સાસણ ખાતે આઘ્યાત્મિક ઉન્નતિ માટે યોજાશે ઓશો ઘ્યાન શિબિર

 

યોગા માસ્ટર નીના જોશી સહિતના આપશે માર્ગદર્શન

 

કુદરતને જાણવાની માણવાની સ્વમાં ઉતરવાની પૃથ્વી પરની કોઇ સરળ અને મમતાળી કોઇ જગ્યા હોય તો એ ફકત સાસણ ગીર (જુનાગઢ) છે. સાસણ ગીર (જુનાગઢ) માં સંત, સાવજ, શુરવીર ને દાતારોને જન્મ આપ્યા છે. અખૂટ છે. સાસણ ગીર બંધુ તમને મળી જાય ને તો તે છે સાસણી ગીર ખાતે ત્રણ દિવસીય ઓશો શિબિર તા. 6-1 થી 9-1 આ શિબિર ઓશોની સાથે રહેલા સ્વામી સમર્પણ ભારતી દ્વારા લેવામાં આવશે.

આપણા ઉર્જા ચક્રો જેટલા વધુ સક્રિય હોય છે. તેટલા વધુ ઉજાસભર અને સકારાત્મક વિચારો ઉપલબ્ધ થાય છે અને આપણી સર્જનાત્મકતા તથા આઘ્યાત્મિક સ્તરનો વિકાસ થાય છે. તેનાથી વિપરીત જો આપણા ઉર્જા કેન્દ્રો નકારાત્મક હોય તો વ્યકિતને શારીરીક અને માનસિક રીતે બીમાર બનાવી શકે છે. સાસણ ગીર ખાતે સ્વામી સમર્પણ ભારતીજી સાથે ઓશો ચક્ર ઘ્યાન તથા ઘ્વનિ ઘ્યાનમાં ભાગ લો અને ઉર્જા ચક્રને સક્રિય કરો. ચતા. 6-1 ને બપોરે 4 કલાકથી તા. 9-1 બપોરે 4 કલાક સુધી કાર્યક્રમ યોજાશે.

વધુ જાણકારી માટે નીના જોશી (મા પ્રેમ નંદિની) મો. નં. 98245 84422, યિદમ ધર્મ મો. નં. 90677 77504, મનોજ સ્વામી મો.નં. 75750 51810 નો સંપર્ક કરવા જણાવાયું છે.