Abtak Media Google News

પાંચ તાલુકાના પેટ્રોલપંપ સંચાલકો આકરા પાણીએ: આંદોલનની ચીમકી

એલડીઓ તથા બાયોડિઝલના નામે કેમિકલયુકત પદાર્થના વેચાણ સામે જામનગર જિલ્લાના ચાર તાલુકા તથા રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના પેટ્રોલપંપ સંચાલકોમાં ઉગ્ર આક્રોશ વ્યકત કરી તાકિદે યોગ્ય પગલા લેવા માંગ કરી છે. પગલા નહીં લેવાય તો આંદોલનની પણ ચીમકી આપી છે.

પાંચ તાલુકાના જામજોધપુર, લાલપુર, કાલાવડ, ભાણવડ તેમજ ઉપલેટાના પેટ્રોલીયમ ડિલરોની મીટીંગનું આયોજન તા.૫ના રોજ થયું હતું તેમાં  આશરે ૮૦ જેટલા પેટ્રોલ પંપ માલિકો હાજર રહ્યા હતા તેમાં એલ.ડી.ઓ. બાયો ડીઝલ તેમજ જામજોધપુરમાં સહકારી મંડળીમાં ચાલતા એસ્સાર ઓઇલના બલ્ક ઓઉટફીટ મોડેલ (ક્નઝયુમર) પંપને લઇ ચર્ચા થઇ હતી. એલ.ડી.ઓ. તેમજ બાયો ડીઝલના નામે કેમિકલ યુક્ત પર્દાનું વેચાણ થઇ રહ્યું હોઈ જેના લીધે પેટ્રોલ પંપ માલિકોને આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે અને જાહેર જનતાને સ્વાથ્યની નુકશાની આવા પ્રદુષણ યુક્ત કેમિકલના વેચાણ થી  થઇ રહી છે અને આવા કેમિકલ યુક્ત પેટ્રોલિયમ પેદાશો વેચતા લોકો ટેક્ષની ચોરી કરી અને ધંધો કરે છે તેનાથી સરકારને પણ ટેક્ષની નુકશાની જાય છે. એક તરફ કેન્દ્ર સરકાર બી.એસ.-૬ કેટેગરીના વાહનો તેમજ પેટ્રોલ, ડીઝલ અપગ્રેડ કરી રહી છે અને બીજી બાજુ આવા કેમિકલ યુક્ત પદાર્થોનું વેચાણ બે રોકટોક અને ગલીએ ગલીએ થઇ રહ્યું છે. જામજોધપુરમાં તો એસ્સાર ઓઈલના બલ્ક આઊટફીટ (ક્ધઝયુમર) પંપ જામજોધપુર વિવિધ કાર્યકારી સહકારી મંડળી દ્વારા ચાલે છે તેમા રીટેઈલ વેચાણ કરી શકે નહિ તેમ છતા રીટેઈલ વેચાણ બધાને બજારભાવી રૂ.૨/- પ્રતિ લીટર નીચા ભાવે બેરોકટોક વેચાણ કરે છે જેનાથી પણ સરકારને ટેક્ષની મોટી નુકશાની થઇ શકે છે.

આ પંપ વિરુદ્ધ અનેક લેખિત રજુઆતો કરેલ છે અને ખોટી રીતે ચલાવતા હોવા છતાં નીંભર તંત્ર દ્વારા હજુ સુધી કોઈ પગલા લેવાયા નથી. આવા બલ્ક આઉટફીટ (ક્નઝયુમર) પંપને બંધ કરવા અને આવા કોઈ પમ્પો મંજુર ન કરવા તે અંગે ચર્ચા થઈ હતી એક તરફ સરકાર દ્વારા પ્રદુષણ ઓછું થાય તે માટે પેટ્રોલ, સી.એન.જી., ઇલેકિટ્રક તેમજ સૂર્ય ઉર્જાથી વાહનો ચાલે તેવા પ્રયાસો થઇ રહ્યા છે અને બીજી તરફ કેમિકલ યુક્ત પદાર્થો ના વેચાણ થી પ્રદુષણમાં સતત વધારો થઇ રહ્યો છે એક તરફ સરકારે આર.એસ.એલ. લાઇસન્સ ૨દ કર્યા છે અને બીજી તરફ આવા કેમિકલ યુક્ત પદાર્થોનો ધંધો વધવા માંડ્યો છે આવા ધંધામાં રાજકીય મોટા માથાઓની મિલીભગત હોઈ તેવું લાગે છે, તો તેના વિરોધ માં આ મીટીંગમાં જરૂર પડ્યે અન્ય જીલ્લાઓ તેમજ તાલુકાઓ ને સો જોડી આગળ ઉપર જતા જરૂર પડ્યે સરકારમાં લેખિત રજુઆતો કરી આ પ્રશ્નનો અંત આવે તેવી લાગણી વ્યકત કરી હતી. નહી તો હડતાલમાં જવું પડે તો હડતાલ પાડવા અને છેલ્લે નામદાર કોર્ટના શરણે જવું પડે તો તેની પણ તૈયારી આ બેઠકમાં દર્શાવવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.