Abtak Media Google News

હિતેશ રાવલ

હિંમતનગર શહેરમાં રોગચારો વકર્યો

હીમતનગર શહેરમાં અચાનક 20થી વધારે ઝાડા-ઊલટીના કેસ નોંધાતાં શહેરના રહીશોમાં ભયનો માહોલ એક તરફ કોરોના અને સાથે પાણીજન્ય રોગોમાં વધારો થતાં તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવા માંગ કરવામાં આવી રહી છે.

હિંમતનગર આસ્થા સોસાયટી સહિત દેવધન સોસાયટીમાં ૨૦થી વધુ ઝાડા-ઊલટીના કેસ. જેમાં નાના બાળકો અને પુરૂષોને પેટના દુખાવા સહિત ઝાડા ઉલ્ટી થઈ જતાં રહીશોને પારાવાર મુશ્કેલી થવા પામી છે.

સ્ટનીકો અને રહીશોના મત મુજબ દુષિત પાણી પીવાથી પેટ અને ઝાડા-ઊલટી થયા હોવાનો કહેવામાં આવ્યું છે તંત્ર તુરંત સ્વચ્છ પાણી આપે.

પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થતું હોવાની સ્થાનિકો દ્વારા ફરિયાદ,  તાત્કાલિક ધોરણે તપાસ થાય અને દોષીતો સામે કાર્યવાહી થાય તેવી સ્થાનિકોની માંગ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.