Abtak Media Google News

 

કટ્ટરવાદીઓ યુવાનોને સોફટ ટાર્ગેટ બનાવી દેશભરમાં ચાલતી જેહાદી પવૃત્તિ પસરાવી

દિલ્હી, મુંબઇ અને અમદાવાદના મોલાના દ્વારા અપાતા ઉશ્કેરણીજનક ભાષણો કોમી શાંતિ ડખોળવા પ્રયાસ

ધંધૂકાના યુવાનની જેમ પોરબંદરના યુવાનની હત્યા માટે મોલાનાએ કાવતરૂ ઘડયાનો ઘટ્ટસ્ફોટ

 

અબતક,રાજકોટ

ધંધૂકાના કિશન શિવાભાઇ બોડીયા નામના ભરવાડ યુવાનની એક સપ્તાહ પૂર્વે ધર્મ ઝનૂની શખ્સો દ્વારા કરાયેલી હત્યાના સમગ્ર રાજયમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે ત્યારે જેહાદી પ્રવૃતિ સાથે સંડોવાયેલા તત્વોને ફાંસીની સજા કરવા સૌરાષ્ટ્રભરમાં માગ સાથે ઠેર ઠેર આવેદન પત્ર આપવામાં આવ્યા છે. કિશન ભરવાડની જેમ પોરબંદરના યુવાનની હત્યા માટે મોલાના દ્વારા કાવતરૂ ઘડાયાની ચોકાવનારી વિગતો બહાર આવતા હિન્દુઓ સમસમી ઉઠયા છે. દિલ્હી, મુંબઇ અને અમદાવાદના મોલવી દ્વારા અપાતા ઉશ્કેરણીજનક ભાષણ હત્યા માટે કારણભૂત હોવાના ઘટ્ટસ્ફોટથી પોલીસ સ્ટાફ પણ સ્પબ્ધ બની ગયો છે.

ધંધૂકાના કિશન ભરવાડ દ્વારા સોશ્યલ મિડીયામાં મુકેલી પોસ્ટના કારણે ઉશ્કેરાયેલા ધંધૂકાના શબ્બીર ઉર્ફે સાબા દાદા ચોપડા અને ઇમ્તીયાઝ ઉર્ફે ઇમ્તુ મહેબુબ પઠાણ નામના શખ્સોએ બાઇક પર આવી સરા જાહેર ફાયરિંગ કરી કરેલી હત્યાના પગલે રાજયભરમાં કોમી હિંસાનો દાવાનળ સળગે તે પહેલાં તંત્ર સફાળુ જાગી ગયુ હતું અને ઉંડાણ પૂર્વક તપાસ કરવા માટે એટીએસની ટીમને મેદાને ઉતારી છે.

શબ્બીર ચોપડા અને ઇમ્તીયાઝ પઠાણીની પૂછપરછમાં અમદાવાદના મોલવી મહંમદ અયુબ યુસુફ જાવરવાલાએ મુંબઇના મોલાનાની ભલામણથી હથિયારની વ્યવસ્થા કરી આપી હતી. અયુબ યુસફ જાવરવાલાની પોલીસે ધરપકડ કરી હથિયાર અંગે પૂછપરછ કરાતા રાજકોટના દુધ સાગર રોડ પર રહેતા અઝીમ શમા અને વસીમ બચા પાસેથી હથિયાર મેળવી આપ્યાની વ્યવસ્થા કરી આપ્યાનું ખુલ્લતા બંનેની ધરપકડ કરાઇ છે.

કિશન ભરવાડની હત્યામાં એક પછી એક ચોકાવનારી વિગતો બહાર આવતા એટીએસ ચોકી ઉઠયું હતું અને સમગ્ર તપાસને દેશ વ્યાપી બનાવી મોલાના દ્વારા અપાતા ઉશ્કેરણીજનક ભાષણથી પ્રભાવીત થઇ હત્યા કરવામાં આવ્યાનું સામે આવ્યું હતું. હત્યાના ગુનામાં ઝડપાયેલા શબ્બીર ચોપડા દિલ્હીના મોલાના કમરગની ઉશ્માનીને મળ્યાનું બહાર આવતા ગુજરાત એટીએસની એક ટીમ દિલ્હી દોડી ગઇ હતી અને મોલાના કમરગનીને ઝડપી લીધો હતો. કમરગની તહેરીકે-ફરોકે-ઇસ્લામીક સંગઠનનો પ્રમુખ હોવાનું અને આ સંગઠન સમગ્ર દેશમાં ઇસ્માલ વિરૂધ્ધ સોશ્યલ મિડીયા દ્વારા ટીપણી કરે ત્યારે તેને કંઇ રીતે કાયદાકીય પાઠ ભણાવવા તે અંગેની પ્રવૃતિ કરવામાં આવે છે. કમરગની દેશના અન્ય રાજયના મોલવીઓના સંપર્કમાં હોવાનું બહાર આવ્યું છે.

પોરબંદરના સાજણ ઓડેદરાએ સોશ્યલ મિડીયા પર ધાર્મિક ટીપણી કરી હોવાથી તેની હત્યા માટે અમદાવાદના મોલાના અયુબ ધંધૂકાના શબ્બીરને સાથે લઇ પોરબંદર આવી રેકી કરી હતી પણ હત્યા કરી શકયા ન હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

કિશન ભરવાડની હત્યાના પગલે રાજયભરમાં રોષ ભભૂકી રહ્યો છે. તેને ન્યાય મળી રહે તે માટે ઠેર ઠેર બંધ પાડી આવેદન પત્ર પાઠવી ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ફાંસીની સજા થાય તે માટે માગણી થઇ રહી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.