- દોડતું ભાગતું શહેર એટલે “અમદાવાદ”
- દુનિયાના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાંનું “એક” તેમજ ટેક્સટાઇલ ઉદ્યોગ પૂરતું નહીં પરંતુ
- 21 કંપનીઓ સાથે રૂ.17.53 લાખ કરોડ વ્યવસાય કરી દેશનું એક મહત્વપૂર્ણ ઔદ્યોગિક શહેર બન્યું
ગુજરાતના સૌથી મોટા અને દેશમાં મેગાસીટી તરીકે ઉભરેલું અમદાવાદ શહેર આજે ભારતના ધનિક શહેરોમાં નું એક બની ચૂક્યું છે ,ત્યારે આંતરરાષ્ટ્રીય કક્ષાના સુપ્રસિદ્ધ ફોબર્સ મેગેજીને દુનિયાના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાથી એક ગણાવ્યું છે
તેની સ્થાપના સાબરમતી નદીના પૂર્વ કાંઠા પર 1411માં અહમદશાહે કરી હતી આ પ્રદેશમાં માનવોની વસ્તીની નિશાનીઓ આશરે પાંચ હજાર વર્ષ પહેલાંની છે. વટવા, શ્રેયસ્, થલતેજ અને સોલાના ટેકરાઓ પરથી આ પ્રાગૈતિહાસિક કાળનાં અશ્મ-ઓજારો આ સ્થળની પ્રાચીનતા સાબિત કરે છે. અબુ રીહાંએ પણ એક સમૃદ્ધ નગર તરીકે અગિયારમી સદીના પૂર્વાર્ધમાં તેનો ઉલ્લેખ કર્યો છે. જૂના વખતમાં આ નગર આસ્ટોડિયા દરવાજા, રાયપુર, રાયખડ જેવા વિસ્તારમાં ફેલાયેલું હતું અને આજના કાળુપુર-સારંગપુર વિસ્તારમાં તેનાં પરાં હતાં. અગિયારમી સદીના અંતભાગમાં આ આશાવલ પર અણહિલવાડ પાટણના ચૌલુક્ય રાજવીએ વિજય મેળવીને ‘કર્ણાવતી’ના નામે પોતાની લશ્કરી છાવણી વસાવી હતી.કર્ણાવતી નગરી સપ્તર્ષિ ઘાટની કંઈક દક્ષિણે તથા પૂર્વમાં ફેલાયેલી હતી. જેને અહમદાબાદ કે અમદાવાદ નામ આપવામાં આવ્યું. ગુજરાતના સુલતાનોની રાજધાની તરીકે તેનો ઝડપથી વિકાસ થયો. પરંતુ આજે ’ભારતના માન્ચેસ્ટર’ તરીકે ઓળખ પામનાર અમદાવાદ શહેર માત્ર ટેક્સટાઇલ ઉદ્યોગ પૂરતું જ સીમિત નથી રહ્યું. આજે, અમદાવાદ વિવિધ ક્ષેત્રોમાં વિકાસના પંથે આગળ વધી રહ્યું છે.
ભારતના 10 સૌથી ધનિક શહેરોમાં ગુજરાતના પણ એક શહેરનો સમાવેશ થાય છે,ટેક્સટાઇલ ઉદ્યોગે આધુનિક ટેક્નોલોજી અને ડિઝાઇન અપનાવી છે અમદાવાદના ટેક્સટાઇલ માર્કેટ્સ આજે પણ દેશ-વિદેશમાં જાણીતા છે.વિવિધ ક્ષેત્રોમાં ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ, ઓટોમોબાઈલ અને એન્જિનિયરિંગ જેવા ઉદ્યોગોનો વિકાસ થયો છે. અમદાવાદમાં આઇઆઇએમ-એ, એનઆઇડી અને સીઇપીટી જેવી રાષ્ટ્રીય કક્ષાની શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે, વિવિધ ક્ષેત્રોમાં ઉચ્ચ શિક્ષણ અને સંશોધન માટેની સુવિધાઓ ઉપલબ્ધ છે.અમદાવાદ ગુજરાતનું નાણાકીય કેન્દ્ર બની રહ્યું છે, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બેંકો, વીમા કંપનીઓ અને નાણાકીય સંસ્થાઓ આવેલી છે. આધુનિક રસ્તાઓ, બ્રિજ અને મેટ્રો રેલ જેવી પરિવહન સુવિધાઓનો વિકાસ થયો છે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન પણ આવેલા છે. અમદાવાદમાં આઇટી કંપનીઓનો પણ સારો એવો વિકાસ જોવા મળી રહ્યો છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રે પણ ખૂબ વિકાસ થયો છે. અહીં આધુનિક રહેણાંક અને કોમર્શિયલ પ્રોજેક્ટ્સનું નિર્માણ થઈ રહ્યું છે,પરંતુ વિવિધ ક્ષેત્રોમાં વિકાસના પંથે આગળ વધી રહ્યું છે.
હુરુન ઈન્ડિયાના 2024ના અહેવાલ મુજબ મુંબઈ યાદીમાં ટોચ પર છે, જ્યારે બેંગ્લોર અને નવી દિલ્હી ક્રમશ: બીજા અને ત્રીજા સ્થાને છે. અહેવાલમાં શહેરોના ખાનગી કંપનીઓના યોગદાનના આધારે ક્રમ નક્કી કરવામાં આવ્યા,જેમણે ખાનગી કંપનીઓ પાસેથી સૌથી આ યાદીમાં અમદાવાદે દસમું સ્થાન મેળવ્યું છે, જેણે 2024 માં 21 કંપનીઓ સાથે 17.53 લાખ કરોડ રૂપિયાનો વ્યવસાય કર્યો હતો.અમદાવાદ ગુજરાતનું એક મહત્વપૂર્ણ ઔદ્યોગિક શહેર છે, અને અહીં અનેક પ્રકારની કંપનીઓ આવેલી છે. અદાણી ગ્રુપ, ફાર્માસ્યુટિકલ્સ ઝાયડસ કેડિલા ટેક્સટાઇલ બાંધકામ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર,આઇટી કંપનીઓ, અમદાવાદમાં રસાયણો, એન્જિનિયરિંગ, અને અન્ય ક્ષેત્રોમાં પણ અનેક કંપનીઓ આવેલી છે. એ પરથી જ કહેવાયું છે કે,દોડતું ભાગતું શહેર એટલે અમદાવાદ.
જબ કુત્તે પે સસા આયા, તબ અહેમદશાહને શહેર બસાયા
લોકપ્રિય દંતકથા અનુસાર એક વાર બાદશાહ અહમદશાહ શિકારી કૂતરાઓ ને લઇને સાબરમતી ને કિનારે આવ્યા અને એક સસલાને જોઇને શિકારી કૂતરાઓ ને તેની પાછળ દોડાવ્યા તો તેમણે જોયું કે સસલા એ ભાગવાને બદલે કૂતરાઓ ની સામે થયું, સાબરમતી નદીના કાંઠે એક સસલું જોતા કૂતરાનો પીછો કરતા અસામાન્ય દૃશ્ય જોઈને મેં અહેમદ શાહને વિચાર આવ્યો કે સાબરમતી નદી નું પાણી પીને જો સસલા આવા બળવાન બની શકે તો પછી જો અહીં શહેર વસાવવામાં આવે તો તેની પ્રજા કેટલા મજબૂત મનોબળ ધરાવનાર બની શકે ? અમદાવાદ શહેર વસાવવાનું નક્કી કર્યું. અને તેઓને આ દેશના લોકોની હિંમત અને હિંમત વિશે ખાતરી હતો.
અમદાવાદના બે ચેહરા: ભદ્રગઢની રાંગનું જૂનું અને આધુનિક સુવિધા સાથેનું નવું નગર
ભદ્ર ગઢની રાંગ, અમદાવાદ શહેરના હૃદયમાં આવેલો એક ઐતિહાસિક વિસ્તાર છે. તે પ્રાચીન અને આધુનિકતાનું અનોખું મિશ્રણ ધરાવે છે. શહેરમાં આધુનિક વિકાસની સાથે, ભદ્ર ગઢની રાંગે તેના ઐતિહાસિક વારસાને પણ જાળવ્યો છે ઐતિહાસિક અને આધુનિક એમ બંને પાસાંઓ ધરાવે છે. જૂનું અમદાવાદ અને નવું અમદાવાદ, આ શહેરના બે અલગ-અલગ ચહેરાઓ છે.જૂનું અમદાવાદ શહેરનો પૂર્વ ભાગ છે, તે તેની સાંકડી ગલીઓ, પોળો, અને ઐતિહાસિક સ્થાપત્ય માટે જાણીતું છે , જૂના મકાનો, મંદિરો, મસ્જિદો અને અન્ય ઐતિહાસિક સ્થળો જોવા મળશે.માણેકચોક, લાલ દરવાજા, અને રાણીનો હજીરો જેવા પ્રખ્યાત બજારો અહીં આવેલા છે. જૂના અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે. જ્યારે નવું અમદાવાદ શહેરનો પશ્ચિમ ભાગ છે,તે તેના પહોળા રસ્તાઓ, આધુનિક ઇમારતો અને ગ્રીન સ્પેસ માટે જાણીતું છે.અહીં તમને આધુનિક શોપિંગ મોલ્સ, રેસ્ટોરન્ટ્સ, અને મનોરંજનના સ્થળો જોવા મળશે.નવું અમદાવાદ તેના આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ માટે જાણીતું છે. એસ.જી. હાઇવે, સિંધુભવન રોડ જેવા આધુનિક વિસ્તારો આવેલા છે. સાબરમતી રિવરફ્રન્ટ જેવા આધુનિક સ્થળો આવેલા છે. જૂનું અમદાવાદ ઐતિહાસિક અને પરંપરાગત છે, જ્યારે નવું અમદાવાદ આધુનિક અને વિકાસશીલ છે પહોળા રસ્તાઓ અને ખુલ્લી જગ્યાઓ છે આધુનિક શોપિંગ મોલ્સ છે.
ઓલિમ્પિક 2036ની યજમાની અમદાવાદને આંતરરાષ્ટ્રીય ઓળખ અપાવશે
અમદાવાદ 2036 ઓલિમ્પિક રમતોત્સવનું યજમાન બનવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે શહેર અને રાજ્ય સરકાર દ્વારા અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે.અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (ઔડા) એ ઓલિમ્પિક રમતોના યજમાન માટેની સંભવિત બિડની તૈયારી માટે રમતના સ્થળો અને માળખાગત સુવિધાઓનું મૂલ્યાંકન કરવા સલાહકારોની એક દરખાસ્તને આમંત્રણ આપ્યું છે.અમદાવાદને ઓલિમ્પિકની યજમાની મળવાથી શહેર અને દેશને આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી ઓળખ મળશે.
આંતરમાળખાકીય વિકાસ: અમદાવાદ અને ગાંધીનગરમાં રમતો માટે જરૂરી આંતરમાળખાકીય સુવિધાઓનો વિકાસ કરવામાં આવી રહ્યો છે.નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ અને હાલના સ્ટેડિયમોનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. પરિવહન વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે મેટ્રો અને અન્ય માર્ગોનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે.
રમતગમત સુવિધાઓ: વિશ્વ કક્ષાની રમતગમત સુવિધાઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જેવા વિશાળ સ્ટેડિયમો ઉપલબ્ધ છે, જે ઓલિમ્પિક માટે ઉપયોગી થશે. અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવની કલ્પના કરવામાં આવી છે.
સહયોગ અને યોજનાઓ: ગુજરાત સરકાર અને ભારતીય ઓલિમ્પિક સંઘ સાથે મળીને કામ કરી રહ્યા છે. ઓલિમ્પિકની યજમાની માટે જરૂરી તમામ માપદંડોને પૂર્ણ કરવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અમદાવાદની ઉમેદવારીને આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. શહેરની સુરક્ષા અને પર્યાવરણીય બાબતો પર પણ ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
અમદાવાદનું પોળ કલ્ચર દુનિયામાં “વખણાય”
અમદાવાદ તેની ઐતિહાસિક પોળો માટે જાણીતું છે. આ પોળો એક પ્રકારના પરંપરાગત રહેઠાણો છે જે એકબીજા સાથે જોડાયેલા હોય છે અને એક સમુદાય બનાવે છે.આ પોળો માત્ર રહેવાની જગ્યાઓ જ નથી, પરંતુ તે એક સંસ્કૃતિનું પણ પ્રતિબિંબ છે. જેમાં લોકો સાથે મળીને રહે છે, એકબીજાને મદદ કરે છે, અને તહેવારો અને સામાજિક પ્રસંગો સાથે મળીને ઉજવે છે.આ પોળોની સંસ્કૃતિએ અમદાવાદને યુનેસ્કોની યાદીમાં સ્થાન મેળવવામાં મદદ કરી છે. તેના રંગબેરંગી મકાનો અને સાંકડી શેરીઓ માટે જાણીતી છે. તે એક જીવંત અને રંગીન વિસ્તાર છે પોળ તેના સુંદર જૈન મંદિરો માટે જાણીતી છે. તે એક ધાર્મિક અને સાંસ્કૃતિક સ્થળ છે.અમદાવાદની પોળો માત્ર રહેવાની જગ્યાઓ જ નથી, પરંતુ તે એક સંસ્કૃતિનું પણ પ્રતિબિંબ છે.જેમાં લોકો સાથે મળીને રહે છે, એકબીજાને મદદ કરે છે, અને તહેવારો અને સામાજિક પ્રસંગો સાથે મળીને ઉજવે છે. આ પોળોની સંસ્કૃતિએ સાંસ્કૃતિક વારસાનો એક મહત્વપૂર્ણ ભાગ છે.