Abtak Media Google News

ચીફ ઓફીસરને અનેકવાર પાણી વિતરણ સમય બદલાવા રજુઆત છતાં ઘ્યાન ન આપતા હવે આંદોલનની ચીમકી

સાવરકુંડલા નગરપાલિકાના તંત્ર વાહકોની મનમાનીને કારણે વોર્ડ ૩ અને ૭ માં કડકડતી ઠંડીમાં મધરાતે જ પીવાના પાણીનું વિતરણ કરવામાં આવે છે. સ્થાનીક રહીશો દ્વારા અનેકવાર લેખીત મૌખિક રજુઆત કરવામાં છતાં પણ પાણી વિતરણ સમયમાં ફેરફાર કરવામાં ન આવતાં સ્થાનીક રહીશો દ્વારા આંદોલન કરવાની ચીમકી આપી છે.પ્રાપ્ત વિગત મુજબ બનાવ જીંદગી તેમજ પશુઓની કુદરતિ નિંદરમાં કોઇ ખલેલ ન પડે તેમ જ જન આરોગ્ય જોખમાય નહી તેવા ઉમદા હેતુસર સુપ્રિમ કોર્ટ દ્વારા રાત્રીના ૧૦ વાગ્યા બાદ ઘ્વનિ સાવરકુંડલા નગરપાલિકાના તંત્રએ સાવરકુંડલાના ફકત વોર્ડ નં.૩ અને ૭ ના રહીશોને રાત્રિનાં જ પાણી વિતરણ કરી બાનમાં લીધાની પરિસ્થિતિ નિર્માણ કરી છે. હાલની કારમી કડકડતિ ઠંડીમાં લોકો પોતાના ઘરમાં પણ ધ્રુંજી રહ્યા છે. તેવા સમયે જ રાતના બે ત્રણ કે ચાર વાગ્યે મનફાવે તેવા સમયે પાણી વિતરણ કરવામાં આવે છે. પાણી વિતરનો કોઇ જ સમય જ ન હોવાના કારણે જનતાને રાત ઉજાગરા કરવા પડે છે.

7537D2F3 7

કુદરતે રાત્રી જીવમાત્રને નિંદર માણવા આપી છે. પરંતુ પાલિકાના તંત્ર વાહકો જનતાની ફરીયાદનાં ઉલાળીયો કરી મધરાતે જ પાણી વિતરણ કરી રહ્યાં છે. સ્થાનીક રહીશો દ્વારા આ અંગે ચીફ ઓફીસરને લેખીક મૌખિક રજુઆત પણ કરી હતી. તેમ છતાં પણ પ રજાની રજુઆત કાને ધરવામાં આવી નથી. કડકડતિ ઠંડીની અસર જન આરોગ્ય ઉપર પડવાના કારણે જોખમ ઉભુ થયેલ હોવાથી સ્થાનીક રહીશો દ્વારા ચીફ ઓફીસરને રાતના ૧૦ થી સવારના ૬ કલાક સુધી પાણી વિતરણ કરવામાં આવશે તો ગાંધી ચિઘ્યા રાહે આંદોલન કરવાની ચીમકી આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.