035 કેસની ઉંચાઈ હાંસલ કરી હતી. જો ભારતમાં આવી સ્થિતિ ઉભી થશે તો પરિસ્થિતિ વધુ ભયાનક બનશે. આથી લોકોએ સજાગ થઈ સાવચેતી લેવી અતિજરૂરી બની છે.

કેસ વધારામાં ભારત શા માટે ફરી વિશ્વમાં બીજા નંબરે ??

કુલ 86% મૃત્યુદર
10 રાજયોમાં
મહારાષ્ટ્ર 281
છતીસગઢ 156
યુપી 85
દિલ્હી 81
કર્ણાટક 67
ગુજરાત 67
પંજાબ 50
મધ્યપ્રદેશ 40
ઝારખંડ 29
રાજસ્થાન 28

થોડા સમયનાં બ્રેક બાદ ભારતમા ફરી કેસ ખતરનાક ઝડપ સાથે વધી રહ્યા છે. એક દિવસના નવા કેસ બે લાખ નજીક પહોચ્યા છે. કોરોનાની આ બીજી લહેર અતિઘાતકી સાબીત થઈ રહી છે. વકરતી પરિસ્થિતિને કારણે ભારત ફરી એક વાર વિશ્ર્વમાં બીજા ક્રમે પહોચી ગયો છે. પરંતુ આટલી ઝડપથી કેસ શા માટે વધી રહ્યા છે?? ફરી કેમ વાયરસે માથું ઉંચકયું?? લોકડાઉન જેવી બીહામણી સ્થિતિ શા માટે ?? આ માટે ખાસ જવાબદાર પરિબળ માસ્ક ન પહેરવું, સોશ્યલ ડિસ્ટન્સ ન જાળવવું જેવા નિયમ ભંગ છે તો વાયરસનું બદલતુ જતુ સ્વરૂપ પણ મુખ્ય જવાબદાર પાસુ ગણી શકાય કારણ કે કોરોના સમયાંતરે તેનો કલર બદલી જઈ રહ્યું છે. જેની સામે એન્ટી વાયરસની એન્ટી કોવિડની આપણી આ લડાઈ નબળી બની જાય છે. અને વાયરસને વકરવાનો માર્ગ મોકળો આપણે જ કરી દઈએ છીએ. વાયરસને નાથવા ગાઈડલાઈનનું અનિવાર્યપણે પાલન કરી સાવચેતી દાખવવી ખૂબ જરૂરી બન્યું છે. તો બીજી તરફ ભારતમાં વસ્તીની સંખ્યા ખૂબ વ્યાપક હોવાથી સંક્રમણનો ખતરો વધુ વધી જાય છે. અમેરિકામાં 32,070,784 એકિટવકેસ છે. જયારે ભારત ત્યારબાદ 13,873,825 એકટીવ કેસ સાથે વિશ્ર્વમાં બીજા ક્રમે છે. ત્યારબાદ બ્રાઝિલલ, ફ્રાંસ અને રશિયાનો ક્રમ આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.