રાજધાની દિલ્હીમાં આજે ઓસામાણ મીર સુર રેલાવશે

વૃંદાવન મથુરા પછી  દિલ્હીવાસીઓને સ્વર સાધનામાં તરબોળ કરશે ઓસમાણ મીર

ગુજરાતી લોકસંગીત સૂફી સોંગ ગઝલ અને ફિલ્મગીતો ના લોકપ્રિય ગાયક ઓસામાણ મીર દેશની રાજધાની દિલ્હી માં પોતાની સ્વર સાધના રજુ કરશે.

દિલ્હી ના પ્રગતિ મેદાન માં કેન્દ્રના અલ્પસઁખ્યક મંત્રાલય દ્વારા આયોજિત હુન્નર હાટ ખાતે આજે ઓસામાણ મીરનો કાર્યકમ યોજાયો છે કેન્દ્રીય મંત્રી મુક્તાર અબ્બાસ નકવી ના નિમંત્રણથી ઓસામાણ મીર પોતાની કલા સાધના રજૂ કરી દિલ્હીવાસીઓ ને સૂર સંગીતમાં રસતરબોળ કરશે તાજેતરમાં ઉત્તર પ્રદેશના વૃંદાવન મથુરાની તીર્થભૂમિ પર ઓસામાણ મીર એ રજૂ કરેલી સ્વર સાધનાથી ઉત્તર પ્રદેશ ના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગી અને મથુરા ના સાંસદ અને અભિનેત્રી હેમામાલિની પ્રભાવિત થયા હતા અને ઓસમાણ મીરની કલા સાધના ને બિરદાવી હતી