Abtak Media Google News

થાન પાલિકા દ્વારા ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જે આઝાદ ચોકથી જોગ આશ્રમ સુધી કરવામાં આવશે. દર ૩૦ મિનિટે રેલવે ફાટક બંધ થવાથી લોકો ત્રાહિમામ પોકારેલ જેના માટેની જાણ મળે એટલા માટે ઓવરબ્રિજ પાલિકા દ્વારા બનાવવાનું કામ શરૂ કરવામાં આવેલ છે. કોઈપણ સરકારી કામ કોન્ટ્રાકટર દ્વારા કોઈપણ પાલિકામાં લેખિત બાંહેધરી હોવા છતાં ટાઈમે થતા નથી. આખીર લોકો એજ પરેશાની ઉઠાવી પડે છે.

આ ઓવરબ્રિજ આશરે ૪૫ કરોડ ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે. આઝાદ ચોકથી લઈને નાના તળાવમાં પીલર ઉભા કરી રેલવે ફાટક ઉપરથી જોગ આશ્રમ સુધી લઈ જવામાં આવશે. જોગ આશ્રમ પછી ઢાળ આપી એકસીસ બેંકે પુરો કરવામાં આવશે. સમય મર્યાદા બે વર્ષ કરવામાં આવેલ છે પણ ભારતીય કોન્ટ્રાકટર ટાઈમ સાથે લેવા દેવા નથી.

જો તળાવમાં પીલર ઉભા કરવામાં આવેલ છે તે જગ્યામાં પુષ્કળ માટી કાઢવામાં આવેલ છે. આ માટી નિકળવાથી તળાવ અત્યારે બુરાણમાં આવી ગયેલ છે. આ તળાવ આજુબાજુ ૩ થી ૪ કિલોમીટરમાં મીઠાતળ અને પાણીનો સ્ત્રોત જમીનમાં જળવાઈ રહે છે. જે લોકો માટે ખુબ ઉપયોગી છે. માટી તળાવમાં પડવાથી તળાવમાં ચોમાસુ નજીક આવવાથી આ માટી જો નો ઉપડે તો પાણી ભરાય નહીં પણ ઉપવાસ વરસાદ થવાથી વાસુકિ પ્લોટ અને ફુલવાડી સોસાયટી ડુબમાં જાય તેમ છે.

આમ વરસાદ પહેલા આ માટી ઉપાડી લેવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે. જો માટી પડી રહેશે તો તળાવ ભરાશે નહીં. બીજુ તળાવમાં સીધુ પાણી ખેંચવામાં આવે છે. એવા લોકોની ફરિયાદ છે જે બંધ કરવામાં આવે જેથી પાણી એક વર્ષ તળાવમાં જળવાઈ રહે અત્યારે જોગ આશ્રમ પાસે રસ્તો બંધ કરવામાં આવેલ છે જેનું ડાયવર્ઝન સુર્યચોકથી ધોળેશ્વર મંદિર બાયપાસ કાઢવામાં આવેલ છે. અત્યારે રેલવે ફાટકથી સર્વોદય જે રોડ નિકળે છે તે ડાયવર્ઝન કરવામાં આવેલ છે. આ ડાયવર્ઝન ઉપર ટ્રાફિક વધારે રહેવાથી આ રોડ ખરાબ અવસ્થામાં હોવાથી રીપેર કરવા માંગ જેથી અકસ્માત થાય નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.