Abtak Media Google News

Table of Contents

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના વિધાર્થીઓ દ્વારા ગામડાના 6372 લોકો પર સર્વે કરાયો જેમાં ચોંકાવનારા તારણો નિકળ્યા: શહેર સાથે હવે ગામડાઓના લોકોને પણ સાયબર ક્રાઇમ વિશે જાગૃત કરવા ખુબ જરૂરી

ગામડાના લોકોને ઓનલાઈન ફ્રોડ કે હેકિંગ વિશે ખૂબ જ ઓછી માહિતી ધરાવે છે. મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓ ગામડે જઈને લોકો પાસેથી માહિતી એકઠી કરવા ની સાથે ઓનલાઈન ચીટીંગ વિશેની જાણકારી આપી લોકોને જગૃત કરેલ હતા.ઓનલાઈન ફ્રોડનો ભોગ ગામડાના લોકો અને મહિલાઓ વધુ  બને છે. ખૂબ જ મહત્વકાંક્ષા ધરાવનાર , લાલચુ અને શોર્ટકટ દ્વારા ધનવાન બનવાની વૃત્તિ કે માનસિકતા વાળા લોકો ઓનલાઈન ફ્રોડ માં જલદીથી આવી જતા હોય છે.મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગસણ તથા અધ્યાપકો ડો. ધારા દોશી , ડો. ડિમ્પલ રામાણી, ડો. હસમુખ ચાવડાના માર્ગદર્શનમાં ડિપ્લોમા કોર્સ માં અભ્યાસ કરતા,એમ. એ. સેમ 1 અને 3માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ  ઓનલાઈન ફ્રોડ ઉપર સર્વે કર્યો. 6372 લોકો પાસેથી માહિતી મેળવીને તારણો કાઢવામાં આવ્યા હતા.

સર્વેમાં આવેલા તારણોની સરેરાશ

1) તમને ખ્યાલ છે કે અલગ અલગ ટેક્નિકનો ઉપયોગ કરી   તમારા મોબાઈલની પર્સનલ માહિતી હેક કરી ચોરી પણ થઇ શકે છે?

45% લોકો આ બાબત વિશે જાણતા નથી.

2) તમે સાયબર ક્રાઇમ (ગુના) અંગે જાણો છો?

54% લોકો આ પ્રકારના ગુનાથી માહિતગાર નથી..

3) તમને એવુ લાગે છે કે ઇન્ટરનેટના માધ્યમથી ગુનાહિત પ્રવૃત્તિ વધતી જાય છે?

46% લોકોનું માનવું છે કે ઈન્ટરનેટ ને કારણે ગુનાહિત પ્રવૃત્તિ વધતી જાય છે.

4)તમારી સાથે ક્યારેય નીચેના વિકલ્પમાંથી સોશ્યિલ મીડિયા થકી ફ્રોડ થયું છે?

– ફેક શમ તમારા નામનું બન્યું હોય એવું 18% એ કહ્યું.

–  નંબરનો ખોટો ઉપયોગ થયો હોય એવું 3 % એ કહ્યું .

–  પ્રોફાઈલ પેજ – ફોટોનો ઉપયોગ કોઈ અન્ય વ્યક્તિ દ્વારા થયો હોય એવું 13% એ કહ્યું .

– પોતાના નામથી ધમકી ભરેલ ફોન ગયા હોય 0.75% એ જણાવ્યું.

– પોતાના  નામની મદદથી અન્ય પાસે પૈસાની માંગણી થઈ હોય 9% લોકોએ જણાવ્યું

– વલગર વિડીયો બનાવા માટેના ફોન આવ્યાનું 7% એ જણાવ્યું.

– પોતાના નામ પર ખોટી માહિતી કે ફેક ન્યૂઝ બન્યા હોય એવું 4% લોકોએ સ્વીકાર્યું.

5)તમારા મત મુજબ સોશ્યિલ મીડિયાનો ઉપયોગ સૌથી વધુ શેના માટે થાય છે?

–  81%એ મનોરંજન માટે જણાવ્યું ..

– 13% એ ગેરવર્તન કરવા માટે

– 1% એ જણાવ્યું કે ખરેખર સારા કાર્ય માટે

– 3% એ જણાવ્યું કે છેતરપિંડી માટે

6) ફોન થકી જાતીય શોષણ, ધમકી ભર્યા ફોન કે માનસિક રીતે હેરાન કરે તેને સાયબર બુલિંગ કહેવાય એ ખ્યાલ છે?

81% લોકો આ બાબત જાણતા નથી.

7) શું કોઈ બેન્ક કે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા કે સંસ્થા દ્વારા સુભ  માટે  ઓરિજનલ  સર્ટીફીકેટની માંગણી કરે તો આપતા ડર અનુભવો છો?

63% લોકો ડર અનુભવે છે.

8) અજાણી વ્યક્તિ સાથે વાત કરવામાં રેકોર્ડિંગ થતું હશે તો! શું ક્યારેક આવા વિચાર આવે છે?

27% એ હા કહી કે વાતચીત કરતા ભય લાગે છે કે રેકોર્ડિંગ કરીને ક્યાંક અર્થનો અનર્થ ન થાય.

સૂચનો

– થોડા થોડા સમયે ફોન અને એકાઉન્ટ ના પાસવર્ડ બદલતા રહેવું.

– ઓનલાઇન શોપિંગ માં કેટલીક વખત નકલી સમાન આવે છે તો તેની ફરિયાદ કરવી.

– ઓનલાઇન શોપિંગ માં બને ત્યાં સુધી કેશ ઓન ડિલિવરી નો વિકલ્પ પસંદ કરવો

– વિવિધ શાળા, કોલેજો માં જાગૃતિ આપવી જોઈએ.

– સોશિયલ મીડિયા અને ટીવી પર જાગૃતિ આપી શકાય

– કોરોના પછી મોબાઈલ અને ઓનલાઇન નાણાકીય લેવડદેવડ નો ઉપયોગ વધ્યો જેથી સાયબર ક્રાઇમ ના કિસ્સાઓ પણ વધ્યા

– સરકાર દ્વારા જાગૃતિ આપવી જોઈએ

– ગામડાઓ માં આ વિશે જાગૃતિ જરૂરી.

– ચાઈલ્ડ પોર્નોગ્રાફી વિશે ના દંડ અને સજા વિશે પણ માહિતી આપવી જોઈએ.

કઈ કઈ રીતે ફ્રોડ થાય છે તેના વિશેની માહિતીનું વિશ્ર્લેષણ

* સીમકાર્ડ નું હેકિંગ

* બેંકમાંથી ફોન છે તેવું જણાવી એટીએમ ની માહિતી અને ઘઝઙ થતા ફાયનાન્સિયલ ફ્રોડ

* સરકારી યોજના ના લાભ ના મેસેજ કે ફોન દ્વારા છેતરપિંડી

* ઓનલાઇન શોપિંગ થી થયેલ ફ્રોડ

* સ્નેપ ચેટના માધ્યમથી ખોટી વ્યક્તિ સાથે જોડાવાથી થતું બ્લેકમેલ

* નકલી લિંકથી વધારાની નોટિફિકેશન આવવી.

* ુજ્ઞીિીંબય માંથી હેકિંગ શીખવામાં પોતાની જ માહિતી ને નુકસાન

* અઝખ મશીનમાં નકલી નંબર પ્લેટ અને કાર્ડ રીડર દ્વારા થયેલ ફ્રોડ

* ઓનલાઇન શોપિંગમાં ઘણી વખત ગેરકાયદેસર પદાર્થો અથવા પથ્થર જેવી બાબતો નીકળવી.

* ખેડૂતોને યોજનાના બહાને થયેલ ફ્રોડ

* નકલી ઓનલાઇન નોકરી અને ઊંચા પગારના બહાને થયેલ ફ્રોડ

* ગેમ દ્વારા પૈસા ઉપડી જવાની ફરિયાદ

* સોશિયલ મીડિયાની ફેલાતી ખોટી અફવાઓ

* મોટાભાગે છોકરીઓ ના નામથી ફેક આઇડી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.