Abtak Media Google News

કલેકટર ઓફિસ, જિલ્લા પંચાયત, એ.જી.ઓફિસ, પીજીવીસીએલ., બીએસએનએલ, આરટીઓ, કેન્સર હોસ્પિટલ, સરકારી લેબોરેટરીમાં મચ્છરોના પોરા મળી આવ્યા: ૧૫૨ સ્થળે ચેકિંગ, ૮૩ને નોટિસ, રૂ.૪૫,૦૦૦નો દંડ વસુલાયો

શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલી સરકારી કચેરીઓ જાણે રોગચાળાનું એપી સેન્ટર બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા આજે હાથ ધરવામાં આવેલા ચેકિંગ દરમિયાન જિલ્લા પંચાયત, એ.જી.ઓફિસ, પીજીવીસીએલ., બીએસએનએલ કચેરી સહિતની સરકારી કચેરીઓમાં મચ્છરોનો પોરા મળી આવતા અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. મચ્છરની ઉત્પતિ સબબ આજે ૮૩ આસામીઓને નોટિસ ફટકારી રૂ.૪૫૦૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, ચોમાસાની સીઝનમાં ડેન્ગ્યુ, ચીકનગુનિયા, મેલેરીયા સહિતના રોગચાળાની અટકાયત માટે કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન મેલેરીયા વિભાગ દ્વારા પણ શહેરભરમાં મચ્છરોની ઉત્પતિ સબબ ચેકિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. છેલ્લા ૨ દિવસ દરમિયાન અલગ અલગ સરકારી કચેરીઓ, બાંધકામ સાઈટ, સ્કૂલ અને રહેણાંક મકાનો સહિત ૧૫૨ સ્થળે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

જે અંતર્ગત ૮૩ સ્થળેથી મચ્છરોની ઉત્પતિ મળી આવતા રૂ.૪૫,૦૦૦નો દંડ વસુલ કરાયો હતો.

તેઓએ ઉમેર્યું હતું કે, કોઠારીયા રોડ પર મહાદેવ ઈન્ડ., માલધારી સોસાયટી પાસે બીએસએનએલ કચેરી, જૂના માર્કેટીંગ યાર્ડ પાસે આરટીઓ ઓફિસ, મનહર સોસાયટીમાં સમય ટાયર, મહેશભાઈ લીંબાસીયાનું ગોડાઉન, અક્ષરનગર મેઈન રોડ પર લક્ષ્મણ રેસીડેન્સીયલ બાંધકામ, સાઈટ, બાલાજી હોલ પાસે આર.કે.પ્રાઈમ, કનક રોડ પર પીજીવીસીએલ કચેરી, સ્રોફ રોડ પર કલેકટર કચેરી, રૈયાધારમાં જેટકો સરકારી ઓફિસ, આજી ડેમ ચોકડી પાસે ગવર્નમેન્ટ પોલીટેકનીક કોલેજ, જૂની કલેકટર કચેરીમાં જિલ્લા નોંધણી ભવન, યાજ્ઞીક રોડ પર ડી.એચ.કોલેજ, જિલ્લા પંચાયત, રેસકોર્સ રોડ પર એ.જી.ઓફિસ, યાજ્ઞીક રોડ પર નાયબ કાર્યાપાલક ઈજનેર કચેરી, ખોડીયારપરામાં પીજીવીસીએલની કચેરી, જેટકો સબ ડીવીજન, ૧૫૦ ફૂટ રીંગ રોડ પર રૈયા ટેલીફોન એકસ્ચેન્જ, યુનિ. રોડ પર સિંહાર હાઈસ્કૂલ, સૌરાષ્ટ્ર કેન્સર કેર એન્ડ રીસર્ચ કેન્દ્ર, પ્રાદેશીક ન્યાય સહાયક વિજ્ઞાન પ્રયોગ શાળા, મોરબી રોડ પર શિવ આસ્થા રેસીડેન્સી બાંધકામ સાઈટ, શાંતિનગરમાં વ્રજધામ એસો., સીલ્વર સ્ટોન મેઈન રોડ પર ટાઈટન ૫૪, અમીન માર્ગ પર ત્રિશા બંગલો પાસે ધ લેન્ડ માર્ક, સિલ્વર સ્ટોન મેઈન રોડ પર ઓર્નેટ-૧, જાગનાથમાં અંબીકા એપાર્ટમેન્ટ અને સાનિધ્ય એપાર્ટમેન્ટ, ૧૫૦ ફૂટ રીંગ રોડ પર જલારામ ચીકી ઉપરાંત માર્કેટીંગ યાર્ડમાં દુકાનોની અંદર મચ્છરોના પોરા મળી આવતા તમામને નોટિસ ફટકારી દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.