Abtak Media Google News

મહાનગરપાલિકા આરોગ્ય શાખાના 70 જેટલા કર્મચારીઓ કોરોના પોઝિટીવ: ટેસ્ટિંગ વેક્સિનેશન સહિતની કામગીરી ખોરવાય નહીં તે માટે તંત્ર હરકતમાં

કોરોનાના કેસો દિન-પ્રતિદિન વધી રહ્યા છે. કોરોનાના કેસોનો જાણે વિસ્ફોટ થયો હોય તેવા ઘાટ સર્જાણો છે. રાજકોટ શહેરમાં અને જીલ્લામાં કોરોનાનો આંકડો તેજીથી વધી રહ્યો અને મુત્યું આંક પણ વધી રહ્યો છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા રાત દિન કોરોના ટેસ્ટિંગ વેકસીનેશનની કામગીરી કરતા હોય છે ત્યારે જેમને કોરોના વારિયર્સ તરીકે ગણી શકાય તેવા માનપાના આરોગ્ય શાખાના 70 જેટલા કર્મીઓ કોરોના સંક્રમિત થયા છે ઉપરાંત વિજિલન્સ વિભાગના 6 જેટલા કર્મચારીઓ સહિત અનેક વિભાગના કર્મચારીઓ કોરોના સંકમિત થયા છે. આરોગ્ય શાખાના 70 જેટલા કર્મીઓ કોરોના સંક્રમિત થતા કોરોના  ટેસ્ટીંગ, તથા વેકસીનેશન સહિતની કામગીરી ખોરવાઇ જવાની ભીતિ સર્જાય છે.

આરોગ્ય શાખા 70 કર્મચારીઓ કોરોના પોઝીટીવ આવ્યા છે. ત્યારે રાજકોટના મેયર ડો. પ્રદીપભાઇ ડવએ અબતક સાથે વાત ચીત કરી હતી જેમા તેમણે જણાવ્યુ હતુ કે આરોગ્ય શાખાના કર્મચારીઓ રાત દિવસ કામ કરતા હોઇ છે. પોતાના જીવના જોખમથી રાજકોટ વાસીઓને સ્વસ્થ રાખવા કાર્યરત છે. ત્યારે એક સાથે 70 કર્મચારીઓ પોઝીટીવ આવ્યા છે. જે સ્વભાવિક રીતે હવે ઘરે હોમ આઇસોલેશનમાં રહેશે. પણ બાકીના કર્મચારીઓ ફીલ્કમાં કાર્યરત જ રહેશે, જેથી રાજકોટના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે. સાથે જ નજીકના સમયગાળામાં જ બીજા હેલ્થના કર્મચારીઓના ઇન્ટરવ્યુ પણ કરવામાં આવશે. જેથી ટીમની અછત ન રહે.

હાલ વધતા કોરોના કેસને ધ્યાનમાં લઇ રાજકોટ કોર્પોરેશન દ્વારા ટેસ્ટના બુથ વધરવા, કેમ્પ ગોંઠવવા, લોકો માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સનુ પાલન કરે તેનુ ચુસ્ત રીત ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે. સાથે જ ઘણી સંસ્થાઓ દ્વારા પણ કેમ્પ ગોઠવી મદદરૂપ થઇ રહ્યા છે.

ત્યારે કોર્પોરેશન દ્વારા પણ ઘનવંતરીરથ અને 104ની સુવિધાઓનાં વધારો કરી દેવામાં આવ્યો છે. હાલ 700થી વધુ કર્મચારીઓ કાર્યરત છે. ત્યારે વેકસીનેશન કેમ્પમાં પણ વોર્ડના પ્રભારીઓને પણ જોડવામાં આવ્યા છે. અને કલાસ 2ના અધિકારીઓ પણ કેમ્પમાં જોડાણા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.