Abtak Media Google News

કાલે વર્લ્ડ ઓસ્ટીયોપોરોસીસ ડે

ઈન્ટરનેશનલ ઓસ્ટીયોપોરોસીસ ફાઉન્ડેશન તથા વર્લ્ડ ઓર્ગેનાઈઝેશનના પક્રમે વિશ્ર્વભરમાં ૨૦મી ઓકટોબરને વર્લ્ડ ઓસ્ટીયોપોરોસીસ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષની વિશેષ થીમ ‘લવ યોર બોન્સ: પ્રોટેકટ યોર ફયુચર’ છે. આ અંગે જાગૃતિ આવે તે માટે વિશ્ર્વભરમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. વોકહાર્ટ હોસ્પિટલના ઓથોપેડીક સર્જન ડો.ધરમ ચંદ્રાણીએ જણાવેલ હતુ કે ઓસ્ટીયોપોરોસીસ એટલે હાડકાનું ક્ષીણ થવું જે વધતી ઉંમરની નીશાની છે. આ રોગ પેઈન લેસ ડીસીઝ હોવાથી તે ગંભીર હદે પહોચે નહી ત્યાં સુધી તેનો ખ્યાલ આવતો નથી. મોટાભાગના કેસમાં ફ્રેકચર થયા પછી તેનો ખ્યાલ આવે છે. આ ફેકચરની ટ્રીટમેન્ટ ખર્ચાળઈ અને તકલીફદાયક હોય છે. એશીયા ખંડમાં છેલ્લા ૧૦ વર્ષમાં આ રોગના દર્દીઓની સંખ્યામાં ૨૦૦% જેટલો વધારો થયો છે. આપણા દેશમાં ઓસ્ટીયોપોરોસીસથી પીડાતા ૧૦ કરોડથી વધારે વ્યંકિતઓ છે. આ પ્રકારની વ્યકિતઓને જરા સરખો પણ ધકકો લાગે, ઠોકર લાગે કે લપસી પડે તો પણ ફેકચર થઈ શકે છે.

આ રોગ વિશેની માહિતી આપતા ડો. ધરમ ચંદ્રાણીએ જણાવેલ હતુ કે આપણા શરીરમાં જન્મથી જ હાડકા હોય છે.અને આ હાડકા નિર્માણ પામવાની પ્રક્રિયા ૩૦-૩૫ વર્ષની ઉંમર સુધી ચાલતી હોય છે. ૩૫-૪૦ વર્ષની ઉંમર પછી હાડકા ઘસાવાની પ્રક્રિયા વધુ વેગવંતી બનતી હોવાને કારણે હાડકા વધુ ક્ષીણ બને છે. અને આ એક એઈજીંગ પ્રોસેસ છે. તેમજ પ્રિવેન્શન ઈઝ ઓલવેઝ બેટર ધેન કયોર એટલે કે રોગને થતો અટકાવવો એ રોગની સારવાર કરતા સરળ અને સસ્તુ છે.

ડો.ધરમ ચંદ્રાણીએ વિશેષમાં જણાવેલ હતુ કે આપણા દેશમાં ઓસ્ટીઓપોરોસીસથી પીડાતા ૧૦ કરોડથી વધારે વ્યકિતઓ છે. હાડકાના વિકાસમાં વિટામીન સી. વિટામીન ડી અને પ્રોટીનનો ફાળો ખૂબજ અગત્યનો છે. વૈશ્ર્વિક ધોરણે જોતા ૨૦૫૦ સુધીમાં હીપ (થાપા)ના ફેકચરમાં પુરૂષોમાં ૩૧% નોઅને સ્ત્રીઓમાં ૨૪% નો વધારો થવાની શકયતા છે. દર ૩ સેક્ધડે એક વ્યકિતને ફેકચર થાય છે. ઓસ્ટીયોપોરોસીસથી બચવા શું કરવુ જોઈએ તે વિશે માહિતી આપતા ડો. ધરમ ચંદ્રાણીએ જણાવેલ હતુ કે યોગ્ય ખોરાક લેવાથી અને કસરતથી હાડકાની તંદુરસ્તી સારી રહે છે. અને ઓસ્ટીયોપોરોસીસવનું જોખમ ઘટે છે. હાડકા મજબુત હોય તો આપણે આખી જીંદગી સારી રીતે અને સ્વતંત્ર રીતે જીવી શકીએ છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.