Abtak Media Google News

પ્રાચીનતા ઉપર અર્વાચીનતા બેસુમાર પ્રભુતા જમાવી છે નવીનવી વિદેશી ફેશનોએ આપણા દેશના તરૂણો-તરૂણીઓને કલ્પનામાં ન આવે એવું ઘેલું લગાડયું છે, જેને લીધે ભારતીય સંસ્કૃતિની અસલિયત ખોખલી બનતી ગઈ છે! કોઈપણ દેશનું યુવાધન સંપૂર્ણપણે વિદેશી રંગે રંગાય એ અમંગળ એંધાણ !

આપણા સમાજે અને દેશે તો સ્વામી વિવેકાનંદે ઉપદેશ્યું છે તે રહેવા-વર્તવાનું છે. તેમણે કહ્યું છે કે, ‘લોકો સમજે કે ન સમજે, આ યુવકો-તરૂણોને સંગઠિત કરવા હું જન્મ્યો છું, એટલું જ નહિ, પ્રત્યેક શહેરોમાં સંકડો યુવકો તરૂણો મારી સાથે જોડાવા તૈયાર છે. ભારતમાં ગરીબમાં ગરીબ અને પદદલિત લોકોનાં દ્વાર સુધી સુખ, નીતિ, દર્મ અને શિક્ષણ પહોચાડવા અર્થે મારે એમને મોકલવા છે. હું આ કરીશ કે મરીશ… ભારતીય સંસ્કૃતિને અને એના સંસ્કારને એના અસ્સલ સ્વરૂપમાં ભારતનાં સંતાનોએ જાળવી રાખવાના છે. ભારતમાં શું નથી કે જે વિદેશી પણામાં છે ?

જોકે આજને વખતે આપણા દેશની હાલત નિતાંત બુરી છે આપણે આપણી સંસ્કૃતિની વિરૂધ્ધ તદ્ન ખોટા રવાડે અને ભાનભૂલ્યા માર્ગે વળી ગયા છીએ.

અત્યારે આપણો દેશ મોટાભાગે લોકોની ખોટી રહેણીકરણી, રીતભાત અને નવા જમાનાના કદરૂપા રીતરિવાજોથી ઘેરાઈ ગયો છે. આપણી મૂલ્યવાન અને મોંઘેરી પ્રાચીનતા ઉપર અર્વાચીનતાએ બેસુમાર પ્રભુતા જમાવી છે. નવી નવી વિદેશી ફેશનોએ આપણા દેશના યુવા ધનને, તરૂણો તરૂણીઓને કલ્પનામાં ન આવે એવું ઘેલું લગાડયું છે, જેને લીધે ભારતીય સંસ્કૃતિની તેમજ સંસ્કાર-સભ્યતા ખોખલા બનતા ગયા છે.

આપણે એમ કહેવું જ પડે તેમ છે કે, કોઈપણ દેશનું યુવાધન સંપૂર્ણ પણે વિદેશી રંગે તેમજ વિદેશી ફેશનના રંગે રંગાય એ અમંગળ એંધાણ છે.

આપણા સમાજે અને દેશે તો સ્વામી વિવેકાનંદે ઉપદેશ્યું છે તેમ રહેવા વર્તવાનું છે.

તેમણે ભારપૂર્વક કહ્યું છે કે, લોકો સમજે કે ન સમજે, આ યુવકો-તરૂણોને સંગઠિત કરવા હું જન્મ્યો છું, એટલું જ નહિ, પ્રત્યેક શહેરોમાં સેંકડો યુવકો તરૂણો મારી સાથે જોડાવા તૈયાર છે. ભારતમાં ગરીબમાં ગરીબ અને પદદલિત લોકોનાં દ્વાર સુધી સુખ, નીતિ, ધર્મ અને શિક્ષણ પહોડવા અર્થે મારે એમને મોકલવા છે. હું આ કરીશ કે મરીશ… ભારતીય સંસ્કૃતિને અને એવા સંસ્કારને એના અસ્સલ સ્વરૂપમાં ભારતનાં સંતાનોએ જાળવી રાખવાના છે. ભારતમાં એવું શું નથી કે વિદેશીપણામાં છે ?…

આપણા દેશે વિદેશોની નકલો કરવામાં ઘણી ભૂલો કરી છે. આપણામાં નવાં નવાં સર્જનો કરવાની અને નવી નવી દિશાઓ ખોલતા રહેવાની કુનેહ અગાઉ પણ હતી અને આજે પણ છે.

આપણને કોઈ રસ્તામાં સામા મળે ત્યારે આપણે એવો સવાલ પૂછીએ કે, ‘શું નવા જૂની’ છે.

આમ, આપણા સમાજમાં નવાજૂનીઓ થયા જ કરે છે. ‘જૂની’ને આપણે અવાજો કહેવુંજોઈએ અને ‘નવા’ને આવકાર આપવો જોઈએ.

આપણા દેશમાં અત્યારે આપણા દેશનું યુવાધન ખોટી અને ભૂલભરેલી અને નકલી રહેણીકરણી, રીતભાત, નવા જમાનાના કદરૂપા રીતરિવાજને પગલે અને ફેશનોની આંધીને પરિણામે ભારતીયતાને ઉવેખતું રહ્યું છે. અને અર્વાંચીનતાના પ્રવાહમાં ડૂબાડૂબ બન્યું છે. એ બેશક અમંગળ એંધાણ છે. એમાંથી હેમખેમ પાર ઉતરવાનો એકમાત્ર માર્ગ સ્વામિ વિવેકાનંદના ઉપદેશને સંપૂર્ણ પણે અનુસરવાનો છે.

ભારતને મહાન બનાવવો હશે તો એના વંઠુ વંઠુ થતા યુવાધનને પૂન: ભારતીયતાની સંસ્કૃતિએ રંગવાનો અને ભારતની ભવ્યાતિભવ્ય અસલિયતને પૂન: ઓવારણા લેવાનો છે. ભારત પણ અવનવી ‘ફેશન’નું નિર્માણ કરે છે. ખુદ વિદેશીઓ એની આયાત કરે છે, જેમ તેના ધર્મની સંસ્કાર, સંસ્કૃતિ અને સભ્યતાની ખૂદ વિદેશો બહોળા પ્રમાણમાં આયતા કરે છે !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.