Abtak Media Google News

મેયર, સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન, મ્યુ. કમિશનર અને શિક્ષણ સમિતિના ચેરમેને તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા

આજરોજ રાજ્ય સરકારનાં શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું જેમાં રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત શ્રી પી.એન્ડ ટી.વી. શેઠ હાઈસ્કુલ અને  સરોજીની નાયડુ ગર્લ્સ હાઈસ્કુલનું ઝળહળતું પરિણામ આવતા મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન ભાવેશભાઈ દેથરીયાએ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પણ વ્યક્ત કરી હતી.

Capture 18

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત શ્રી પી.એન્ડ ટી.વી. શેઠ હાઈસ્કુલનું બોર્ડનું 86.91% અને શાળાનું 72.22% તેમજ શ્રીમતિ સરોજીની નાયડુ ગર્લ્સ હાઈસ્કુલનું બોર્ડનું 86.91% અને શાળાનું 95.00% પરિણામ આવેલ છે. શ્રી પી.એન્ડ ટી.વી. શેઠ હાઈસ્કુલમાં 54 વિદ્યાર્થીઓ અને શ્રીમતિ સરોજીની નાયડુ ગર્લ્સ હાઈસ્કુલમાં 60 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સમગ્ર રાજકોટમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ઉતીર્ણ થયેલ તમામ વિદ્યાર્થીઓને હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.