Abtak Media Google News

દુકાળ ભારે હતો, સમોે પણ વસમોે હતો, પંથ છેટો હતો અને વાટ તરકડાઓનો ભય હતો

છેલ્લાં ત્રણ વર્ષથી કચ્છમાં ભારે દુષ્કાળ પડ્યો હતો … તેમાંય વાગડ પંથક તો ઉજજડ રણ જેવો બની ગયો હતો અને પરિસ્થિતિ એવી ઊભી થઈ ગઈ હતી કે માલ ઢોરને બચાવવાં હોય તો દેશ છોડ્યા વગર છૂટકો નહોતો.

કચ્છ અને વાગડની કાંધી પર આવેલું કાનમેર ગામ ત્રણ વર્ષ પહેલાં જેટલું રળિયામણું હતું તેટલું જ આજ બદસૂરત બની ગયું હતું . ગામને પાદર આવેલું મોટું તળાવ પણ સાવ સુકાઈ ગયું હતું. ગામ ફરતી લહેરતી હરિયાળી આજ ચૂડેલના વાંસા જેવી બની ગઈ હતી . આહીરોનું ગામ હતું . ગાયું ભેંસું ઘણી હતી … આહીર પરિવારોએ આજપર્યંત ઢોરને નભાવી રાખ્યાં હતાં. પરંતુ હવે પરદેશ વેઠ્યા વગર કોઈ ઉપાય દેખાતો નહોતો . આ વરસની આશા ધૂળમાં મળી ગઈ હતી.

આહીર પરિવારોમાં કાનસૂર ભેડા નામનો આહીર મોવડી ને વગવાળો હતો . તેની પાસે સાત વીસું નવચંદરી ભેંસું હતી … અને ગામમાં કોઈ પણ પ્રશ્ન ઊભો થાય ત્યારે કાનસૂર ભેડાને આગળ કરીને ઈ જ રસ્તો ચીંધે તે રસ્તે જવામાં પ્રશ્નનો ઉકેલ આવી જતો.

બધા આહીર માલધારીઓ આજ આરતી ટાણા પછી દેવચોરે ભેગા થવાના હતા . પોઢણ આરતીની ઝાલરી રણકી ગઈ ત્યારે બધા આહીરો ધીરે ધીરે ચોરે ભેગા થવા માંડ્યા . ચોરાના બાવાજીએ એક દીવો પ્રગટાવીને મૂક્યો હતો. એનો પ્રકાશ ઘણો જ હળવો હતો. પણ જેની નજરું ગાઢ અંધારામાં ભેદી શકે છે એવા આહીરોને દીવાની પણ કાંઈ જરૂર જણાતી નહિ.

બધા આહીરો ચોરે ભેગા થઈ ગયા. કાનસૂર ભગત પણ સહુની વચ્ચે બેસી ગયા… થોડી વાર પછી તેમણે જ કહ્યું :  ‘બધા ભાયું આવી ગયા સોને ?’

‘આતા …. વાલબાઈ માએ કહેવરાવ્યું છે કે ભગત જે નક્કી કરે તે પ્રમાણે વરતવું છે. “એક આધેડ આહીરે કહ્યું.

કાનસૂર ભગતે બધા સામે એક વાર જોઈને કહ્યું :  ‘આપણે હવે થાકી ગયા છઈ. આપણા માલને જીવાડ્યા વગર છૂટકો નથી … કારણ કે માલ ઈ જ આપણો પરાણ છે ને આપણી મો’બત છે . ભગવાને પણ ઓણ સામું જોયું નંઈ … આપણાં કોક પાપ જાગ્યાં હશે … નઈતર મારો નાથ આવો નમેરો નોં બને.

‘સાચું કીધું , આતા … આપણાં કોક અકળ પાપ જ હશે ! હવે તો સીમમાં કે આસપાસમાં ક્યાંય ખડનું તરણું કળાતું નથી . માલને બચાવવા સારું ઘરમાં જે કાંઈ ચીજવસ્તુ હતી તે ખરચાઈ ગઈ છે. હવે તો તમે જ મારગ દેખાડી …’

‘મારંગ કાઢ્યા વગર કોઈ બીજો ઉપાય પણ નથી … મારે પણ મુશ્કેલીનો પાર નથી . નાગમદે જવાન થઈ છે … એકાદ મહિનામાં પંદરમું પૂરું થશે ને સોળમું બેસશે . નાગમદેનાં સાસરિયાં પણ ઉતાવળાં થાય છે પણ માંડવો નાંખવો કેવી રીતે ? આપણા ગામનું ધણ ભયથી કકળતું હોય ને ઢોલ શરણાઈ કયા હૈયે વગાડવાં ? એટલે મેં એમને કેવરાવી દીધું છે કે કાળ ઊતર્યા પછી લગ્ન કરી દઈશ … આમ , મેં મારી ચિંતા તો થોડીક છેટી વાળી છે … હવે રીયું માલ ઢોરનું કામ . આ કામ આપણા જીવતર જેવું છે . સાંભળ્યું છે કે સોરઠમાં વરસાદ થીયો છે તે ગર એવડી મોટી છે કે આખા કચ્છ વાગડનાં ઢોર એમાં સમાઈ જાય … એટલે મને સારો મારગ તો ઈ જ લાગે છે કે બેચાર દિવસમાં આપણે ગીર તરફ માલઢોર લઈને જાવું.’

બધા આયરો આ વાતમાં સંમત થયા … બીજલ બોલ્યો ,  ‘આતા, પણ મેં સાંભળ્યું છે કે જૂનાગઢના રા’માંડલિકની રાજગાદી તરકડાંઓએ લીધી છે.’

‘તે આપણે ક્યાં કોઈની રાજગાદી લેવા જાવું છે ? અને આપણે જૂનાગઢ પણ જાવું નથી. આપણે તો ટૂંકે મારગે આડા ફાટીને નીકળશું ગીરના કંઠાળમાં …!’

‘આતા , આપની વાત તો બરાબર છે . ..પણ મારગમાં તરકડાંનાં ટોળાં મળે ને …’

વચ્ચે જ કાનસૂર ભરત બોલી ઊઠ્યા :  ઈ મળે તો શું થીયું ? આપણાં બાવડાં કાંઈ બામણ વાણિયાનાં નથી . અને તમે બધા તો જુવાન

છો … આફત સામે લડવાનો મોકો મળે તંઈ જ જુવાની દીપી નીકળે ! અને આપણે તો વગડાનાં વસનારાં … સાવજનાં ટોળાં સામે ત્રાટકીએ તો પછી તરકડાંનો શો ભો ?’

‘આતા , આપની વાત સાચી છે. તરકડાં સામાં આવશે તો આપણી ડાંગું એની તલવારુંને ધરતી ભેગી કરી દેશે ને કંઈકનાં માથું ફાડી નાખશે … પણ આપણે ઊતરશું કઈ દશે?’

કાનસૂર ભગત વિચારમાં પડી ગયા . ત્યાર પછી તેમણે કહ્યું :

‘જાણે આપણી પાસે માલઢોર બો’ળું છે … સતાવીસુ ભેંસું તો મારે ત્યાં છે … એટલે આપણે એવા ઠેકાણે જાંઈ કે બીજા કોઈને વપત પડે નંઈ ને આપણે દકાળ ઊતરી જાંઈ.’

એક આહીરે કહ્યું :  ‘આતા , તમારી જાણમાં એવું કોઈ થળ છે ? ’

‘હા … એક વાર હું મારા બાપ હારી ગીયો તો …. ગીર કંઠાળામાં સવિયાણું નામનું એક શે’ર છે … ઇ શે’રથી અધગાઉ છેટે સરીધાર નામનો ડુંગ2 છે … પછી તો ઈ વગડો ઠેઠ ગરમાં ભળે છે … એટલે આપણે સવિયાણે જાંઈ તો કોઈ જાતનો વાંધો નંઈ … આપણો માલ સમાઈ જાય..ને સવિયાણામાં આપણું ઘી પણ વેચાઈ જાય . એટલે માલઢોરને ખાણ માટે કે આપણા રોટલા માટે બહુ ફકર નંઈ. ‘કાનસૂર ભેડાએ કહ્યું. આયરોનો ડાયરો આ વાતમાં સંમત થયો અને શનિવારે ભળકડે ગામ છોડીને પ્રયાણ કરવાનો નિર્ણય લેવાઈ ગયો.

શનિવાર આડા ત્રણ દી હતા … એ ત્રણ દીમાં જે કાંઈ જણસ વસ્તુ જોઈએ તે પડખેના શહેરમાંથી લઈ આવવાનું અને દેવકરણ શેઠ પાસેથી વાટખચરી પૂરતી કોરીયું વ્યાજે લેવાનું નક્કી થયું.

રામધૂન કરીને ડાયરો ઊભો થયો અને સહુ પોતાના ઘેર જવા માંડ્યા.

અધરાતનું ટાણું થવા આવ્યું હતું . કાનસૂર ભગતે ડેલીની સાંકળ ખખડાવી . તરત અંદરથી જવાબ આવ્યો :  ‘કુણ ?’

‘ઈ તો હું છું, નાગલ.’

થોડી જ પળો પછી ડેલી ઊઘડી … અંધારી રાતમાં જેમ શુક્રનો

તારો ઝળકે તેમ જેની આંખો તેજ ભરપૂર હતી તે શોળ વરસી 565 પુત્રી નાગમએ સામી ઊભી હતી . બાપને જોતાં જ બોલી બહુ મોટું કર્યું , બાપુ ”  હા માગમ . આ શિનવારે ગર કોર જવાનું સહુએ કોઠી કરી વાળ્યું .  કહી કાસૂર એર દાખલ થયો . નાગમે ડેલીનું કમાડ બંધ કરતાં કરતાં કહ્યું  બાપુ , બહુ સારું થીયું . પર સાચવવા કુશ રેશે ક  તારી સૂઈ રેશે . આમે ય એનાથી લંગડો વેઠાય એમ નથી … પણ તારા વગર આપણું ખડે કોઈ સંભાળે એમ નથી એટલે .  ”  હું તો ભેગી જ આવીશ … તમને એકલા છોડમાં મારો જીવ કેમ ચાલે ? ’ ’  દીકરી , આ શરીર હવે ઓતરાદું કેવાય … આવા શરીરનો સથવારો ક્યાં સુધી ? અને આ દુકાળ ઊતર્યે આવતે વહે તો તારે બાપુનું ઘર છોડવું પડશે …..  બાપુ , આ વાત સંભારશો નંઈ હું તમારી આબરૂ ખાતર કાંઈ બોલતી નથી..બાકી , જેસલ મને ગમતો જ નથી . એનો સ્વભાવ કેટલો વહરો છે ? બહેનું દીકરીયુંની રાડય કેવી સંભળાય છે … આવા ઢોર સાથે પનારો પાડવા કરતાં બાપનું ઘર સાચવવું શું ખોટું ?’

ભગત ઓસરી પર ચડયા . કંઈ બોલ્યા નહિ . નાગમદેના શબ્દો સાંભળીને સમસમી રહ્યા.

ઓસરીમાં ઢાળેલા ખાટલા પર કાનસૂર ભગતનાં મોટાં બેન સૂતાં હતાં … તે જાગી ગયાં હતાં અને નાગમદેના શબ્દો તેમણે સાંભળ્યા હતા . તે બોલ્યાં :  કાનસૂર , નાગમતીની વાત સાવ કાઢી નાખવા જેવી નથી . કાગડાની ડોકે મણિ બાંધવાથી શો લાભ ? ઓલ્યો દુહો તને યાદ આવે છે ? ’

‘કયો બોન ?  ’

‘મવડે માળો ન ઘાલિયે …

લીમડા લે’રે જાય;

જોડ કજોડાં જોડનાં,

ઉરમાં લાગે લાય. ’

‘બોન, તારી વાત સાચી છે … પણ જેસલ જુવાનીમાં પોતાની જાતને જાળવી શકતો નથી … અને ઊગતી જુવાનીનાં ગાંડપણ કાંઈ કાયમ નથી રે’તાં , કાલ સવારે ઠેકાણે આવી જાશે. નાગમ જેવી ડાહી ને ગરવી અસ્ત્રીની છાયા પડશે ને જેસલ ઠેકાણે આવી જશે.’

ફઈબા ખાટલામાં બેઠાં થઈ ગયાં હતાં. તે બોલ્યાં :  ‘કાનપુર આવી આશાયું નો બંધાય, પુતરનાં લખણ તો પારણામાંથી વરતાય અને જુવાનીનું ગાંડપણ તો માનવીને ખોદી નાખે છે. વળી , તને બીજી દેશનો કાંઈ વચાર જ નથી આવતો…’

‘કઈ દશનો , બોન ?’  કાનસૂર બેનની બાજુમાં બેસી ગયો.

‘અરે ભાઈ, તું ભગતનો ભગત જ રીયો … મારા સામે નજર કરી જોને..મારો ઘરવાળો ભગવાનના ઘરનો હતો … પણ પૂરા પાંચ વરસનાં પરણેતર નો રીયાં … ભગવાને એને ઉપાડી લીધો . સાસુ બે ને છો નણદું … મારા માથે ઝાડવાં ઊગવાં બાકી રીયાં’તાં … મારો બાપ કાંડાબળિયો હતો તે મને ઈ સળગતી આગમાંથી લઈ આવ્યો . પિયર હતું તો ઓથ મળ્યો … નાગમનું પિયર ક્યાં સુધી ?

હું તો પાકું પાન છું … ક્યારે ખરી જાઉં એ કેવાય નંઈ અને તું ય સાઠ જેટલે આંબી ગયો છો … દેહનો કાંઈ વિશ્વાસ નંઈ..નાગમને ઓથ ક્યાં મળે ? જો ઘરનું માણહ સારું હોય તો તો દુ:ખનો બોજો ઉપાડવામાં ય આનંદ મળે ! પણ આ તો ફાટલ જુવાન … ગાંડી જુવાની ! નાગમને જન્મારો કાઢવો કેવી રીતે?’

‘બોન … તારા હૈયાની બળતરા હું બરાબર સમજુ છું ને નાગમના મનમાં શું છે ઈ પણ જાણું છું . પણ આપણી ભેડાશાખની આબરૂ ઘણી મોટી છે … ભેડાની કોઈ દીકરીએ બીજું ઘર માંડ્યું નથી ને કોઈનું સગપણ તૂટ્યું નથી. કોઈએ વચનભંગનું પાપ કર્યું નથી . આ કારણે હું કાંઈ કરી શકતો નથી … ફક્ત મારા નાથ પર વશ્વાસ રાખીને બે છું … એમ છતાં વાંઢેથી પાછાં વળશું ત્યારે નાગમના લગનનો વચાર કરી જોશું . જો જેસલ ટાઢો પડી ગીયો હશે તો કાંઈ વાંધો નંઈ આવે.’

‘કાનસૂર, વચન નોં ભાંગવું જોઈં ઈ વાતમાં હું ય માનું છું … પણ    એકની એક દીકરીને જોઈ જાણીને અંધારિયા કૂવામાં ફેંકવી એ બરાબર નો કેવાય . જો તારો દીકરો જીવતો હોત તો હું જરાય વાંધો ન લેત.

પણ આ તો પિયરિયું સાવ ટૂંકું કે’વાય . વળી , કાકા અદાના  ખોરડે  કાંઈ  આશરો નો મળે…. પાંચ પંદર દીની નિરાંત મળે પણ જન્મારોનો ઓથ ક્યાંથી મેળવવો ? બાઈ માણહની જાત સાથે ચારે બાજુ બળતરા હોય છે … એક બાજુ નરવી હોય તો ભગવાનનું નામ લઈને જીવી શકાય છ!’

‘ જોશું … ! ઠાકર જે સુઝાડશે એમ કરીશ તારી વાત માં જ જાળવી રાખીશ.’  કાનસૂર ભગતે કહ્યું.

‘નાગમનાં સાસરિયાં કઈ તરફ વાંઢ જાવાનાં છે ?’

‘ઈ લોકો તો બે દી પહેલાં જ ગર તરફ ઊપડી ગયા. આપણા ગામના બધા આ શિનવારે ઊપડશે… બોન, હું એકલી ઘરમાં રહી શકીશ ને ? ’

‘મને આંઈ શો ભો હતો ? તું ને નાગમ વાંઢે જાજો હું પર સાચવીશ.’  બે’ને કહ્યુ.

ત્યાર પછી સહુ પથારીમાં પડ્યાં.

નાગમ ફઈબાની વાત સાંભળતી એક તરફ ઊભી હતી. પથારીમાં પડ્યા પછી તેના મનમાં થયું … ફઈબાની કેટલી મમતા છે ! મા જીવતી હોત તો પણ તે આટલી મમતા ન રાખત … !

બીજે દિવસે સવારે કાનસૂર જરૂર પૂરતી ચીજવસ્તુ લેવા બાજુના શહેર તરફ ગાડું લઈને વિદાય થયો. ગામના બીજા આહીરો પણ નીકળી પડ્યા.

દી આથમ્યા પછી બધા હટાણું ખરીદીને આવી ગયા, કાનસૂર ભગત પણ આવી ગયા. તેઓ પાંચસો કોરીનું દેણું કરતા આવ્યા હતા અને ઘરવખરીની કેટલીક ચીજો સાથે બે’ન અને દીકરી માટે બબ્બે જોડી કપડાં પણ લેતા આવ્યા હતા.

બધી વસ્તુઓ જોઈને બે’ને પ્રશ્ન કર્યો :  ‘કાનસૂર, આ બધું ઉપાડી લાવ્યો પણ તારા માટે તો આમાં કાંઈ કળાતું નથી…’

‘ મારા પાંહૈ તો બધું છે. બે કેડિયાં, બે ધોતિયાં , બે ચોરણા, એક પાઘડી …. એક કબજો .. પછી મારે શું જોઈ? ’

‘તેં ગણાવ્યાં ઈ તો બધાં જૂનાં છે … એકેય આખું નથી. મેં જ થીગડાં માર્યાં છે … ભાઈ, ઠેઠ ગર્યમાં વાંઢ જાવું ને ફાટલાં કપડાં હાલતાં હશે ? ’

કાનસૂરે હસતાં હસતાં કહ્યું :  ‘ફાટેલ લૂગડે ને ગરીબ માવતરે કાંઈ લાજ નો જાય …. અને સવિયાણે પોં’ચ્યા પછી તો જેવું જશે એવું પાણકોરું મળી જાશે.’

”  બાપુ , તમે આ અન્યાય કર્યા ગણાય. મારે પણ લૂગડાં તો    હતાં જ.’

‘દીકરીની જાત્યને ફાટલાં કે સાંધેલાં કપડાં નો હાલે સમજી ?’  કહી કાનસૂર ઊભો થયો અને હાથ મોં ધોઈ વાળું કરવા બેસી ગયો.

અને શનિવારે ભળકડે ગામના આહીરો પોતાના માલ ઢોર ને ઉચાળા સાથે વાંઢ જવા વિદાય થયા.

આખા ગામમાં થઈને નાના મોટા નવસો જેટલાં ઢોર હતાં . એમાં કાનસૂર ભગતની સાથે વીસુ હતા.

નાગમદેની બેનપણી લાખું જ નાગમદે કરતાં એક વરસ મોટી હતી તે પણ સાથે હતી , નાગમદેના કાકાનો દીકરો ભાઈ માણસૂર અને તેની વહુ રાજલ પણ સાથે હતાં. એ સિવાય  આઠ-દસ સ્ત્રીઓ બીજી પણ હતી.

આમ, ત્રીસેક માણસો ને નવસો જેટલાં ઢોરો વાગડમાંથી વિદાય  થયા.

દુકાળ ભારે હતો. સમોે પણ વસમોે હતો. પંથ છેટો હતો અને વાટ તરકડાઓનો ભય હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.