Abtak Media Google News

પરમ પાવની અલકનંદા, ભાગીરથી અને ગંગાજીના તટ પર પ્રવાહિત રામકથા ગંગાધારાના સાતમા દિવસે  સેવાશ્રમ ખાતે બાબા રામદેવજી અને આચાર્ય બાલકૃષ્ણજી તેમજ અન્ય સાધુ-દીદીઓ અને સન્યાસી ગણ પણ ઉપસ્થિત હતો.બાપુએ કહ્યું કે ભક્તિ સૂત્રમાં નારદ પ્રેમ પ્રતિક્ષણ વર્ધમાન હોય છે એવું કહે છે અહીં પણ પ્રતિદિન આનંદની વૃદ્ધિ થઈ રહી છે. તાજેતરમાં  ગંગાકિનારે યોગ નિદર્શન દરમ્યાન બાપુએ જણાવ્યું કે ભારતના ભાગ્યને કારણે આપણને એક હસતો યોગી મળ્યો છે.જેણે સફેદ વસ્તુ-નમક,ચીની અને મેંદાના ઉપયોગને ઓછો કરવો એ યાદ કરાવ્યું. બાપુએ કહ્યું કે દુ:ખ અને સુખના સમિધ લઈ અને ગુરુ પાસે જવું જોઈએ.દુ:ખ સૂકી લાકડી છે અને સુખ એ ભીની લાકડી છે.સુખ થોડો ધુમાડો ઉત્પન્ન કરશે જ.યોગમાં પ્રારંભમાં શ્રમ અને પરિશ્રમ છે,પરંતુ એક કલાકના પરિશ્રમ પછી 23 કલાક વિશ્રામ મળે છે.

વધુમાં બાપુએ જણાવ્યું કે આજ સુધી આપણા ઋષિઓએ સંપત્તિ નહીં પરંતુ સંતતિ જ માંગી છે.ધર્મ રક્ષા, યજ્ઞ રક્ષા અને રાષ્ટ્રરક્ષાને માટે સંતતિ જ મગાઇ છે.વિશ્વામિત્રની ઘણી ભ્રાંતિઓ રામ તોડે છે.વિશ્વામિત્ર આંખ બંધ કરીને જુએ છે તો એક ક્ષત્રિયને ઘરે રામ અવતાર લઈ ચૂક્યા છે.વિશ્વામિત્ર ઈશ્વર પ્રાપ્તિ માટે ક્ષત્રિય મટીને બ્રાહ્મણ બને છે અને ઈશ્વરે ક્ષત્રિયને ઘરે જન્મ લીધો!આ પહેલી ભ્રાંતિ તૂટ્યા પછી વિશ્વામિત્ર રાજાના દરબારમાં આરામ કરે છે અને બધા જ ભોજન પછી રામ તેને મળે છે આ બીજી ભ્રાંતિ છે કે ઉપવાસ અને તપ કરવાથી જ ઈશ્વર મળે એ ભ્રાંતિ રામ તોડે છે.

ઈશ્વર ક્યારેય પણ,કોઈને પણ મળી શકે છે.દશરથ કહ્યું કે બે અક્ષરવાળા રામને બદલે બે-બે અક્ષર વાળી કોઈપણ વસ્તુ માંગી શકો છો જેમ કે: સેના,ભૂમિ,ધેનું,ગાયો,ધન આ બધું જ આપીશ પણ રામને ના માંગો.અંતે ઋષિ વશિષ્ઠની આજ્ઞાથી અનુજ લક્ષ્મણ સહિત રામને વિશ્વામિત્ર-એક પિતાતુલ્ય ઋષિને સોંપવામાં આવે છે અને રામ ત્યાંથી જ પોતાનું અવતારકાર્ય શરૂ કરે છે.વનમાં જતાં જ બધા જ રાક્ષસોની ભૂમિકા-જનની એવી તાડકાનો વધ કરીને તાડકાને નિર્વાણપદ આપે છે.

પતંજલિ સેવાશ્રમમાં  બાબાએ બાપુની ઉપસ્થિતિમાં આવનારા સમયમાં પતંજલિ તરફથી નવા-નવા પ્રકલ્પો અને પાંચસોમાંથી બે હજાર,પછી પાંચ હજાર પછી દશ હજાર વિદ્યાર્થીઓને સમાવી શકે એવી આંતરરાષ્ટ્રીય સંસ્થા વિશે માહિતી આપી અને એના આયોજન બાબત વાત કરી.તેમજ સેવાશ્રમમાં મોરારીબાપુ ઉપસ્થિત રહી અને કથા રસપાન કરાવ્યું તેનો આનંદ અને આભાર વ્યક્ત કર્યો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.