- આજની ઘડી તે રળિયામણી….
- શ્રી સુપાર્શ્ર્વનાથ દાદા અને શ્રી મણીભદ્ર દાદાના મંદિરે તા.22 મીએ ભગવાનની મૂર્તિને અભિષેક, શણગાર તેમજ ભજન-કીર્તન સાથે ધ્વજારોહણ કરવામાં આવશે
સૌરાષ્ટ્રનું સૌથી મોટું જિનાલય એટલે રાજકોટની સોની બજારમાં આવેલું માંડવી ચોક દેરાસર. રાજકોટના મૂર્તિપૂજક જૈન સમાજ દ્વારા ઈ.સ. 1826માં રાજકોટ જૈન તપગચ્છ સંઘ સંચાલિત માંડવી ચોક દેરાસર નું નિર્માણ કરવામાં આવ્યું હતું આ દેરાસરના નિર્માણ પાછળ રાજકોટના રાજવી પરિવારનો અનેરો ઇતિહાસ છુપાયેલો છે. રાજકોટના મૂર્તિપૂજક જૈન સમાજ માટે માંડવી ચોક દેરાસર આસ્થાનું પ્રતિક છે, સુપાર્શ્ર્વનાથ ભગવાનના મંદિરે શાંત અને આધ્યાત્મિક વાતાવરણ ધરાવતા હોય છે અને જૈન ભક્તો માટે મહત્વપૂર્ણ પૂજા સ્થાન છે, ત્યારે તમામ ફીરકાઓના સહયોગ થકી શ્રી સુપાર્શ્ર્વનાથ દાદા અને શ્રી મણીભદ્ર દાદાના મંદિરે તા. 22-5- ને ગુરુવારે ધ્વજારોહણ કરવામાં આવશે ત્યારે અબતક મીડિયાના આંગણે 199 વર્ષ પ્રાચીન તીર્થ શ્રી સુપાર્શ્ર્વનાથ જીનાલયના ધ્વજાજીની પધરામણી થઈ હતી આ સુંદર અવસરે “અબતક” મીડિયાના મેનેજિંગ તંત્રી સતીષકુમાર મહેતાએ અક્ષત કંકુથી ધ્વજાજીના હર્ષભેર વધામણા કર્યા હતા, ખરેખર એક ગૌરવપૂર્ણ અને પવિત્ર પ્રસંગ છે, આ ઉપરાંત સમગ્ર મીડિયા હાઉસમાં ધ્વજાજીને ફેરવવામાં આવ્યા હતા તેમજ સહર્ષભેર વધામણા કરવામાં આવ્યા હતા, “અબતક”સાથેની શુભેચ્છા મુલાકાતમાં પ્રમુખ જીતુભાઈ દેસાઈ (ચાવાળા) , ઉપ-પ્રમુખ પંકજભાઈ કોઠારી, સેક્રેટરી કિરીટભાઈ સંઘવી, ટ્રસ્ટી હીરાભાઈ શાહ (મારવાડી) , જાગનાથ જિનાલયના દિલીપભાઈ ટોળિયા, શ્રી ચિંતામણી પાર્શ્વમણી (મણિયાર જિનાલય) ના દીપકભાઈ મહેતા માંડવી ચોક દેરાસરના શ્રેણિકભાઈ દોશીએ વધુ માહિતી આપી હતી , શ્રી સુપાર્શ્ર્વનાથ દાદા અને મણીભદ્ર દાદાના મંદિરે ધાર્મિક વિધિ સાથે ધ્વજારોહણ પહેલાં મંદિરમાં વિશેષ પૂજા અને પ્રાર્થનાઓ કરવામાં આવ્યો છે તેમજ ભગવાનની મૂર્તિને અભિષેક કરવામાં આવશે આ ઉપરાંત વિશેષ શણગાર કરવામાં આવે છે. નવી ધ્વજાને શુભ રંગોથી રંગવામાં આવે છે અને તેના પર ધાર્મિક પ્રતીકો બનાવવામાં આવે છે. ભક્તો ભજન-કીર્તન અને ધાર્મિક ગીતો ગાતા હોય છે, અને વાજિંત્રો વગાડવામાં આવશે આ ઉપરાંત મુખ્ય યજમાન અને અન્ય શ્રદ્ધાળુઓ દ્વારા ધ્વજાને મંદિરમાં ઊંચે ફરકાવવામાં આવે છે. આ સમયે શંખ અને ઘંટના નાદથી વાતાવરણ ગુંજી ઉઠે છે.આ વિધિનું આધ્યાત્મિક મહત્વ ખૂબ જ વધારે છે. એવું માનવામાં આવે છે કે ધ્વજા ફરકાવવાથી મંદિર અને આસપાસનું વાતાવરણ પવિત્ર થાય છે અને સમૃદ્ધિ આવે છે.
અબતક સાથેની શુભેચ્છા મુલાકાતમાં જૈનઅગ્રણીઓએ સમગ્ર માહિતી આપી
રાજકોટનું માંડવી ચોક જૈન દેરાસર આસ્થાનું પ્રતિક
રાજકોટના મૂર્તિપૂજક જૈન સમાજ દ્વારા ઈ.સ. 1826માં રાજકોટ જૈન તપગચ્છ સંઘ નામના ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી. આ ટ્રસ્ટ દેરાસરની સ્થાપનાના વર્ષથી જ કાર્યરત છે અને આજે રાજકોટમાં જૈન તપગચ્છ સંઘ ટ્રસ્ટ અંતર્ગત માંડવી ચોક દેરાસર સહિત અન્ય ત્રણ દેરાસરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ચૌધરી હાઈસ્કૂલ પાસે આવેલું ચિંતામણી સુપાર્શ્ર્વનાથ દેરાસર, જાગનાથ પ્લોટમાં આવેલું મહાવીર સ્વામી ભગવાનનું દેરાસર, ઢેબર રોડ, પર આવેલું મુની શ્રુવત સ્વામી દેરાસરનો સમાવેશ થાય છે. રાજકોટના રાજવી પરિવારના પટારામાંથી સુપાર્શ્વનાથ દાદાની મૂર્તિ નીકળતા આજે અસંખ્ય જૈનોનું આસ્થાનું પ્રતીક બન્યું છે
તમામ ફીરકાઓના સહયોગ થકી શ્રી સુપાર્શ્ર્વનાથ દાદા અને શ્રીમણીભદ્ર દાદાના દેરાસરે વાજતે ગાજતે ધ્વજારોહણ કરવામાં આવશે: પ્રમુખ જીતુભાઈ દેસાઈ (ચાવાળા)
છેલ્લા ત્રણ દાયકાથી આ દેરાસરોનો વહિવટથી સક્રિય રીતે જોડાયેલા જાણિતા જૈન શ્રેષ્ઠી જીતુભાઇ દેસાઇ (ચાવાળા)એ “અબતક” સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે માંડવી ચોક દેરાસર 199 વર્ષ પૂર્વે તે સમયના રાજકોટના રાજવી પરિવારના પટારામાંથી સુપાર્શ્વનાથ દાદાની મૂર્તિ મળી આવી હતી.માંડવી ચોક દેરાસરને 22 દેરાસરના મહાસંઘ તરીકે માનવામાં આવે છે, દેરાસર સૌરાષ્ટ્રનું સૌથી મોટું અને પૌરાણિક દેરાસર તરીકે ઓળખાય છે. 3000 વારમાં માંડવી ચોક દેરાસર ફેલાયેલું છે. ત્યારે શ્રી સુપાશ્વનાથ દાદા અને શ્રીમણીભદ્ર દાદાના મંદિરે વાજતે ગાજતે ધાર્મિકવિધિથી ધ્વજારોહણ કરવામાં આવશે.