Abtak Media Google News

મોબાઈલ અને ઈન્ટરનેટ જેવી ટેક્નોલોજી આજે માનવ માટે એક વરદાન સ્વરૂપ છે. આ વરદાનના અમુક સમયે ગેરફાયદા ઉભા થાય છે. આજે લોકો સમયનો બચાવ કરવા ઓનલાઈન ટ્રાન્જેકશન કરે છે, પણ એ ટ્રાન્જેકશનમાં ઘણા બધા ફ્રોડના કેસ સામે આવે છે. આ બધા ફ્રોડ મોબાઈલ, ઈન્ટરનેટની દુનિયામાં રહેલા હેકરો દ્વારા કરવામાં આવે છે. ત્યારે હેકિંગનો એક નવો કેસ સામે આવીયો છે. જેમાં હેકર કોઈ બીજાના મોબાઈલ પર આવેલા મેસેજને રીડાયરેક્ટ કરી પોતાની સિસ્ટમમાં સામીલ કરીલે છે. આવું કરવા માટે હેકર ટેક્સ્ટ મેસેંજિંગ મેનેજમેન્ટ સર્વિસનો ઉપીયોગ કરે છે. ફ્રોડ કરવા વારા લોકો આવી રીતે તમારા મોબાઇલ માંથી OTP અને લિંકની ચોરી કરે છે.

1190 રૂપિયામાં વેચાય રહીયો છે ડેટા

મધરબોર્ડના રિપોર્ટર જોસેફ કોક્સે આ હુમલો તેના અંગત નંબર પર કર્યો હતો. રિપોર્ટ અનુસાર હેકર સરળતાથી મોબાઈલ નંબર પર આવનારા એસએમએસ અને ડેટાને ઈન્ટરસેપ્ટ કરનારા એસએમએસને સરળતાથી રીડાયરેક્ટ કરી શકે છે. આ હુમલાની સૌથી વિચિત્ર વાત એ છે કે, હેકરો ફક્ત $16 (એટલે ​​કે આશરે 1,190 રૂપિયા) ચૂકવીને આ સર્વિસ સુધી પહોંચવા સક્ષમ છે. આ સામાન્ય સરક છે વેપારીઓ પાસેથી SMS રીડાયરેક્શન સર્વિસ માટે આ ફી લેવામાં આવે છે, તે હેકર્સ માટે નથી. આ અમેરિકાનો મામલો છે જ્યાં આવી હેકિંગ ચાલી રહી છે.

મધરબોર્ડના રિપોર્ટર જોસેફ ફોક્સ આ વાતને સાબિત કરવા પોતાના નંબર પર પ્રયોગ કરીયો હતો. રિપોર્ટના એહવાલ મુજબ, હેકર સરળતાથી મોબાઇલ નંબર પર આવતા OTP, SMS, અને ડેટાને રીડાયરેક્ટની મદદથી ચોરી કરી શકે છે. આ એહવાલમાં વિચિત્ર વાતએ છે કે, હેકર ફક્ત $16 (1,190 રૂપિયા)માં રીડાયરેક્ટની સર્વિસ મેળવી શકે છે. આવી રીતે હેકિંગના કિસ્સા હાલ અમેરિકામાંથી બહાર આવીયા છે.

ભારતમાં પણ SMSમાં OTP આવતા સમય લાગે

ભારતમાં પણ SMSમાં OTP આવતા સમય લાગી રહ્યો છે. આ સમસ્યા ફક્ત બેંકો, ઇ-કોમર્સ અથવા અન્ય કંપનીઓની સેવાનો ઉપયોગ કરતી વખતે જ નહીં, પણ ડેબિટ કાર્ડ ટ્રાંઝેક્શન અને આવી અન્ય સિસ્ટમોનો ઉપયોગ કરતી વખતે પણ થાય છે જેને લોગિન માટે ડબલ ઓથેન્ટિકેશનની જરૂર હોય છે. OTP મેળવવામાં મુશ્કેલી થવાનું વાસ્તવિક કારણ ટ્રાઇ (ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા) દ્વારા જારી કરાયેલ નવી માર્ગદર્શિકા છે. ટ્રાઇએ OTP ફ્રોડને રોકવા માટે નવું એસએમએસ ટેમ્પલેટ જાહેર કર્યું છે, જેની અસર OTP સર્વિસ પર પડે છે. જેના કારણે દેશભરના હજારો ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.