ગુંડારાજ સામે આક્રોશ: ધારાસભ્યના પુત્ર પર હુમલાના વિરોધમાં વિસાવદર સજ્જડ બંધ

અબતક,ગીજુભાઈ વિકમા

વિસાવદર

વિસાવદર શહેરમાં ઘણા સમયથી આવારા અને લુખ્ખા તત્વ દ્વારા નગર પાલિકાના કોર્પોરેટર રાજ રીબડીયા ઉપર તલવારથી હુમલો કરીને ગંભીર ઈજા પહોંચાડેલ હતી આ હુમલાના વિરોધમાં આજે હિન્દૂ સંગઠન અને કોંગ્રેસના ધારાસભ્ય રીબડીયા ભાજપના તમામ હોદેદારો એક મન્ચ ઉપર જોવા મળેલ હતા.

બનાવની વિગત જોઈએ તો ગતરાંતે વિસાવદર ના કનયા ચોકમાં ગાંઠિયા ની લારીઉંપર આરોપી નાસિર સહિતના તેમની ગુંડા ટોળી સાથે હપ્તા ઉઘરાવતા હોય ત્યારે વિસાવદર ધારાસભ્ય હર્ષદ રીબડીયાનો પુત્ર ત્યાહાજર હોય અને આ લુખ્ખા તત્વને પડકરતા લુખ્ખા તત્વો દ્વારા હુમલો કરેલ ત્યારે વિસાવદર ના કોર્પોરેટર રાજ રીબડીયા ને જાણ થતા તેપણ બનાવ સ્થળે પહોંચીગયેલ ત્યારે તેમની ઉપર પણ લુખ્ખા તત્વો દ્વારા તલવારઅને છરી પાઇપ જેવા હથિયાર થી જીવલેણ હુમલો કરેલ આહુમલામાં રાજ રીબડીયાને માથાના ભાગે ગમ્ભીર ઈજા પહોંચીહોય વિસાવદર સિવિલ હોસ્પિટલ મા પ્રાથમિક સારવાર આપીને જૂનાગઢ રીફર કરેલ છે.

ત્યાર બાદ વિસાવદર ને બાનમાં લઈને બે ફોરવીલના કાચ તોડી નાખેલ હોય ત્યારે આ બનાવને પગલે વિસાવદર કોંગેસ ભાજપ વિશ્વહિન્દૂ પરિસદ તેમજ વિસાવદર ચેમ્બર ઓફ કોમર્સ સાથે મળીને વિસાવદર પોલીસ અને જૂનાગઢ ડીવાય એસ પી જાડેજા ને આરોપી ઓને વહેલી તકે ઝડપી પાડીને કડક સજા કરવામાં આવેતેવી માંગ કરેલ છે આબનાવની જાણ વિસાવદરના વહેપારી ઓને થતા વિસાવદર આ ગુંડાગિરીને નાબૂદ કરવા અને ખંડણી ખોરોને જાહેરેમા સરભરા કરવાની માંગ સાથે વિસાવદર પોલીસ સ્ટેશન મા રજુવાત કરવા પહોંચેલ હતાત્યારે જૂનાગઢ જિલ્લા ડીવાય એસપી પ્રદીપસિંહ જાડેજા તેમજ વિસાવદર પીઆઈ એન આર પટેલ દ્વારા શહેરના આગેવાનો હર્ષદ રીબડીયા હરિભાઈ નરેન્દ્ર કોટીલા વિશ્વ હિન્દૂ પરિસદના હરેશ સાવલિયા નગર પાલિકા પ્રમુખ વાધેલા અને વિસાવદરના વહેપારી ઓ હાજર રહેલ ત્યારે પોલીસ તરફથી આરોપી ઉપર કડક હાથે કમલેવામાં આવશે તેવી ખાત્રી આપવામાં આવેલ હતી.

વિસાવદર પોલીસના જણાવ્યા મુજબ આરોપી નાસિર મેતર, પોપટ, કપિલા દાફડા, ટોની જૂનાગઢ વારો, ભૂરો, નજીર, સોહીલ, રિઝવાન, અફઝલ એમ ટોટલ 9 આરોપી વિરુદ્ધ આઈ પી સી 307/506/2/જેવી ભારે કલમો હેઠળ ગુનો દાખલ કરેલ હોય અને આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કરેલ છે. આ કેસની વધુ તપાસ વિસાવદર પીઆઈ એન આર પટેલ ચલાવી રહેલ છે આતકે વિસાવદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિલીપ કાનાબાર દ્વારા વિસાવદરમાં દારૂ જુગારના હાટડા બંધ કરાવવાની રજુવાત કરવામાં આવેલ હતી. વિસાવદરના લોકમુખે સાંભળવા મળેલ વિગત મુજબ આ ગુંડા તત્વોને રાજકીય ઓથ હોય એટલેજ સારાજાહેર પોતાની ગુંડા ગિરીચલાવી રહેલ છે તેવું લોકમુખે ચર્ચા સંભળાય રહી છે.