કોડીનારના છાછર ગામે આરએસએસના કાર્યકરો પર થયેલા જીવલેણ હુમલાથી ભભૂકતો રોષ

આરોપીઓ સામે કડક પગલા ભરવા આરએસએસ, બજરંગ દળ, વિહિપનું કલેકટરને આવેદન

કોડીનારના છાછરા ગામે આરએસએસના કાર્યકરો પર મુસ્લિમો દ્વારા થયેલા જીવલેણ હુમલાથી આરએસએસ હિન્દુ સમાજમાં રોષ ભભૂકી રહ્યો છે. હુમલો કરનાર મૂસ્લિમ આરોપીઓ સામે કડકમાં કડક પગલા લેવા તેમજ છાછરા ગામમાં નાની એવી તંબુ જેવી પણ પોલીસ ચોકી તાત્કાલીક અસરથી ઉભી કરવા જિલ્લા કલેકટરને આવેદન આપવામાં આવ્યું છે.

કોડીનાર તાલુકાના છાછર ગામે રહેતા હિન્દુ લોકોને અવાર નવાર મુસ્લીમ પરિવારના લોકો કોઈને કોઈ રીતે હેરાનપરેશાન કરતા આવેલા છે. તા. ૧૯/૦૨ ના રોજ મનસુખભાઈ વલ્લભભાઈ ગેડીયા, રહે. છાછરવાળાના ભાઈના દિકરાઓ દવા લેવાજતા હતા તે વખતે બોલાચાલી કરીને આ મનસુખભાઈને તથા અન્યોને છાછરના રહેવાસી વસીમ રખા,  અનીસ અબ્બાસ નકવી,  મુકતાર હુસેન,  ફારુક ભીખાએ માર મારેલ, ગાળો દીધેલ, મારી નાંખવાની ધમકી આપેલ, મોટર સાયકલને નુકશાન કરેલ જે અંગેની ફરિયાદ સારવાર દરમ્યાન મનસુખભાઈએ  લખાવેલ છે.

આ બનાવ બન્યા બાદ છાછર ગામના ઝાપા પાસે  આશરે પંદરેક મુસ્લીમ સમાજના માણસો ઉભા હતા, તેઓ આ બધાને જોઈ જતાં “નારે તકદીર અલ્લાહુ  અકબર” તેવા નારા બોલવા લાગેલા અને આ લોકો ભુંડી ગાળો બોલવા પણ લાગેલા તેથીનેશભાઈએ તેમને જણાવેલ કે, શું કામ  ભુંડી ગાળો બોલો છો તેવી વાત કરતા આટોળાતા માણસોના થમાં લાકડાના ધોકા, લોખંડના પાઈપો અને મોટા પથ્થરો હોય એ આરએસઅમેના આગેવાન સહિત  તમામને મારવા લાગેલા. જેમાં જીગ્નેશભાઈને માથાના ભાગે અલગ અલગ જગ્યાએ તથા માથાના

ભાગે તથા શરીરે અલગ અલગ જગ્યાએ ઈજાઓ થયેલ અને માથાના ભાગે લોહી નીકળવા લાગેલ અને અન્ય બધાને પણ માર મારેલ, તેથી માંડ માંડ આ બધા છટકીને નીકળેલ અને થોડે દુર જઈ આ બધા પુનિતભાઈ પલાણ, વેરાવળવાળાની કારમાં કોડીનારની રા.ના.વાળા હોસ્પીટલમાં દાખલ થયેલ, તે વખતે છાછર ગામના જયેશભાઈ ગેડીયા હોસ્પીટલમાં હાજર હોય આ પંદર ઈસમો અંગે પુછપરછ કરતા તેમના નામો નીચે મુજબ જાણવા મળેલા. જેમાં  રજાકભાઈ ભીખાભાઈ ચૌહાણ,  ફારુક ભીખા ચૌહાણ, . સબીર રહેમાન,  અફજલ ગફાર વાકોટ અનીશ મહેમદ નકવી,  રહીમભાઈ રખાભાઈ વાકોટ,  ફીરોજભાઈ બચુભાઈ વાકોટ,  લાખો ઉર્ફે સાજીદ ઈકબાલ,  મજદ ભીખા,  રીઝવાન મુરઘીવાળો,  આબેદીન દાઉદ વાકોટ,  અબ્દુલરબા દયાતર,  ઈકબાલ જમાલ વિગેરે હતા. આ લોકો સામે જીગ્નેશભાઈ પરમારને

ગંભીર ઈજાઓ થયેલ હોય જુનાગઢ સારવારમાં લઈ જવામાં આવેલા હોય ત્યાં તેઓએ પોલીસ સમક્ષ દવાખાનેથી ફરિયાદ આપેલ છે.

આ બનાવનો સમગ્ર હિન્દુ સમાજ દુ:ખ સાથે ખેદ વ્યકત કરે છે અને વિરોધ કરે છે.ઉપરોકત બનાવનું હવે પછી ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય અને પોલીશ યોગ્ય દીશામાં તપાસ કરે અને કસુરવારોને યોગ્ય રીતે યોગ્ય નશીયતે પહોંચાડે અને છાછર ગામમાંનાની એવી પણ પોલીસની તંબુ જેવી ચોકી પણ તાત્કાલીક અસરથી ઉભી થાય તેથી હિન્દુ સમાજની લોક માંગણી છે.